તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેની પાસે સ્કિલ છે તે અચૂક સફળ થાય છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેની પાસે સ્કિલ છે તે અચૂક સફળ થાય છે
હરિકિશન પિપ્પલને બેંક પાસેથી પંદર હજાર રૂપિયાની લોન હજુ મળી ને બીજા જ દિવસે મોટીબહેન ઘરે આવી ગઇ. આવીને કહેવા લાગી કે હરિકિશન બે હજાર રૂપિયા આપ. હરિકિશને જવાબ આપ્યો કે બહેન મારી પાસે પૈસા જ ક્યાં છે? તો બહેને જવાબ આપ્યો કે હજી કાલે જ તો બેંકમાંથી મળ્યા છે. હરિકિશને બેંક પાસેથી જૂતાનું કારખાનું નાખવા માટે આ લોન લીધી હતી. આ સમયે હરિકિશન આગ્રાના જેનસન પિસ્ટન નામના કારખાનામાં મહિને ૮૦/- રૂપિયાના પગારે મજૂરી કરતા હતા.

હિંમત એકઠી કરીને હરિકિશન મેનેજરને મળવા ગયા ત્યારે મેનેજરે પૂછ્યું કે કારખાનું ક્યાં નાંખશો? તે સમયે માત્ર બાપ-દાદાના એક મકાન સિવાય કશું જ હતું નહીં. મેનેજરે સલાહ આપી: એક રૂમ ભાડે રાખી લો. ઓરડો લેવાની વ્યવસ્થા કરી ફરી બેંકમાં ગયો અને લોન મળી ગઇ. પરિવારજનોને થયું આ લોન નહીં લોટરી લાગી છે. તે દિવસે સમજાવીને મોટીબહેનને માંડ પાછી મોકલી તો સાંજ થતાં સુધીમાં તો મોટાભાઇ આવી ગયા. તેમણે કહ્યું કે, વડીલોની ઇચ્છા છે એક પાર્ટી કરીએ. મોટાભાઇને પણ જેમતેમ કરી સમજાવીને પાછા મોકલ્યા.

બીજા દિવસે હરિકિશને બેંકમાં જવાના બદલે બાપ-દાદાનું ઘર છોડી દીધું. ગાંધીનગર વિસ્તારમાં રૂમ ભાડે લઇ પરિવાર સાથે ત્યાં રહેવા આવી ગયા. ૧૯૭૫ના એ દિવસને યાદ કરીને હરિકિશન કહે છે જો તે સમયે મેં ઘર ના છોડ્યું હોત તો આજે અહીં સુધી ના પહોંચી શક્યો હોત. આજે આગ્રામાં એમના પીપલ્સ ગ્રૂપની હોસ્પિટલ, પગરખાં એક્સપોર્ટ કરતી ફેક્ટરી, હોન્ડા કંપનીની ડિલરશિપ અને એક પબ્લિકેશન હાઉસ છે. જેનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૧૦૦ કરોડથી  વધુ છે. જૂતા વ્યવસાયમાં મોટી ખોટ સહન કરવી પડી ત્યારે તેમણે પાર્ટી પ્લોટ અને રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયમાં હાથ અજમાવ્યો.

એ પછી બે ડૉક્ટર તેમની પાસે એક ઓફર લઇને આવ્યા કે પાર્ટી પ્લોટ અમને ભાડે આપો અમે અહીં હોસ્પિટલ ચલાવીએ. હરિકિશને તેમની સમક્ષ ઓફર મૂકી કે સાથે મળીને હોસ્પિટલ ખોલીએ. ૨૦૦૧માં હેરિટેજ પીપલ્સ હોસ્પિટલ શરૂ થઇ. હોસ્પિટલ બનાવવાનું તેમને ખૂબ મોંઘું પડ્યું. ડૉક્ટરોએ જે સાધનો વસાવડાવ્યાં તે સાધનો પણ ખૂબ મોંઘાં હતાં અને ઇલાજ પણ ખૂબ મોંઘો. પિપ્પલ પરિવારે હોસ્પિટલ સંભાળવાનું શરૂ કર્યું તો નવી મુસીબત સામે આવી.

બધા ડૉક્ટરો ઉચ્ચ જ્ઞાતિના હતા. પિપ્પલ જણાવે છે કે તે લોકોને ભરોસો જ નહોતો કે અનુસૂચિત જાતિનો માણસ પણ હોસ્પિટલ ચલાવી શકે. શરૂઆતમાં તેમણે ડૉક્ટરોનો ભરોસો જીતવા ઓપરેશન પહેલાં જ એડવાન્સમાં ડૉક્ટરોની ફી ચૂકવવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે ડૉક્ટર અને દર્દી બંનેને ભરોસો બેઠો. હરિકિશનના જીવનમાં આવા મુશ્કેલીના દિવસો ફરી પાછા ક્યારેય ન આવ્યા. તેમની બધી જ કંપનીના નામ પિપ્પલના બદલે પીપલ્સથી શરૂ થાય છે.

તેનું કારણ જણાવતા હરિકિશન કહે છે કે પોતાની જ્ઞાતિના કારણે કંપનીનું નામ નથી બદલ્યું, પરંતુ તેઓ બધા લોકોને સાથે લઇને ચાલ્યા એટલે કંપનીને પીપલ્સ નામ આપ્યું છે. તેઓ માને છે કે: દલિતોએ લઘુતાગ્રંથિ કે ખોટી બૂમાબૂમ છોડી સરકારી નોકરીઓ સિવાય પણ બીજા વ્યવસાયમાં ઝંપલાવવું જોઈએ. હવે સમય એવો છે કે જેની પાસે સ્કિલ કે પ્રતિભા છે એને સફળ થતાં કોઇ રોકી શકતું નથી.{
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો