સેક્સ દરમિયાન પુરુષોને ડરાવતી કેટલીક બાબતો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામાન્ય રીતે પુરુષોને બેડરૂમમાં પોતાની જાતીય કાર્યક્ષતા અને તેની સાથે સંકળાયેલી બાબતો અંગેનો ડર સતાવતો હોય છે. સેક્સ દરમિયાન પુરુષો પોતાના શરીર દેખાવ કે વ્યક્તિત્વ અંગે બહુ ધ્યાન નથી આપતા અથવા તો તે અંગે વિચારતા નથી. તેમનો મુખ્ય હેતુ તો પૂરા જોશથી અને રસપૂર્વક સેક્સ માણવાનો હોય છે જેથી તે સ્ત્રીને સેક્સનો મહત્તમ આનંદ આપી શકે. પોતે યોગ્ય રીતે અને સ્ત્રીને સંતોષ મળે તેવી રીતે સેક્સ કર્યું છે કે નહીં તે અંગે પુરુષો સતત વિચારે છે.
શું તેમણે માણેલા સેક્સથી મહિલા પાર્ટનરને સંતોષ થયો હશે કે નહીં? શું મારા લિંગનું કદ યોગ્ય છે? મારું શિશ્ન બરાબર ટટ્ટાર નહીં થાય તો શું? જો હું મારી બેડપાર્ટનરને યોગ્ય જાતીય સુખની ચરમસીમા સુધી નહીં લઇ જઇ શકું તો? આવી અનેક પ્રકારની ચિંતાઓ પુરુષને સતાવે છે. જોકે આ બધી બાબતોમાં સર્વસામાન્ય ચિંતા પોતાની જાતીય ક્ષમતા અંગેની હોય છે. મનમાં ઊંડે ઊંડે પણ આ પ્રકારનો ભય ધરાવતા પુરુષો પોતાના સ્ત્રી સાથીને પૂરતો જાતીય સંતોષ નથી આપી શકતા અને તેઓ પોતે પણ સેક્સનો મહત્તમ સંતોષ માણી શકતા નથી.
માટે આ વાત માનવામાં આવે પણ આવી ચિંતાને કારણે કેટલાક પુરુષો બેડરૂમમાં પ્રવેશ બાદ આત્મવિશ્વાસથી પૂર્ણ પુરુષમાંથી અસુરક્ષિત બાળક બની જાય છે. અસલામતીની આ લાગણીને વ્યક્ત કરવા તેઓ તૈયાર નથી અને સમાગમના સમયે તે તેના સ્ત્રી સાથી જેટલા જ ચિંતિત રહે છે. મહિલાઓને જાતીય સુખનો આનંદ આપવામાં નડતા એવા ક્યા પરબિળો છે?
શિશ્નને લાંબા સમય સુધી ઉત્તેજિત નહીં રાખી શકાય
પુરુષોને સૌથી વધુ ચિંતા એ વાતની સતાવે છે કે શું તે સમાગમ દરમિયાન લાંબા સમય સુધી પોતાના લિંગને ઉત્તેજિત અવસ્થામાં રાખી શકશે કે નહીં? આ ઉપરાંત વધતી ઉંમરની પણ તેના પર અસર થાય છે. જો તે અંગે વધુ પડતી ચિંતા કરતો હોય તો તેનાથી તેની સમસ્યા વધારે વિકટ બને છે અને સમાગમના પ્રારંભથી જ તેને જાતીય સુખની પરાકાષ્ઠા સુધી પહોંચવામાં તકલીફ થાય છે.
વીર્યસ્ખલનની સમસ્યા
યોનિમાં શિશ્નપ્રવેશ સાથે જ અથવા તો તે પહેલાં જ સ્ખલન થઇ જવાની સમસ્યા મોટાભાગના પુરુષો પોતાના જીવનકાળ દરમિયાન અનુભવી ચૂક્યા હોય છે. ત્રીજા ભાગના પુરુષો આ સમસ્યામાંથી પસાર થાય છે અને મોટાભાગના તેના ઉપાય અંગે અજાણ છે. પુરુષોમાં સમયથી પહેલાં થતા વીર્યસ્ખલનથી મહિલાઓમાં જબરદસ્ત અસંતોષની લાગણી પેદા થાય છે. આ એક એવી શરમજનક સ્થિતિ છે જેમાંથી પસાર થવું કોઇપણ પુરુષને પાલવે તેમ નથી. સ્ત્રીના ચહેરા પરના અસંતોષ અને અણગમાના હાવભાવ જોવાની બીક ભલભલા સશકત અને ખડતલ પુરુષોની હવા કાઢી નાખે છે. અકાળે થતું વીર્યસ્ખલન એક વિકટ સમસ્યા છે જેનો પુરુષો કોઇ ને કોઇ કાળે ભોગ બને છે.

સાથીને પૂરતો જાતીય સંતોષ નહીં આપી શકે
દરેક પુરુષ પોતાની જાતીય સાથીને આપવાની વાત આવે ત્યારે પોતે ક્યાંય ઊણા ના ઊતરે તેવું ઇચ્છે છે. આ અંગેનો વિચાર માત્ર પુરુષને હચમચાવી દે છે. મહિલાને સંતોષ નહીં આપી શકવાનો ભય પુરુષના મનમાં અનેક સવાલો ઊભા કર છે. તે એવું વિચારે છે કે શું તે જાતીય સંતોષ મેળવવા અન્ય કોઇ પુરુષનો સહારો લેશે? આ અન્ય કોઇ પુરુષ (પોતાની નબળાઇને કારણે)નો વિચાર તેને વધુ મુંઝવણમાં મૂકી દે છે. આ મુદ્દો એક વિષચક્ર જેવો છે. પુરુષ તે અંગે જેટલું વધારે વિચારે છે તેની જાતીય ક્ષમતા અંગે તેનો ઉચાટ વધવા માડે છે. તેની અસર પરફોર્મન્સ પર થાય છે અને છેવટે પોતાની મહિલા સાથીને પૂરતો સંતોષ આપી શકતો નથી.

તેનું શિશ્ન બહુ નાનું છે
જો લિંગનું કદ પુરુષોમાં સામાન્ય મનાતા કદથી ઘણુ વધારે નાનું હોય તો મોટાભાગના પુરુષો એવા ભય હેઠળ જીવતા હોય છે કે પોતાનું શિશ્ન બહુ નાનું હોવાથી હું મારી મહિલા સાથીને પૂરતો જાતીય સંતોષ આપી શકતો નથી. મહિલા દ્વારા તેમનો આ ભય ખોટો છે તેવું અથવા તો તેને જાતીય ક્રિયાથી પૂરતો સંતોષ મળે છે તેવી વારંવારની ખાતરીથી જ પુરુષમાં રહેલો આ ડર દૂર થાય છે. મહિલાઓ શિશ્નના કદ અંગે બહુ વિચારતી નથી. જોકે મોટાભાગના પુરુષો તેનાથી ઊલટું વિચારે છે. સ્ત્રી-પુરુષના જાતીય વિચારો અંગે મેં કરેલા વિ®લેષણ મુજબ મહિલાઓની સરખામણીએ પુરુષોને લિંગના કદ અને આકારની વધારે ચિંતા હોય છે. મહિલાઓને જાતીય સંતોષ આપવા માટે ઉત્તેજિત લિંગનું કદ ૫ સે.મી. (૨ ઇંચ) કે તેથી વધુ હોય તો ચિંતા કરવાનું કોઇ જ કારણ નથી.

ગર્ભાધાનની અક્ષમતા
એ જરૂરી નથી કે દરેક વખતે સેક્સ માણવાનો હેતુ મહિલાને ગર્ભાધાન કરાવવાનો હોય આમ છતાં ઘણા પુરુષોના મગજમાં પ્રજનન ક્ષમતા અંગેની ચિંતા રહ્યા કર છે. મહિલાને ગર્ભવતી નહીં બનાવી શકવા અંગેની સતત કરાતી ચિંતાથી તેઓ લઘુતાગ્રંથિથી પીડાય છે. જે તેમની જાતીય ક્ષમતા પર માઠી અસર કરે છે. એવા અનેક કિસ્સાઓ છે જેમાં તબીબી રીતે કોઇપણ ખામી ના હોવા છતાં કેટલીક મહિલાઓ ગર્ભધાન નથી કરી શકતી. જો તમારી મહિલા સાથી તમારા વર્તન અને સ્વભાવથી સંતૃષ્ટ હોય તો તમે તેની સેક્સ અંગેની જરૂરિયાતો સરળતાથી સંતોષી શકો છો. સેક્સ દરમિયાન પણ મનને શાંત રાખો, ફોર પ્લેનો આનંદ માણો. આમ કરવાથી તમને ઇિચ્છત પરિણામ અને આનંદની અનુભૂતિ થશે. ‘ (લેખક સાલ હોસ્પિટલમાં ચીફ સેક્સોલોજિસ્ટ અને વંધ્યત્વ નિષ્ણાત છે.)
ડૉ..પારસ શાહ
dr9824063332@in.com