તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘પાણીદાર’ ફિલ્મમેકર લીના યાદવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજકાલ ‘પાર્ચ્ડ’ નામની નારીપ્રધાન ફિલ્મને કારણે ભારતીય ફિલ્મ ડિરેક્ટર, એડિટર, રાઇટર, પ્રોડ્યુસર અને મ્યુઝિક કમ્પોઝર લીના યાદવ ચર્ચાનું કેન્દ્ર બની છે. ‘પાર્ચ્ડ’ અનેક દેશોમાં રિલીઝ થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં કુલ 18 એવોર્ડ જીતી ચૂકી છે. તે છેલ્લાં 23 અઠવાડિયાંઓથી ફ્રાન્સના થિયેટરમાં દેખાડવામાં આવી રહી છે.

ફિલ્મના ડિરેક્ટર લીના યાદવનો જન્મ મધ્યપ્રદેશમાં ઇન્ડિયન આર્મી જનરલના પરિવારમાં થયો. તેણે દિલ્હીની લેડી શ્રીરામ કોલેજ ફોર વુમનમાંથી ઇકોનોમિક્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ મુંબઈની સોફિયા કોલેજમાંથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો. લીનાએ જાણીતા ઇન્ડિયન સિનેમેટોગ્રાફર અસીમ બજાજ સાથે 2001ની સાલમાં લગ્ન કર્યાં. ग्ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં લીનાએ ફિલ્મ એડિટર તરીકે પગ મૂક્યો. તેણે શરૂઆતમાં અનેક એડ. ફિલ્મ, કોર્પોર્ટ ફિલ્મ અને ટીવી સિરિયલ્સ કરી.

કહેવાય છેને કે કામ કામને શીખવે એ ઉક્તિને ચરિતાર્થ કરતાં લીનાએ જાતે જ ફિલ્મ ડિરેક્શન અને સ્ક્રિપ્ટ રાઇટિંગના પાઠ ભણ્યા. આ દરમિયાન તેને ‘ધિસ વીક ધેટ યર’ નામનો ટીવી શૉ ડિરેક્ટર કરવાની તક ઝડપી. લગભગ 12 ‌વર્ષની પ્રોફેશનલ કરિયર પછી તેની કારર્કિદીમાં અને જીવનમાં યુ ટર્ન આવ્યો. લીનાનો ફિલ્મ ડિરેક્ટર તરીકેનો કારકિર્દીનો નવો અધ્યાય 2005ના વર્ષમાં ‘શબ્દ’ ફિલ્મથી શરૂ થયો. ‘તીન પત્તી’ અને ‘પાર્ચ્ડ’ ફિલ્મથી તે નવા મુકામ પર પહોંચી. 45 વર્ષીય લીનાએ ‘ડેડ એન્ડ’ ફિલ્મમાં મ્યુઝિક પણ કમ્પોઝ કરીને તેની બહુ આયામી વ્યક્તિત્વનો સુપેરે પરિચય આપ્યો.
અન્ય સમાચારો પણ છે...