તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુલ નિર્માણના નિષ્ણાત એસ.પી.સિંગલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે કામની સમજ હોય અને જેમાં આવડત હોય તે કામ જો મન મૂકીને કરવામાં આવે તો સફળતા મળતી જ હોય છે. એસ.પી. સિંગલા કન્સ્ટ્રક્શન્સના ફાઉન્ડર ચેરમેને ઈ.સ. 1996માં યમુના નદી પર 10 લાખ રૂપિયાના ખર્ચે એક નાનકડો પુલ બનાવ્યો હતો. આ નાનકડી શરૂઆત બાદ બ્રિજ કન્સ્ટ્રક્શનમાં તેમણે આવડત કેળવી. એસ.પી. સિંગલા કન્સ્ટ્રક્શન્સે કેટલાય મોટા અને સંકુલ પુલના પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા. આ પુલમાં પઠાણકોટની પાસે પંજાબને હિમાચલ પ્રદેશ સાથે જોડતા અટલ સેતુ બ્રિજનો સમાવેશ થાય છે. કેબલ પર બનેલો આ દેશનો સૌથી પહેલો બ્રિજ છે જેને ‘એન્જિનિયરિંગ માર્વલ’ એટલે કે સિવિલ ઇજનેરીનો કમાલ માનવામાં આવે છે.

90ના દાયકામાં સિવિલ ઇજનેરીની પદવી પ્રાપ્ત કરનાર એસ.પી. સિંગલાએ પંજાબ, હરિયાણાની એક કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરી. આ નોકરીમાં હેરાન ઘણા થયા, પરંતુ ઘડાયા પણ ખરા. જે લોકેશન પર બાંધકામ થઈ રહ્યું હતું ત્યાં રહેવાનું હતું. પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ બીજા લોકેશન પર પહોંચી જવાનું. આ શિફ્ટિંગને કારણે તેમનાં બંને બાળકોનું ભણતર બગડતું હતું. પરિણામે તેઓ બીજી નોકરી શોધવા લાગ્યા જેમાં વારંવાર લોકેશન બદલવું ન પડે. શોધખોળ દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે લોકનિર્માણ વિભાગ ઇજનેરીની પદવી ધરાવતા અનુભવી લોકોને નાનકડા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સની મંજૂરી આપે છે. સિંગલાએ નોકરી છોડી અને 10 લાખ રૂપિયાનો કન્સ્ટ્રક્શન કોન્ટ્રેક્ટ ઈપીસી કોન્ટ્રેક્ટર તરીકે પ્રાપ્ત કર્યો. એન્જિનિયરિંગ-પ્રોક્યોરમેન્ટ-કન્સ્ટ્રક્શન (ઈપીસી) હેઠળ જોગવાઈ છે કે સરકાર પ્રોજેક્ટનું કામ આંશિક પૂર્ણ થયા બાદ ચુકવણી શરૂ કરી દે છે. આ સગવડતાને કારણે સિંગલા અમુક લાખ રૂપિયાનું રોકાણ કરીને કોન્ટ્રેક્ટર બની ગયા. પાંચ વર્ષ સુધી તેમણે સમયસર કેટલાય બ્રિજ પ્રોજેક્ટ નિયત સમય અને રકમમાં પૂર્ણ કર્યો હોવાથી તેમની શાખ બ્રિજ વિશેષજ્ઞ કોન્ટ્રેક્ટર તરીકેની બની ગઈ. દરમિયાન તેઓએ પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ (પીપીપી) અને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (બીઓટી) પ્રોજેક્ટ્સની લાલચ છોડી દીધી. આ બહુ મોટા પ્રોજેક્ટસ હોય છે જે પૂર્ણ કરવા માટે બેન્ક પાસેથી લોન લેવી પડે છે અને પછી ટ્રાફિક શરૂ થયા બાદ કમાણી થાય છે. આ પ્રોજેક્ટમાં કેટલાય કોન્ટ્રાક્ટર દેવામાં ડૂબી જાય છે. 

ઈ.સ. 2000માં મધ્યપ્રદેશનું વિભાજન થયું અને છત્તીસગઢની રચના થઈ. જ્યાં 12 કરોડના ખર્ચે એક બ્રિજ બનવાનો હતો. સ્થાપિત કોન્ટ્રાક્ટરોએ આ નવા રાજ્યના માળખાગત વિકાસમાં રસ લીધો નહીં. સિંગલા માટે આ સુવર્ણ તક સાબિત થઈ. ત્યારબાદ વર્ષ 2006માં તેઓએ બિહારમાં કોસી નદી પર 700 કરોડ રૂપિયાના ખર્ચનો 4.5 કિ.મી લાંબો પુલ બનાવ્યો અને તેજપુર(આસામ)માં બ્રહ્મપુત્ર નદી પર મોટો પુલ બાંધ્યો. 
તીવ્ર પ્રવાહ ધરાવતી નદી પર પુલનું બાંધકામ મુશ્કેલ કામ હોય છે. આ પુલના બાંધકામ માટે એસ.પી. સિંગલાએ 20 અનુભવી ઇજનેરોની એક મજબૂત ટીમ તૈયાર કરી જે આજે 34 બ્રિજ પ્રોજેક્ટનું ડિઝાઇનિંગ અને કન્સ્ટ્રક્શન કરી રહી છે. 

બ્રિજ કન્સ્ટ્રક્શનમાં એસ.પી સિંગલાની આજે દેશભરમાં એવી શાખ છે કે દિગ્ગજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ તેમના પ્રોજેક્ટના પુલ બાંધકામનું કામ તેમને સોંપવા લાગી છે. એસ.પી. સિંગલા કન્સ્ટ્રક્શન્સ પ્રા. લિમિટેડે 2017ના આર્થિક વર્ષમાં 1150 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તાજેતરમાં જ સરકારે નિર્ણય લીધો છે કે 80 ટકા જમીન અધિગ્રહણ બાદ જ હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ શરૂ થશે. એસ.પી. સિંગલાનું કહેવું છે કે તેમને જે પ્રોજેક્ટ મળ્યા છે તે સમયસર શરૂ થાય છે તો આગામી વર્ષે કંપનીનું ટર્નઓવર બમણું થઈ જશે.
 
prakashbiyani@yahoo.co.in
અન્ય સમાચારો પણ છે...