તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોટ્સએપમાં તમે પણ બનાવી શકો છો જિફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોટ્સએપમાં તમે પણ બનાવી શકો છો જિફ
 
વોટ્સએપ કે ફેસબુક વગેરેમાં તમે જાતભાતની ‘જિફ’ ફાઇલ જોઈ હશે. જિફ એ બીજું કંઈ નથી, પણ એક પ્રકારનો વિડિયો છે, જેની લેન્થ એકદમ ટૂંકી હોય અને એ લૂપમાં પ્લે થયા કરે. જિફની આ તદ્દન સાદી સમજ થઈ, બાકી તેમાં ઊંડા ઊતરીએ તો ઘણું વધુ જાણવા જેવું મળી આવે. એને બાજુએ રાખીને મૂળ વાત કરીએ તો, તમને ક્યારેક ને ક્યારેક આવી જિફ ફાઇલ્સ જોઈને પોતે પણ જિફ બનાવવાનું મન થતું હશે. 

વોટ્સએપમાં થોડી ખણખોદ કરતો તો તેમાં તમારા પોતાના અથવા બીજા કોઈના વિડિયોમાંથી ટૂંકી ડ્યુરેશનનો ભાગ પસંદ કરીને તેમાંથી જિફ ક્રિએટ કરવાનો એકદમ સહેલો રસ્તો મળી આવશે. વોટ્સએપમાં તમે કોઈને મેસેજ મોકલો ત્યારે ઇમોજીના સર્ચ ઓપ્શનની સાથોસાથ કેટલીય જાતની જિફ ફાઇલ્સ તપાસી જોવાનો ઓપ્શન પણ મળતો હોય છે. એ તરફ નજર ન ગઈ હોય તો જોઈ જોજો!
એ સિવાય, તમે ઇચ્છો તો યુટ્યૂબમાં પણ કોઈ પણ વિડિયો પસંદ કરીને તેમાંથી તમને મનગમતો ભાગ તારવીને, તમારી ઇચ્છા મુજબની જિફ ફાઇલ ક્રિએટ કરી શકો છો.

એ માટે, યુટ્યૂબમાં જાઓ અને તમને ગમતો વિડિયો પ્લે કરો. હવે યુઆરએલ એડ્રેસ બારમાં, એ વિડિયોના આખા એડ્રેસમાં, www. પછી અને youtute.com પહેલાં, gif ઉમેરીને એન્ટર પ્રેસ કરો. તમે યુટ્યૂબની બહાર, બીજી એક સાઇટ પર પહોંચશો. આ www.gifs.com નામની સાઇટ પર ડાઇરેક્ટ જઈને તમને તમારા પસંદગીના વિડિયોનું યુઆરએલ કોપી-પેસ્ટ પણ કરી  શકો છો, અથવા પોતાનો વિડિયો અપલોડ કરી શકો છો.

પછીનું કામ સહેલું છે. તમને એ આખા વિડિયોને એક ટાઇમલાઇન સ્વરૂપે બતાવવામાં આવશે. તેમાં ડાબા જમણા સ્લાઇડરને ફેરવીને તમને ગમતો ભાગ પસંદ કરી લો અને પછી ‘ક્રિએટ જિફ’ બટન ક્લિક કરી દો. ફોનના રિંગટોન આ રીતે જ બનતા હોય છે! અહીં જિફ સંબંધિત બીજા ઘણા ઓપ્શન્સ મળશે, અહીંથી તમે તમારા નવા ક્રિએશનને વિવિધ સાઇટ પર ડાઇરેક્ટલી શેર કરી શકશો. જો એ જિફને ડાઉનલોડ કરવી હોય તો સાઇટમાં એકાઉન્ટ ખોલાવવું પડશે. પણ મૂળ વાત, ચિત્રવિચિત્ર જિફ બનાવીને શેર કરવાના તો અસંખ્ય છે, તમે કંઈક જુદું કરી બતાવી શકો? 
અન્ય સમાચારો પણ છે...