રોમાંચ અને તાજગી આપે વાંચન

આપણા ગુજરાતી અમર બાળસાહિત્યની મજા માણવી જોઈએ.

Bal Bhaskar | Updated - Apr 09, 2011, 12:04 AM
thrill and freshness reading Bal Bhaskar
thrill and freshness reading Bal Bhaskarવાર્તાના સાગરમાં ડૂબકી વેકેશનની મજા માણવાની એક રીત છે વાંચન. એવું વાંચન કે જે તમને પ્રેરણા આપે, બોધ આપે, તાજગી આપે. સાથોસાથ મનને આનંદથી ભરી દે. કોમિક, કવિતા, સ્ટોરીબુક કે પછી બીજું ઘણું વાંચન તમારું જ્ઞાન વધારે છે. વાર્તાનું નામ કાને પડતાં જ નજર સમક્ષ બિરબલનું બુદ્ધિચાતુર્ય તરવરવા લાગે છે. કોઈ મિત્રને બોધકથા વાંચવી બહુ ગમે, તો કોઈને અકબર-બિરબલની ચાતુરીભરી કથાઓ, કોઈ તેનાલીરામની ચતુર કથાઓ વાંચે છે, તો કોઈ અરેબિયન નાઈટ્સ અને હેરી પોટરની જાદુઈ દુનિયામાં ખોવાઈ જાય. વળી, પંચતંત્રની વાર્તા, હિતોપદેશ કથા, ઈસપ કથા, વિક્રમ-વેતાલની વાત જ નિરાળી છે. વાર્તાવિશ્વમાં સુંદર મજાની પરી અને વિકરાળ રાક્ષસનું સ્થાન અનોખું છે. તો અલ્લાદ્દીન, અલીબાબા ચાલીસ ચોર વિશે પણ તમે વાંચી શકો છો. અમર બાળસાહિત્ય પ્રાચીન, આધુનિક, વિશ્વપ્રસિદ્ધ રસસભર રોમાંચક વાર્તાઓ વાંચવાની સાથોસાથ તમારે આપણા ગુજરાતી અમર બાળસાહિત્યની પણ મજા માણવી જોઈએ. ગુજરાતી બાળસાહિત્યના ભીષ્મ પિતામહ કહેવાતા ગિજુભાઈ બધેકાની બાળવાર્તાઓનો તમે આનંદ ઉઠાવ્યો છે ખરો? જગવિખ્યાત કાર્ટૂન પાત્રો મિકી, મીની, ડોનાલ્ડ, પૂહ, નોકી, બોબ, સિંડ્રેરેલા, એલિસ, સુપરમેન, બેટમેન, હેરી પોટરની સાથોસાથ તમારે મિયાંફૂસકી, તભા ભટ્ટ, અડુકિયો-દડુકિયો, છકો-મકો, બકોર પટેલ, ગલબા શિયાળ, પપૂડો વાંદરો, મગલા મગર, છબીલી માસી, વલવા વાઘને પણ જરૂરથી જાણવા માણવા જોઈએ. આ રોમાંચક દુનિયામાં પ્રવેશવીને તેમાં ખોવાઈ જવાની તમને સૌને મજા પડશે. તો ચાલો, વેકેશનમાં અજબ-ગજબનું વાંચન કરીને તમે જ્ઞાનથી થાવ સમૃદ્ધ.

X
thrill and freshness reading Bal Bhaskar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App