તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ સંઘોના ગજગ્રાહ પર ફિલ્મ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રિકેટ સંઘોના ગજગ્રાહ પર ફિલ્મ
બિહારમાં રાજકારણને કારણે ક્રિકેટ બોર્ડની માન્યતા મળી રહી નથી. આને કારણે અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ આગળ વધી શકતા નથી. બિહારમાંથી ઝારખંડના વિભાજન પછી બિહાર ક્રિકેટની માન્યતા છીનવાઈ હતી અને તેને એસોસિયેટનો દરજ્જો અપાયો હતો. બિહારની સાથે જ ઓડિશાને એસોસિએટનો દરજ્જો મળેલો. આજે ઓડિશાને પૂર્ણ માન્યતા મળી ગઈ છે, જ્યારે બિહાર આજેય પણ વલખાં મારી રહ્યું છે. આ મુદ્દે ‘ઘાયલ વન્સ અગેઇન’ના ડિરેક્ટર યોગેન્દ્ર સિંહ ‘કિરકેટ’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ બિહારથી ઝારખંડ અલગ પડ્યા પછી બિહાર ક્રિકેટ સંઘની છીનવાયેલી માન્યતા, ત્યાર બાદ સંઘો વચ્ચેનો ગજગ્રાહ અને એસોસિયેશન ઑફ બિહાર ક્રિકેટ (એબીસી)ની પ્રવૃત્તિઓ પર આધારિત છે.

હાલમાં પટણાના પાટલીપુત્ર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ‘કિરકેટ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. સેટ પર 90 લોકોના યુનિટની સાથે સાંસદ કીર્તિ આઝાદ તથા ટીમ ઇન્ડિયાના એક જમાનાના ઝડપી બૉલર વિવેક રાજદાન કોચની ભૂમિકામાં ખેલાડીઓને બૉલિંગની ટિપ્સ આપી રહ્યા જોવા મળે છે. ફિલ્મ અંગે કીર્તિ આઝાદે જણાવ્યું કે ઝારખંડ અલગ પડ્યું ત્યારે બિહાર ક્રિકેટની માન્યતા રદ થઈ. એ વખતે કોઈ અલગ સંઘ નહોતો. પછી અનેક સંઘ બની ગયા, તે પરસ્પર ઝઘડતા રહ્યા છે.

કોઈ કોર્ટમાં ગયું, કોઈ કાગળ પર કામ કરીને બીસીસીઆઈના અધિકારીઓને ખુશ કરવાની કોશિશ કરતું રહ્યું, પણ કોઈના હાથમાં કંઈ ન આવ્યું. મુઠ્ઠીભર લોકોના તુચ્છ રાજકારણને કારણે આજ સુધી બિહાર ક્રિકેટ પૂર્ણ માન્યતાથી વંચિત છે. એસીબીએ પહેલેથી સંઘર્ષ કર્યો, સતત આયોજન કરતી રહી. બિહારના નવોદિત ક્રિકેટરોને પ્લેટફોર્મ પૂરું પાડવાના પ્રયાસો સતત કરાયા. બિહાર ક્રિકેટને આગળ વધારવા માટે ગ્રાસ રૂટ પર કામ કરવાની સાથે કઈ રીતે બોર્ડથી કોર્ટ સુધી ગયા, છતાં માન્યતા ન મળી, એ સમગ્ર સંઘર્ષની વાત આ ફિલ્મમાં દર્શાવવામાં આવશે. આ ફિલ્મ દુર્ગાપૂજાના પર્વ સુધીમાં રિલીઝ થવાની સંભાવના છે.
આ ફિલ્મનું શૂટિંગ પટણા ઉપરાંત દરભંગા, સિવાન, હાજીપુર, બક્સર, મોતીહારી વગેરે જગ્યાએ કરાયું છે. ફિલ્મના કલાકારો અને યુનિટમાં 70 ટકા બિહારના જ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો