ધનસુખલાલ મહેતાનું હાસ્ય-ધન

ગુજરાતી હાસ્ય લેખકોમાં ધનસુખલાલ મહેતા એટલે મુઠ્ઠી ઊંચરું નામ. રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા

Ankita Desai | Updated - Oct 08, 2017, 12:05 AM
The laughter of DhanSukhlal Mehta
ગુજરાતી હાસ્ય લેખકોમાં ધનસુખલાલ મહેતા એટલે મુઠ્ઠી ઊંચરું નામ. રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા આ હાસ્યલેખકે ગઈ સદીમાં ગુજરાતી વાચકોને ખૂબ મજા કરાવેલી. મોટા ભાગના લોકો હાસ્યેન્દ્ર જ્યોતિન્દ્ર સાથે મળીને એમણે લખેલી હાસ્યનવલ ‘અમે બધાં’થી પણ પરિચિત હશે. હાસ્યલેખક વિનોદ ભટ્ટ આપણા સૌના માટે એક મજાની ભેટ લઈને આવ્યા છે.

ધનસુખલાલ મહેતાના સાહિત્યને કેન્દ્રમાં રાખીને વિનોદ ભટ્ટે તાજેતરમાં એક મજાનું સંપાદન કર્યું છે. ‘હાસ્ય વિશેષઃ ધનસુખલાલ મહેતા’ નામના આ સંપાદનમાં ધનસુખલાલની શ્રેષ્ઠ હાસ્યરચનાઓનો સમાવેશ કરાયો છે, જેમાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે કે, અંગત જીવનમાં દુઃખી અને અનેક ઉતાર-ચઢાવ જોનારા ધનસુખલાલ મહેતાએ કેટલી ઉત્તમ હાસ્યરચનાઓ આપી છે. સાથે જ એ પણ ખ્યાલ આવે કે, ધનસુખલાલે ઉપહાસનો રસ્તો પસંદ કરવાની જગ્યાએ અત્યંત નોખી શૈલીથી હાસ્યરસની સાધના કરી હતી.

‘અરુણોદય પ્રકાશન’ દ્વારા પ્રકાશિત પુસ્તકની પ્રસ્તાવનામાં વિનોદ ભટ્ટે એમની રસાળ શૈલીમાં ધનસુખલાલનો પરિચય પણ સરસ આપ્યો છે. પુસ્તકમાં સમાવાયેલી અઢાર રચનાઓ વાંચીએ પછી એમ થાય કે, ધનસુખલાલ મહેતાનાં તમામ પુસ્તકો મેળવીને માણવાં જોઈએ. અલબત્ત, હવે એ તમામ પુસ્તકો મેળવવા એ મોટી કવાયત બની રહેશે. વિનોદ ભટ્ટ જેવા સર્જક આ પુસ્તકનું સંપાદન કરે ત્યારે પુસ્તકની ગુણવત્તાની ચર્ચા અસ્થાને છે. સાથે જ સંપાદકીય નોંધ કે પુસ્તક અર્પણ જેવી બાબતોમાં જ્યાં જ્યાં વિનોદ ભટ્ટને અવકાશ મળ્યો છે ત્યાં એમણે એમની સર્જકતાના ચમકારા પણ આપ્યા છે.
ક્વોટ કોર્નર
બિચારો છગનલાલ!

કોઈકને વીરતા જન્મથી વરી હોય છે, કોઈક પોતાના બાહુબળથી વીરતાને વરે છે, પણ કેટલાક બિચારાઓને તો અમુક વિચિત્ર સંજોગોને લઈને વીરતાની ઘૂંસરી ગળે વળગેલી હોય છે. છગનલાલ ત્રીજા વર્ગનો સભાસદ હતો.(પુસ્તકમાંની ‘શેરદિલ’ નામની હાસ્યરચનામાંથી.

X
The laughter of DhanSukhlal Mehta
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App