તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૂગલ આપશે પાસવર્ડ યાદ રાખવાની કડાકૂટમાંથી મુક્તિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાસવર્ડ ભૂલી જવો એ ખૂબ જ સાહજિક બાબત છે. આજના પાસવર્ડિયા યુગમાં જ્યાં બધે જ પાસવર્ડ માગવામાં આવે છે, ત્યારે વિચાર કરો કે, જો ગૂગલ તમારી પાસેથી પાસવર્ડની અપેક્ષા ન રાખે, તો આ વાત ચમત્કારથી ઓછી નથી. પણ આ હકીકત થવા જઈ રહ્યું છે. ગૂગલ દ્વારા તાજેતરમાં કરાયેલા આ આવિષ્કારથી હવે ખૂબ જલદી તમારે પાસવર્ડ યાદ રાખવાની કડાકૂટમાંથી છુટવાનો સમય આવી ગયો છે. ટેકબુકના આ સંસ્કરણમાં આપણે આ બાબતની વિસ્તૃત ચર્ચા કરીશું.

ગૂગલ પાસવર્ડ વિના લોગ ઇન થઈ શકાય એવી એક ખાસ સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે

ગૂગલ પાસવર્ડ વિના લોગ ઇન થઇ શકાય તેવી એક ખાસ સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે, જેના થકી હવે ગૂગલનો વપરાશકાર પાસવર્ડ વિના પોતાના એકાઉન્ટમાં લોગ ઇન કરી શકશે.આ માટે ગૂગલ દ્વારા કેટલાક વપરાશકારોને પ્રાયોગિક ધોરણે આ સેવાનો ઉપયોગ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ફીચર મુજબ, આપ જ્યારે ગૂગલ અકાઉન્ટમાં પ્રવેશ કરવા ઈચ્છો, ત્યારે ઈ-મેલ આઈ.ડી. નાખ્યા બાદ આગળ વધવાની સૂચના આવશે. જેનું અનુકરણ કરતાં આપના રજિસ્ટર્ડ મોબાઈલ ફોન પર એક નોટિફિકેશન આવશે. જેને ક્લિક કરીને આપ ગૂગલ અકાઉન્ટમાં લોગ ઇન કરી શકશો.

તાજેતરમાં આવું જ એક ફીચર યાહૂ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. જેને એકાઉન્ટ કીનું નામ આપવામાં આવ્યું છે. અહીં વપરાશકારોને ફોન પર પુશ નોટિફિકેશન મોકલીને યાહૂ દ્વારા લોગ ઇન કરવાની સુવિધા આપવામાં આવે છે. મોટાભાગના વપરાશકારો પોતાના પાસવર્ડ સરળ રાખવાનો આગ્રહ રાખે છે, જેથી કરીને તેઓ પોતાનો પાસવર્ડ સરળતાથી યાદ રાખી શકે છે અને તેમને તરત યાદ રહી જાય, પરંતુ હેકર્સ માટે આસાન પાસવર્ડ હેક કરવા ખૂબ સરળ છે. જેથી કરીને આપણે હેકિંગના કિસ્સાઓ સંભાળતા હોઈએ છે, અને ઘણીવાર ભોગ પણ બનતા હોઈએ છે. પરંતુ આ સુવિધાથી હવે આપ પાસવર્ડ વિના આપનો એકાઉન્ટ લોગ ઇન કરી શકશો. જેમાં આપના ફોન નંબરનો ઉપયોગ થઇ શકશે. આ સુવિધા હવે ગણતરીના દિવસોમાં ગૂગલ આપને ઉપયોગ કરવા માટે પ્રસ્તૃત કરશે. તો હવે બસ આપના સ્માર્ટફોન વડે ગૂગલ એકાઉન્ટ ખોલી શકશો.
mail.techbook@gmail.com
અન્ય સમાચારો પણ છે...