બીમારીની ચિંતા શા માટે કરવી?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાસ્ત્રીઓએ ઘરમાં અને બહાર અનેક કાર્યો કરવાનાં હોય છે. શિયાળો આવે ત્યારે ગમે એટલી ઠંડી હોય કે પવન ફૂંકાતો હોય, તો પણ ઘરનાં કામકાજ તો કરવાનાં જ હોય. એ જ રીતે, વર્કિંગ વુમન હોય તો ફરજિયાતપણે ઓફિસે તો જવાનું જ હોય. એવામાં જો સ્વાસ્થ્યની જાળવણી કરવામાં થોડી અમથી ગફલત થઈ કે બીમારીમાં પટકાયાં જ સમજો. શરીરની રોગપ્રતિકારક શક્તિ સહેજ નબળી પડી કે તરત જાતજાતની બીમારીઓ શરીર પર હુમલો કરે છે.   જો સાવધાની રાખવામાં ન આવે, તો આ બીમારીઓ લાંબી ચાલે છે અને ક્યારેક તો કાયમ માટે ઘર કરી જાય છે. આપણું શરીર સતત કાર્યરત રહે છે. કેટલાંક રક્ષાકવચ ચોવીસ કલાક શરીરને સુરક્ષા પ્રદાન કરે છે, પણ જો રક્ષાકવર એટલે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે તો બીમારીઓ શરીર પર પોતાનો કબજો જમાવી દે છે. 

શરીરને સાચવે છે લ્યુકોસાઇટ્સ

આપણા શરીરમાં રહેલા શ્વેત રક્તકણો ચેપ સામે લડવા માટે શરીરની કુદરતી રીતે રક્ષા કરે છે. ઇમ્યુન સિસ્ટમ અથવા પ્રતિરોધક શક્તિનાં મહત્ત્વપૂર્ણ કાર્યોનો તે એક ભાગ છે, જેને લ્યુકોસાઇટ્સ નામે પણ ઓળખવામાં આવે છે. આપણને લાગતાં ઇન્ફેક્શન, વાઇરલ, બેક્ટેરિયા અને અન્ય જીવોને તે ખાઈ જાય છે અથવા સાદા શબ્દોમાં કહીએ તો, તેને નષ્ટ કરી નાખે છે. એ જ રીતે તે ઇમ્યુનિટી એટલે કે પ્રતિરોધકતા માટે પણ જવાબદાર છે. કેટલાક લોકોના શરીરમાં પ્રતિરોધક તંત્ર એટલે કે ઇમ્યુન સિસ્ટમ ઘણી વાર આનુવંશિક કારણસર નબળું હોય છે, જ્યારે ઘણી વાર વાઇરસ અને બેક્ટેરિયાના ચેપને લીધે તે નબળું પડી જાય છે. 
 
આના પરિણામે વારંવાર બીમારીનો ભોગ બનવું પડે છે. આવું ન થાય તે માટે જાણીએખુશ રહો અને હકારાત્મક વિચારસરણી રાખો આપણી વિચારસરણીની અસર પણ રોગપ્રતિકારક શક્તિ પર થાય છે. સ્ટ્રેસ માત્ર મગજ પર જ અસર કરે છે એવું નથી. એની અસર શરીરનાં અન્ય અંગો પર પણ થાય છે. હકારાત્મક એટલે કે પોઝિટિવ થિંકિંગ રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે. 

 

1. ભરપૂર ફ્રૂટ-શાકભાજી ખાવ : સિઝન અનુસાર ફળ, લીલાં શાકભાજીનો ભોજનમાં ન િયમિત રીતે સમાવેશ કરો. સાઇટ્રિક એટલે કે ખાટાં ફળો જેવાં કે નારંગી, લીંબુ, આંબળાં, સફરજન, ગાજર, ટામેટાં જેવાં ફ્રૂટ-શાકમાં ફ્લેવોનોઇડ્સ હોય છે, જે શરીરમાં શ્વેત રક્તકણોના એક ભાગ લિમ્ફોસાઇટ્સને મજબૂત કરે છે. આ પણ રોગપ્રતિકારક શક્તિનો જ એક ભાગ છે. આ ઉપરાંત પ્રોટીન, વિટામિનથી ભરપૂર ખાદ્યપદાર્થો પણ તમારા આહારમાં સામેલ કરો. 

મહિલાઓએ સામાન્ય રીતે રોજિંદું 55 ગ્રામ અને પુરુષોએ 65 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. આ પ્રોટીન ડેરી પ્રોડક્ટ્સ, દાળ, કઠોળ વગેરેમાંથી મળે છે આથી રોજ જમતી વખતે બે વાટકી દાળ અવશ્ય ખાવી જોઈએ. અલગ અલગ વિટામિન્સની પૂર્તિ માટે લીલાં પાંદડાંવાળાં શાકભાજીનો સવાર તેમ જ સાંજના ભોજનમાં સમાવેશ કરો. 

2. એન્ટિઓક્સિડન્ટ્સ અવશ્ય લો : એન્ટિઓક્સિડન્ટ્સ ખરેખર તો વિટામિન, મિનરલ તથા અન્ય પોષકતત્ત્વો છે, જે શરીરની નુકસાનગ્રસ્ત કોશિકાઓને સરખી કરવામાં સહાયક બને છે. બીટા કેરોટીન, વિટામિન સી અને ઈ, ઝિંક અને સેલેનિયમ એન્ટિઓક્સિડન્ટ્સ જ છે. ફળો-શાકભાજી જેવાં કે પાલક, ટામેટાં, મકાઈ, જાંબુ, કોબીજ, નારંગી, ફ્લાવર, પપૈયું, બદામ વગેરે એન્ટિઓક્સિડન્ટ્સના સારા સ્રોત છે. દિવસમાં એક વાર આ તમામમાંથી કેટલાકનો સમાવેશ ભોજનમાં ચોક્કસપણે કરવો જોઈએ. આ ઉપરાંત, દિવસ દરમિયાન એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ પણ ખાવાનું રાખો. 

3. નિયમિત રીતે એક્સરસાઇઝ કરો : રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત રાખવા માટે જિમમાં જઈને વર્કઆઉટ કરવું અને પરસેવો પાડવો જ એ જરૂરી નથી. નિયમિત રીતે સરેરાશ અડધા કલાકની કસરત, જેમાં દોડવું, યોગ વગેરેનો સમાવેશ થતો હોય તે કરવાં જરૂરી છે. કસરત કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે અને હાનિકારક મેટાબોલાઇટ્સ પણ શરીરમાંથી નીકળી જાય છે. 


4.  પૂરતી ઊંઘ લ
ો : રોજ છથી આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે. ઊંઘ પૂરી ન થવાથી સ્ટ્રેસ અને સ્વભાવ ચીડિયો થઈ શકે છે, જેની સીધી અસર શરીર પર થાય છે. આ ઉપરાંત, વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સવારના કોમળ તડકામાં અડધા કલાક સુધી અવશ્ય બેસવાનું રાખો. આનાથી શરીરમાં કેલ્શિયમ શોષાવામાં મદદ થાય છે અને હાડકાં મજબૂત બને છે. 

5. સ્વચ્છતાનો ખ્યાલ રાખો : ઘણા લોકો એવું માને છે કે વધારે પડતી સ્વચ્છતા રાખવાથી પ્રતિરોધક તંત્ર નબળું પડી જાય છે. જ્યારે ખરેખર એવું હોતું નથી. ખરેખર તો તેમાં સંતુલન રાખવાની જરૂર છે. બાળકોને બહાર ખુલ્લા મેદાનમાં રમવા જવા દો. જોકે, તેઓ બહાર જાય ત્યારે પ્રદૂષણથી રક્ષણ માટે મોં-નાક ઢાંકવાની ટેવ પાડો. રમીને આવ્યા પછી હાથ-મોં ધોવાની પણ ટેવ પાડો. 


6.  ટિનપેકને બદલે તાજું ખા
વ : માત્ર સ્વાદ અને સગવડ માટે ટિનપેક એટલે કે ઘણા સમયથી પ્રિઝર્વ કરીને રાખેલા ખાદ્યપદાર્થો પર આધાર ન રાખો કે તેમને એવી ટેવ ન પાડો. ટિનપેક ખાદ્યપદાર્થોમાં ટિનપેક સ્વીટ્સ, સોસ, જ્યૂસ ઉપરાંત ફાસ્ટ ફૂડનો પણ સમાવેશ થાય છે. આનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. તેના બદલે તાજાં ફ્રૂટનો જ્યૂસ, ચટણી, તાજું બનાવેલું અથાણું, સલાડ, રાયતું, વગેરે ખાવાનું રાખો, જે શરીરને સ્વસ્થ રાખે છે. 

અન્ય સમાચારો પણ છે...