તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોન પાણીમાં પડી જાય તો ચિંતા નહિ, પણ આ કરો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફોન પાણીમાં પડી જાય તો ચિંતા નહિ, પણ આ કરો
લોકો પોતાનો મોબાઇલ ફોન જીવની જેમ સાચવતા હોય છે, છતાં પણ ક્યારેક ફોન પાણીમાં પડી જાય તો? આવું થાય ત્યારે ચિંતા કરવાને બદલે અહીં આપેલી ટિપ્સને અનુસરજો. આ ટિપ્સને ફોલો કરીને તમે પલળેલા ફોનને રિપેર કરી શકો છો.

TIP : 1 :  પલળી ગયેલા ફોનને સૌથી પહેલા  સ્વિચઓફ્ફ કરી દો. પલળેલા ફોનને ઓપરેટ કરીને ચેક કરવાને બદલે બંધ કરી દેવામાં સમજદારી છે.

TIP : 2 : ફોનને ઓફ કર્યા પછી તેની એસેસરીઝને છૂટી કરી દો, એટલે કે બેટરી, સિમ કાર્ડ, મેમરી કાર્ડ અને ફોનમાં એટેચ કરેલી દરેક એસેસરીઝને કાઢીને ટૉવેલ પર મૂકી દો. એસેસરીઝને જુદી પાડી દેવાથી શોર્ટ સર્કિટનો ખતરો ઓછો થઇ જાય છે. જો ફોનમાં નૉન રિમૂવેબલ બેટરી હશે તો પાવર બટનથી જ ફોનને ઓફ કરી દો.

TIP : 3 : ફોનની એસેસરીઝને જુદી પાડ્યા પછી બધા પાર્ટ્સને સૂકવવા જરૂરી છે. આ માટે પેપર નેપકિનનો રે ડ્રાય ટૉવેલનો યૂઝ કરી શકાય.

TIP : 5 : ટૉવેલથી લુછ્યા પછી તેના ઇન્ટર્નલ પાર્ટ્સને સૂકવવા જરૂરી છે. આ માટે તમે ફોનને ચોખામાં મૂકી શકો છો, કેમકે ચોખા ફોનને જલદીથી ડ્રાય કરી શકે છે. આવામાં ફોનના ઇન્ટર્નલ પાર્ટ્સ જલદીથી સુકાઇ જશે.

TIP : 6 : જો તમે ચોખામાં ફોનને મૂકીને સૂકવવા ન ઇચ્છતા હોય તો સિલિકા જેલ પેક (silica gel pack)નો યૂઝ કરી શકાય છે. આ જેલ પેક્સ ખાસ કરીને જૂતાના પેકિંગમાં મૂકવામાં આવે છે. આ ચોખાથી પણ ફાસ્ટ સૂકવવાની તાકાત રાખે છે.

TIP : 7 : તમારા ફોનને ઓછામાં ઓછા 24 કલાક સુધી સિલિકા જેલ પેક કે પછી ચોખાના વાસણમાં મૂકો. જ્યાં સુધી ફોન પૂરેપૂરો સુકાઇ ન જાય ત્યાં સુધી ઓન કરવાની કોશિશ ન કરો. ફોનની સાથે સાથે બેટરી અને અન્ય એસેસરીઝને પણ ચોખામાં મૂકી સુકાવી શકો છો.  

ફોન પલળી ગયો હોય ત્યારે શું ન કરવું...
-ફોનને ડ્રાયરથી સૂકવવાની કોશિશ ન કરો, ડ્રાયર બહુ જ ગરમ હવા ફેંકે છે એટલે ફોનની સર્કિટ્સ પીગળી શકે છે.
-જો ફોન પલળી ગયો હોય તો તેને તરત જ ઓફ કરી દો, કોઇપણ બટનનો યૂઝ કરવાથી શોર્ટ સર્કિટના ચાન્સ વધી જાય છે.
-હેડફોન જેક કે યુએસબી પાર્ટનો યૂઝ, જ્યાં સુધી ફોન સુકાઇ ન જાય ત્યાં સુધી ન કરો. આનાથી ફોનનો ભેજ ઇન્ટર્નલ પાર્ટ્સ સુધી પહોંચી
શકે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો