મસ્કારા સ્કિન પર લાગી જાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા પગ ખૂબ જ ગંદા થઈ ગયા છે અને નખ પણ વારંવાર તૂટી જાય છે. મને ઘરે પેડિક્યોર કેવી રીતે કરવું તે જણાવશો.


ઉત્તર : ઘરે તમે ખૂબ સહેલાઈથી પેડિક્યોર કરી શકો છો. સૌથી પહેલાં પાણી ગરમ કરી તેમાં લીંબુનો રસ અને શેમ્પૂ નાખીને મિક્સ કરો. પગ વધારે પડતા કાળા થઈ ગયા હોય તો તમે ખાવાનો સોડા પણ આ પાણીમાં અડધી ચમચી નાખી શકો. હવે આ નવશેકા પાણીમાં દસથી પંદર મિનિટ પગ બોળી રાખો અને ત્યાર બાદ હળવે હાથે પેડિક્યોર બ્રશથી પગની એડીને ઘસો. પેડિક્યોર બ્રશ ન હોય તો નહાવાના બ્રશથી પણ તમે પાંચ મિનિટ ઘસી શકો છો. તેનાથી તમારી પગની ડેડ સ્કિન નીકળી જશે. હવે સ્વચ્છ પાણીથી પગ ધોઈને ક્રીમથી મસાજ કરો અને કોટનનાં મોજાં પહેરી રાખો. ઘરે તમે દર દસ-પંદર દિવસે એક વાર આ રીતે પેડિક્યોર કરી શકો છો. 


પ્રશ્ન : હું જ્યારે પણ લિપસ્ટિક લગાવું છું ત્યારે તે લિપ્સની બહાર જ લાગી જાય છે. પછી તેને લૂછવાથી મેકઅપ બગડી જાય છે. તો મારે લિપસ્ટિક લગાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? 


ઉત્તર : તમે જ્યારે પણ લિપસ્ટિક લગાવો ત્યારે પહેલાં લિપ પેન્સિલથી હોઠને શેપ આપવો. જેથી તમને ખ્યાલ રહે કે આ લાઇનની બહાર લિપસ્ટિક લગાવવાની નથી. છતાં પણ જો બહાર લાગી જાય તો તેને લૂછવાને બદલે તેના પર સ્કિન ટોનને અનુરૂપ કન્સીલર લઈને બ્રશથી ટેપ કરીને ટ્રાન્સલ્યુશન પાઉડર લગાવો. આમ કરવાથી હોઠ પર લિપસ્ટિક બરાબર લાગશે. 


પ્રશ્ન : મારી સ્કિન ખૂબ જ ડ્રાય છે. મારે ઘરે ફેશિયલ કરવું હોય તો કેવી રીતે કરંુ? હું જ્યારે ફેશિયલ કરું છું ત્યારે મારી સ્કિન ડ્રાય થઈ જાય છે. મારે શું ધ્યાન રાખવું જોઈએ? 


ઉત્તર : તમે સૌથી પહેલાં કોપરેલથી પાંચ મિનિટ ચહેરા પર મસાજ કરો. ત્યાર બાદ સ્ક્રબ કરવા માટે રવો લઈ તેમાં મધ મિક્સ કરી આ પેસ્ટથી બે-ત્રણ મિનિટ મસાજ કરો. મધ તમારી સ્કિનના પીએચને કંટ્રોલ કરે છે અને તમારી ત્વચાને ડ્રાય નથી થવા દેતું. આ સ્ક્રબમાં જો તમને જરૂરી લાગે તો પાણી અથવા ગુલાબજળ ભેળવી શકો છો. હવે બદામનું તેલ અને ઓલિવ ઓઇલ સરખા ભાગે લો અને દસ મિનિટ મસાજ કરો. આ રીતે તમે ઘરે જ ફેશિયલ કરીને તમારી ત્વચાની કાંતિ જાળવી શકો છો. 


પ્રશ્ન : મારી સ્કિન ખૂબ જ શ્યામ થઈ ગઈ છે. તેને સારી અને કાળાશ ઓછી થાય તે માટે શું કરવું કે જેથી મારી સ્કિન સારી રહે? 


ઉત્તર : તમે સૌથી પહેલાં ચોખાનો લોટ, ટામેટાંનો પલ્પ અને ચણાનો લોટ મિક્સ કરી સ્ક્રબ બનાવો. આ સ્ક્રબથી રોજ તમારી શ્યામ ત્વચા પર સ્ક્રબ કરો અને મસાજ કરો. તે પછી બે ચમચી કોર્નફ્લોર, અડધી ચમચી હળદર, સુખડનો પાઉડર, એક ચમચી મધ, અડધા લીંબુનો રસ લઈ મિક્સ કરો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટથી તમારી ત્વચા પર આ પેક લગાવો. આનાથી તમારી ત્વચાનો રંગ ઊઘડશે અને ત્વચાની કાળાશ ઓછી થઈ જશે. આ રીતે અઠવાડિયામાં ત્રણ-ચાર વાર સ્ક્રબ કરી શકો છો. 


પ્રશ્ન : મારા વાળ શુષ્ક અને બરછટ થઈ ગયા છે. તે ચમકદાર અને સ્વસ્થ કેવી રીતે લાગી શકે? 


ઉત્તર : તમે ઘરે જ એક કન્ડિશનર બનાવીને તેનો ઉપયોગ કરો તો તમારો પ્રોબ્લેમ દૂર થઈ જશે. તે માટે તમે કોકોનટ મિલ્ક લો. નાળિયેરમાં વિટામિન ઈ હોય છે. તેનાથી તમારા વાળ તૂટતા હશે તો તે પણ બંધ થઈ જશે. તેમાં એલોવેરા જેલ પણ મિક્સ કરો, તેનાથી પણ તમારા વાળ સારા થશે. જો તમારા વાળ વધારે પડતા શુષ્ક હોય તો તમે તેમાં વિટામિન ઈની કેપ્સ્યૂલ પણ નાખી શકો છો. હવે આ મિશ્રણને ફ્રીઝમાં બે કલાક સુધી મૂકી રાખો. જેનાથી તે ઘટ્ટ થઈ જાય. શેમ્પૂ કર્યા પછી આ કન્ડિશનર તમારા વાળમાં લગાવો અને પાંચથી દસ મિનિટ સુધી રાખી અને પાણીથી વાળને સારી રીતે ધોઈ લો. 

અન્ય સમાચારો પણ છે...