નાસિક બાદ અન્ય ત્રણ પાલિકાઓમાં પણ સ્થાનિક સંસ્થા વેરાનો અમલ સ્થગિત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલબીટી સામે વેપારીઓ-નાગરિકોની અરજીની સુનાવણી ૧૨ ઓક્ટોબર પર મુલતવી રખાઈ માલેગાંવ, સાંગલી- મિરજ-કૂપવાડ તેમ જ ભિવંડી- નિઝામપુર મહાનગરપાલિકાઓની હદમાં સ્થાનિક સ્વરાજ સંસ્થા કર (લોકલ બોડી ટેક્સ- એલબીટી)ના અમલપર વડી અદાલતે સ્થગન આદેશ આપ્યો હતો. અગાઉ નાસિકમાં પણ 'એલબીટી’ લાગુ કરવા પર ખંડપીઠે સ્થગન આદેશ આપ્યો હોવાથી હવે આવી મહાનગરપાલિકાઓની સંખ્યા 'ચાર’ પર પહોંચી છે. માલેગાંવ, સાંગલી-મિરજ-કૂપવાડ તેમ જ ભિવંડી-નિઝામપુર એમ ત્રણ મહાનગપાલિકાઓમાં ૧ ઓક્ટોબરથી એલબીટી લાગુ કરવાનો નિર્ણય અગાઉ લેવાયા હતો. પરંતુ નાસિકની માફક ત્યાં પણ અમલ રોકવાની માગણી અરજદારોએ કરી હતી. સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને નગરસેવકોએ આ કરપ્રણાલી સામે વિરોધ કરતી અરજીઓ વડી અદાલતમાં કરી હતી. હાલ એ ત્રણેય મહાનગરપાલિકાઓમાં જકાત વસુલ કરાય છે. ન્યા. શરદ બોબડે અને ન્યા. રાજેશ કેતકરની ખંડપીઠે એલબીટીનો અમલ રોકવાનો હુકમ કરતાં એ ચાર મહાપાલિકાઓમાં જકાત વસુલી ચાલુ જ રહેશે. અરજદારોએ જણાવ્યું હતું કે ''જકાત અમારી આવકનું મુખ્ય સાધન છે. એ બંધ કરાશે તો મહાનગરપાલિકાની, આર્થિ‌ક સ્થિતિ પર શી અસર થઈ શકે, એ તપસ્યા વિના જ સરકારે 'એલબીટી’ લાગુ કરવાનો નિર્ણય લઈ લીધો છે.’’ આ દલીલ સ્વીકારતાં ખંડપીઠે 'એલબીટી’ અમલ રોકીને સુનાવણી ૧૨ ઓક્ટોબર પર મુલતવી રાખી હતી.