તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓબેસિટીના માપદંડ સમજો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અ ત્યારે દુનિયામાં કરોડો લોકો મેદસ્વિતાથી પીડાય છે. આ ફક્ત વાતોનો મુદ્દો જ નથી, પરંતુ એક ચિંતાજનક રોગ છે. મેદસ્વિતા એ 120થી ઉપર રોગોને આવકારે છે. જ્યારે શરીરમાં ચરબીનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય ત્યારે તે ‘ઓબીસ’ કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિનો BMI 30 કરતાં વધુ હોય ત્યારે તેને સ્થૂળ ગણવામાં આવે છે. 25થી 29ની વચ્ચેનો BMI ધરાવનારને Overweight કહેવામાં આવે છે. Overweight વ્યક્તિને Obex થતાં વાર લાગતી નથી. }BMI એટલે શું?: BMI એટલે કે Body Mass Index એ એક એવી ફોર્મ્યુલા છે જે વ્યક્તિના હાઇટના પ્રમાણમાં વજનનો માપદંડ નક્કી કરે છે. જો કોઈ વ્યક્તિની હાઇટ 1.6 મીટર હોય અને વજન 60-450 કિલો હોય તો તેનો BMI 23.6 ગણાય.

શું તમારો BMI 30થી વધુ છે?
જો તમારો BMI 30થી વધુ આવતો હોય તો વજન ઉતારવા માટે બનતા બધા જ પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. જરૂર લાગે તો જિમ જોઇન કરીને કસરત કરવી જોઈએ. ઉપરાંત, સારા ડાયટિશિયનની સલાહ લઈને વજન ઉતારવાનું શરૂ કરી દેવું જોઈએ.

આપણે જાણીએ છીએ કે જાડાપણું કોઈને ગમતું નથી તે છતાં પણ ઓબેસિટી વધતી જ જાય છે માટે જ ખોરાક પ્રત્યે સભાન થવાનું જરૂરી છે. હેલ્ધી ખોરાક અને પૂરતી કસરત જ સ્વસ્થ જીવન જીવવા માટેની ચાવી છે. અત્યારના જમાનામાં જ્યારે દરેક વ્યક્તિને બધું જ ઉતાવળથી જોઈએ છે ત્યારે વજન ઉતારવા ઉતાવળ કરવી નહીં અને સમજીને વજન ઉતારવાનો પ્રયત્ન કરવો.

WHR શું છે?
WHR એટલે Waist to Hips Ratio. WHR એ આપણા શરીરમાં ફેટનું ડિસ્ટ્રિબ્યુશન સમજાવે છે. ફક્ત વજન કરીને શરીર વિશે જાણવું એ એક પદ્ધતિ છે. જ્યારે WHR દ્વારા સ્વાસ્થ્ય માપવું એ બીજી પદ્ધતિ છે. WHR જાણવાથી તમને તમારા શરીરના ‘ટાઇપ’ વિશે ખ્યાલ આવશે એટલે કે તમે ‘પેર-શેપ’ છો કે ‘એપલ-શેપ.’
Step I: પ્રથમ તમારી કમર સે.મી.માં માપો. તમારી કમરનો જે સૌથી ઓછામાં ઓછો ભાગ હોય તે માપો. ટેપને વધુ પડતી ખેંચશો નહીં.

Step II: હવે તમારા હિપ્સને સે.મી.માં માપો. હિપ્સનો જે સૌથી મોટો પહોળો ભાગ હોય તે માપો. ટેપને વધુ પડતી ખેંચશો નહીં.
Step III: તમારી કમરના માપને તમારા હિપ્સના માપથી ભાગોકમરનું માપ જેટલા સે.મી. આવે તેનો હિપ્સના સે.મી.માં આવેલા માપથી ભાગાકાર કરો. 
હવે તેના જવાબને ચકાસો. જો તમારો જવાબ સ્ત્રીઓ માટે 0.80 કરતાં ઓછો અને પુરુષો માટે 90 કરતાં ઓછો હોય તો WHRનું રિસ્ક ઓછું ગણાય છે, પરંતુ જો તે 1 કરતાં વધુ પુરુષો માટે અને 0.85 કરતાં વધુ સ્ત્રીઓ માટે હોય તે ચિંતાજનક ગણાય છે.

 કમરનો ઘેરાવો જ જો જોવામાં આવે તો, પુરુષોની કમરનો ઘેરાવો 40 ઇંચ કરતાં વધુ અને સ્ત્રીઓમાં 35 ઇંચ કરતાં વધુ હોય તો તરત ચેતી જવું જરૂરી છે. અન્યથા તમે ક્યારે ઓબેસિટીનો ભોગ બની જશો તેનો ખ્યાલ પણ નહીં આવે. 

અન્ય સમાચારો પણ છે...