તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેસ્ટ રેન્કિંગમાં ફરી નં.1 બનવાની તક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટેસ્ટ રેન્કિંગમાં ભારતે ટોચનું સ્થાન ગુમાવ્યું છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ચોથી ટેસ્ટ ડ્રો થઇ અને બરાબર તે જ વખતે પાકિસ્તાને ઇંગ્લેન્ડને ટેસ્ટ મેચમાં હરાવતાં પાકિસ્તાને ભારત પાસેથી નંબર વનનો તાજ ઝૂંટવી લીધો. જોકે, ભારત પાસે રેન્કિંગમાં ફરી નંબર-1નો તાજ મેળવવાની તક છે. આગામી છ મહિનામાં ભારતીય ટીમ ઘરઆંગણે જ 9 ટેસ્ટ મેચ રમવાનું છે. જેમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ, ઇંગ્લેન્ડ સામે પાંચ તથા બાંગ્લાદેશ સામે એકમાત્ર ટેસ્ટનો સમાવેશ થાય છે. 2016-17ની સિઝનમાં કોહલીની આગેવાની હેઠળની યુવા ભારતીય ટેસ્ટ ટીમ પાસે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાની ઉત્તમ તક રહેલી છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની ચોથી ટેસ્ટ ડ્રો થઈ અને પાકિસ્તાને ઇંગ્લેન્ડને હરાવતા ભારતે નંબર-1નો તાજ ગુમાવ્યો. નવી સિઝનમાં ભારત ધારે તો ફરી નં.1 બની શકે છે

વર્તમાન ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને તેની જ ધરતી પર શિકસ્ત આપી છે. વિદેશમાં જો ભારતીય ટીમ આ પ્રકારનું પ્રદર્શન કરી શકતી હોય તો આગામી સિઝન તેણે ઘરઆંગણે જ રમવાની છે. વિશ્વની મોટા ભાગની ટીમો જાણે છે કે ભારતને તેના જ ઘરમાં હરાવવું કેટલું અઘરું છે. ગઇ સિઝનમાં ભારતે સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમને પછાડી હતી. ટીમના મોટાભાગના બેટ્સમેનો પોતાને અનુકૂળ પિચ પર રનના ઢગલા કરી દે છે.
બેટિંગમાં પૂજારા, રહાણે, કોહલી ઉપરાંત બોલિંગમાં આર.અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી જેવા ખેલાડીઓ બમણું જોર લગાવીને પ્રદર્શન કરશે. ભારત પાસે ઑલરાઉન્ડર્સની પણ કમી નથી. એમાંય ઘરઆંગણે અશ્વિન વિરોધી ટીમ માટે આફત બનીને ત્રાટકે છે. ભારતીય ટીમ માટે જો છેલ્લા કેટલાક સમયમાં કોઇ શ્રેષ્ઠ બેટ્સમેનની શોધ રહી હોય તો એ કે.એલ.રાહુલની છે. રાહુલે જ્યારે પણ તક મળી ત્યારે પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ બતાવ્યું છે. ઓપનર વિજયના ઇજાગ્રસ્ત થયાં બાદ રાહુલે તે સ્થાન સારી રીતે જાળવી રાખ્યું અને ટીમ માટે કીમતી યોગદાન આપ્યું છે.

સુકાની કોહલી અને કોચ કુંબલે માટે હવે ટીમ કોમ્બિનેશન ચિંતાનો વિષય નથી. આગામી સિઝન ટૂંક સમયમાં જ શરૂ થઇ રહી છે ત્યારે ટીમ સામે લક્ષ્યાંક સ્પષ્ટ છે. ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ તથા બાંગ્લાદેશ સામે વિજય મેળવીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સર્વોચ્ચતા સાબિત કરવાની ભારત પાસે ઉત્તમ તક છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો