તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TRAIની એપ થકી જાણો સ્માર્ટફોનમાં નેટની સ્પીડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશમાં 4જીની સવારી આવી પહોંચી છે. જોકે, આપણા દેશમાં મોબાઇલ નેટવર્કની વર્તમાન સ્થિતિ જોતાં તમે 3જીની સેવા લો કે 4જીની પણ મોટા ભાગના વિસ્તારોમાં નેટની સ્પીડ મળતી નથી. સ્માર્ટફોન પર ઇન્ટરનેટ વાપરનારા મોટા ભાગના લોકોને ખરેખર કેટલી સ્પીડ મળી રહી છે, તેનો ખ્યાલ હોતો નથી. કેટલાક લોકો માર્કેટમાં ઉપલબ્ધ સ્પીડ ટેસ્ટની અમુક એપનો ઉપયોગ કરતા હોય છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) દ્વારા જુલાઈ મહિનાના પહેલા સપ્તાહમાં માય સ્પીડ (My Speed) નામની એપ લૉન્ચ કરવામાં આવી છે.

TRAIની માય સ્પીડ એપને તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી મફતમાં ડાઉનલોડ કરી શકો છો. ગૂગલ પ્લે સ્ટોર ઉપરાંત તમે TRAIની અધિકૃત વેબસાઇટ www.apps.mgov.gov.in પરથી પણ નિ:શુલ્ક ડાઉનલોડ કરી શકો છો. ગૂગલ પ્લે સ્ટોર પર આ એપને યૂઝર્સ દ્વારા 4 રેટિંગ મળ્યા છે અને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. TRAIની અધિકૃત વેબસાઇટ પરથી 27,000થી વધારે લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે.

માયસ્પીડ એપ તેના નામ અનુસાર તમારા ફોનને મળી રહેલી ઇન્ટરનેટની સ્પીડને માપે છે. તમે જે લોકેશન પર હો ત્યાં તમને નેટની કેટલી સ્પીડ મળી રહી છે, તે આ એપ દ્વારા જાણી શકાશે, એટલું જ નહિ, તમે આ એપ દ્વારા સ્પીડનો જે રિપોર્ટ મળે, તેને તમે ઇચ્છો તો TRAI સાથે શેર પણ કરી શકો છો. અલબત્ત, તમારા રિપોર્ટના આધારે TRAI હાલના તબક્કે કોઈ ફરિયાદ નોંધવાની નથી, પરંતુ તેને ડેટા પ્રોવાઇડર કંપનીઓ ક્યાં કેટલી સ્પીડ આપી શકે છે, તેનો અંદાજ આવી શકે છે, જેના આધારે તે નીતિવિષયક નિર્ણયો લઈ શકે છે.

માયસ્પીડ એપ અંગે નિષ્ણાતોનો મત છે કે આ એપ દ્વારા મળતું નેટની સ્પીડનું રિઝલ્ટ એકદમ એક્યુરેટ હોય છે. TRAIની અધિકૃત એપ દ્વારા નેટની સ્પીડના કરેલા ટેસ્ટના આધારે તમે ધારો તો તમારી મોબાઇલ કંપનીને ફરિયાદ કરી શકો છો, એટલું જ નહીં તમારા લોકેશન પર કઈ કંપનીની કેવી સ્પીડ મળે છે, તેનો અંદાજ કાઢીને કોની સેવા લેવી, એનો નિર્ણય પણ સારી રીતે કરી શકો છો. અલબત્ત, માયસ્પીડ સહિતની નેટની સ્પીડ માપતી એપ્સ સ્પીડનો ટેસ્ટ કરવામાં આશરે 25થી 30 એમબી ડેટા વાપરતી હોય છે, એટલે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ ટેસ્ટ કરવો હિતાવહ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો