તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તું રંગાઈ જાને રંગમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તું રંગાઈ જાને રંગમાં

સંતાન કરતાં માર્ક્સને વધુ મહત્ત્વ આપી વિદ્યાર્થીઓને આત્મહત્યા સુધી લઈ જતાં વાલીઓ મવાલીઓ કરતાં પણ વધુ હાનિકારક છે રંગોનું પર્વ ધુળેટી હમણાં જ ગઈ, પણ તમે વિચાર્યું છે કે  રંગ એટલે શું? આપણી આંખોને જે દેખાય છે તે તો રંગ છે, પરંતુ માનવજીવનમાં એવા પણ રંગ છે જે દર્શનનો નહીં, પરંતુ અનુભૂતિનો વિષય છે. તમે લગ્નમાં આવો તો રંગ રહી જાય. કોઈ વ્યક્તિના આવવાથી પ્રસંગમાં રંગ જામે છે અને કોઈના આવવાથી રંગમાં ભંગ પડે છે તો આ રંગ એટલે શું? આ રંગ અનુભૂતિના રંગ છે. લગ્નમાં કંકોત્રી લખવાનું ભુલાઈ ગયું હોય છતાં એમ વિચારે કે કંકોત્રી પોસ્ટખાતાના રામભરોસે વહીવટમાં ક્યાંક ટલ્લે ચડી ગઈ હશે.

ક્યારેક લગ્નની કંકોત્રી મળે ત્યારે કન્યાના સીમંતનો પ્રસંગ ચાલતો હોય એવું પણ બને છે. તેથી કંકોત્રી ગેરવલ્લે ગઈ હશે એમ માનીને કંકોત્રી વગર લગ્નમાં પધારીને મદદરૂપ થાય તેમણે રંગ રાખ્યો કહેવાય. બીજો પ્રકાર એ છે કે કંકોત્રી સમયસર મળી હોય, ત્યારબાદ ટેલિફોનમાં પણ મૌખિક આમંત્રણ અપાયું હોય છતાં જાનની બસ ઊપડવાના સમયે થોબડું ચડાવીને કહે કે, ‘હું જાનમાં નહીં આવું’ એમણે રંગમાં ભંગ પાડ્યો કહેવાય.

બાબા આનંદની સુપ્રસિદ્ધ રચનામાં માનવીને રંગમાં રંગાઈ જવાની ભલામણ કરવામાં આવે છે. આ ભજન ધુળેટીના તહેવારનું ભજન નથી કે કોઈ દિયર પિચકારી ભરીને પોતાની વહાલી ભોજાઈને રંગાઈ જવાની વિનંતી કરે છે. બીજી પંક્તિમાં કવિએ ચોખવટ પણ કરી કે આ સીતારામના સત્સંગના રંગમાં રંગાઈ જવાની વાત છે. ભક્તિનો રંગ એક અનોખો રંગ છે. જે માણસને વૈરાગનો સાચો રંગ ચડ્યો છે તે સૂટ-બૂટમાં હોય તોપણ સાધુ છે અને જે સાધુ વિષયોમાં આસક્ત છે તેણે ભગવા વસ્ત્ર પહેર્યા હોય તો પણ રંગમાં ભંગ પાડ્યો ગણાય. ‘કોને રંગ દેવા?’ ‘રંગ છે રત્નાકર,’ ‘લાગ્યો કસુંબીનો રંગ’, ‘રંગીન મિજાજ’ જેવા અનેક રૂઢિપ્રયોગોમાં રહેલો રંગ લાલ, પીળો કે વાદળી નથી પરંતુ અનુભૂતિનો રંગ છે.

પ્રકૃતિ અનેક રંગોનું દર્શન કરાવે છે, પરંતુ માણસની પ્રકૃતિ એટલે સ્વભાવ પણ વિવિધ રંગોનો અનુભવ કરાવે છે. પોતાનો પુત્ર આતંકવાદી છે એવી જાણ થયા બાદ પુત્રના મૃતદેહનો અસ્વીકાર કરનાર પિતા મોહમ્મદ સરતાજના શબ્દોમાં દેશદાઝનો રંગ છલકે છે. ‘જે દેશનો ન થયો તે મારો શું થશે?’ આ વાક્યમાં દેશપ્રેમનો રંગ ઠાંસી ઠાંસીને ભર્યો છે. વિધાનસભામાં એકબીજાના વિરોધીઓ સામે ગમે તેવા નિમ્નસ્તર ઉપર જઈને વાદવિવાદ અને મારામારી કરતાં નેતાઓનાં વાણી-વર્તનમાંથી સત્તાપ્રેમનો સ્વાર્થી રંગ ટપકે છે.

સત્ય, અહિંસા, અસંગ્રહ, પ્રેમ, દયા વગેરે સદ્્ગુણી રંગ છે અને નફરત, વાસના, ક્રોધ, લોભ, લાલસા, મોહ વગેરે અવગુણી રંગ છે. જો લાલ, પીળો અને વાદળી મૂળ રંગ હોય અને સત્ત્વ, રજસ અને તમસ મૂળ પ્રકૃતિ હોય તો પ્રહ્્લાદનો રંગ લાલ છે અને હિરણ્યકશિપુનો રંગ વાદળી છે.  પોતાના સંતાન કરતાં પરીક્ષાના માર્ક્સને વધુ મહત્ત્વ આપી વિદ્યાર્થીઓને આત્મહત્યા સુધી લઈ જતાં વાલીઓ મારી દૃષ્ટિએ મવાલીઓ કરતાં પણ હાનિકારક છે. રુધિરમાં હિમોગ્લોબીનના ટકા ઘટે છતાં પરીક્ષાનાં પરિણામના ટકા ન વધે એવી પરીક્ષા પદ્ધતિઓ દાખલ કરનાર શિક્ષણ જગતના વડીલો અનેક યુવાનોની ‘રંગબેરંગી’ જિંદગીમાં ‘રંગ’ દૂર કરીને માત્ર ‘બેરંગી’ બનાવે છે, રંગવિહીન બનાવે છે.

થોડા દિવસો પહેલાં રંગોત્સવ પર્વ ધુળેટી ઉપર આપણે સૌ જે રંગોથી રમ્યા એ તો સ્થૂળ રંગો હતા, સૂક્ષ્મ રંગોની અસર દિલોદિમાગ ઉપર થાય છે અને ચિરંજીવ છાપ છોડી જતી હોય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો