તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીને મેં સુલગતે હૈ અરમાન, આંખો મેં ઉદાસી છાઈ હૈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલત મહેમૂદ અને અનિલ બિશ્વાસની જોડીએ ઉત્તમ ગીતોની રચના કરી. ફિલ્મ ‘તરાના’ (1951)નું ગીત ‘એક મૈં હૂં, એક મેરી બેકસી કી શામ હૈ’ યાદ છે ને! અને લતાજી સાથેનું ‘નૈન મિલે, નૈના હુએ બાવરે’, ‘સીને મેં સુલગતે હૈ અરમાન, આંખો મેં ઉદાસી છાઈ હૈ.’ ફિલ્મ ‘દોરાહા’ (1952)માં ‘મોહબ્બત તર્ક કી મૈંને, ગરેબાં સી લિયા મૈંને, જમાને અબ તો ખુશ હો, ઝહર યે ભી પી લિયા મૈંને.’ તો ફિલ્મ ‘વારિસ’ (1954)નું ‘કભી હૈ ગમ, કભી ખુશીયાં, યહી તો જિંદગાની હૈ’, ‘રાહી મતવાલે, તૂ છેડ કર ઈક બાર મન કા સિતાર’ જેવાં યાદગાર ગીતોની યાદી ઘણી લાંબી છે. 

આ બંને વચ્ચેનો સંબંધ 16 જન્મોના સાથ જેવો હતો. અનિલ બિશ્વાસના મોઢે તલતનું નામ આવે એટલે અવાજમાં એક જુદી જ મીઠાશ દેખાતી, તો આ તરફ તલત મહેમૂદની હાલત એવી હતી કે અનિલદાનું નામ લેતી વખતે આંખો જાણે કૃતજ્ઞતાથી ભીની થઈ જતી. આ જોડીનું બિનફિલ્મી ગીત પણ છે, ‘સિતારો તુમ ગવાહ રહના, મૈં ઉનકો ક્યા કભી ભૂલા.’

આ પ્રકારનો સંબંધ તલત મહેમૂદ અને દિલીપકુમારનો પણ હતો. એક સમય એવો હતો કે તેઓ દિલીપકુમારનો જ અવાજ ગણાતા હતા. આ પણ હકીકત છે કે દિલીપકુમારને ‘ટ્રેજેડી કિંગ’ની પદવી મળવા પાછળ તલત મહેમૂદના અવાજની વેદના જવાબદાર છે, જે પથ્થરને પણ પિગળાવી દે.

કેટલાંય લાજવાબ ગીતો છે દિલીપકુમાર અને તલત મહેમૂદનાં. ‘એ દિલ મુઝે એસી જગહ લે ચલ, જહાં કોઈ ન હો’ (આરજુ), ‘હુસ્નવાલોં કો ન દિલ દો યે મિટા દેતે હૈ’ (બાબુલ), ‘એ મેરે દિલ કહીં ઔર ચલ, ગમ કી દુનિયા સે દિલ ભર ગયા’, ‘કોઈ નહીં મેરા ઈસ દુનિયા મેં આશિયાં બરબાદ હૈ’, ‘કહાં હો કહાં મેરે જીવન સહારે’, ‘શામે ગમ કી કસમ, આજ ગમગીન હૈ હમ’ (ફૂટપાથ).

મજાની વાત એ છે કે 50ના દાયકાની ત્રિમૂર્તિ- દિલીપ-રાજ-દેવ આ ત્રણેયે તલતના અવાજનો ભરપૂર ઉપયોગ કર્યો. જોકે, સમય બળવાન છે એ ક્યારે બદલાય ખબર નથી પડતી. એવો સમય આવ્યો કે રફી, દિલીપકુમારનો, મુકેશ રાજ કપૂરનો અને કિશોરકુમાર દેવ આનંદનો અવાજ બન્યા. તલત સાહેબ આ બદલાયેલા સમયને ચૂપચાપ જોતા રહ્યા.

આ કલાકારો સાથેનાં યાદગાર ગીતોની વાત કરીએ તો રાજ કપૂર- ‘અરમાન ભરે દિલ કી લગન તેરે લિયે હૈ’ (જાન-પહચાન-1950), ‘દેવ સાહેબ સાથે ‘હૈ સબસે મધુર ગીત જિન્હે’ (પતિતા-1953), ‘જાયે તો જાયે કહાં’ (ટેક્સી ડ્રાઈવર-1954), ‘તુમ તો દિલ કે તાર છેડકર, હો ગયે બેખબર’ જેવાં અનેક શાનદાર ગીતો છે. તલત સાહેબની વધુ વાત કરીશું આવતા અંકે. 
 
અન્ય સમાચારો પણ છે...