ભક્તો હરખાતાં નહીં આગલાં વર્ષે બાપા આવશે વહેલા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘‘આ વર્ષે અધિક માસને કારણે ગણેશોત્સવ મોડો શરૂ થયો, પરંતુ આવતે વર્ષે આ વખતની તુલનામાં દસ દિવસ વહેલા એટલે કે ૯ સપ્ટેમ્બરે આ તહેવાર શરૂ થશે અને પછીના વર્ષ ૨૦૧૪માં શુક્રવાર, ૨૯ ઓગસ્ટે ગણેશચતુર્થી આવશે. એકંદરે વર્ષ ૨૦૨૦ સુધી ગણેશ ચતુર્થી ૨૦ ઓગસ્ટ અને ૨૦ સપ્ટેમ્બરની વચ્ચે આવશે,’’ એવી માહિતી સૂત્રોએ આપી હતી. માહિતી મુજબ ગણેશ ચતુર્થીની તારીખો વર્ષ ૨૦૧૫માં ગુરુવાર, ૧૭ સપ્ટેમ્બરે, વર્ષ ૨૦૧૬માં સોમવાર, પ સપ્ટેમ્બરે, વર્ષ ૨૦૧૭માં શુક્રવાર, ૨૫ ઓગસ્ટે, વર્ષ ૨૦૧૮માં ગુરુવાર, ૧૩ સપ્ટેમ્બરે, વર્ષ ૨૦૧૯માં સોમવાર, બીજી સપ્ટેમ્બરે અને વર્ષ ૨૦૨૦માં શનિવાર, ૨૨ ઓગસ્ટે આવશે.