તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્માર્ટફોનની મદદથી કેટલા સ્માર્ટ બની શકાય?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આધુનિક સમયનાં ઇનોવેશન્સ લાજવાબ છે. આવાં ઇનોવેશન્સે જ આપણને 21મી સદીની સૌથી મોટી ભેટ આપી છે - સ્માર્ટફોન. સ્માર્ટફોનનો જાદુ દરેક પર એ હદે છવાયેલો છે કે લોકો કલાકો સુધી તેમાં ગળાડૂબ રહેવા લાગ્યા છે. હવે સ્માર્ટફોન આપણો બેસ્ટ કમ્પેનિયન બની ગયો છે અને તેને કારણે સમય પસાર કરવા માટે આપણે અન્ય લોકોની જરૂરિયાત ઘટતી જાય છે. આજે ક્યાંક બહારગામ જવું હોય ત્યારે સાથે અખબાર-મેગેઝિન, પુસ્તક કે પછી લેપટૉપની જરૂર પડતી નથી.
સ્માર્ટફોનના એક નોટિફિકેશનને કારણે ભટકેલા મનને પાછું પોતાના કામમાં કેન્દ્રિત કરવામાં આશરે 10થી 12 મિનિટ લાગી જાય છે
ઘરેથી લાવેલા નાસ્તાને સાથી મુસાફરો સાથે વહેંચીને ખાવો કે પછી કોઈ હોટ ટૉપિક પર ચર્ચા શરૂ કરવી, વગેરે બાબતો હવે જુનવાણી થતી જાય છે. ખીસામાં પડેલો સ્માર્ટફોન હવે બધું સંભાળી લે છે. ઑફિસના મેલ ચેક કરવાના હોય, સંબંધો નિભાવવાના હોય, શુભેચ્છાઓ કે આમંત્રણોની આપ-લે હોય, સંદેશા મોકલવાના હોય, મનોરંજન કરવું હોય કે કંઈક રમવાનો જુસ્સો હોય તો ફોનની સ્ક્રીન ને આંગળીઓ કાફી છે.

સ્માર્ટફોને આપણી જિંદગીને અનેક રીતે ઘણી સરળ અને રસપ્રદ બનાવી દીધી છે, એ તો કબૂલવું જ રહ્યું. જોકે, ચમકતી સ્ક્રીન અને થિરકતી આંગળીઓ ક્યારે તેના મોહપાશમાં જકડાઈ જાય છે, તેનો આપણને અહેસાસ પણ થતો નથી. સ્માર્ટફોનની આદત પણ કોઈ નશાથી કમ નથી હોતી. તેના વિના મન છટપટાવા લાગે છે. સ્માર્ટફોનના વપરાશ અંગેનાં થયેલાં સંશોધનો જણાવે છે કે લોકો દિવસમાં 2થી 2.30 કલાક ફોન પર વિતાવે છે. આ આદતના ફળસ્વરૂપે આપણે આપણી જિંદગીનાં શ્રેષ્ઠ વર્ષો, મહિનાઓ અને દિવસો વાહિયાત વિડિયો કે ચબરાકિયા સંદેશાઓ જોવા-વાંચવામાં ને ફોરવર્ડ કરવામાં વેડફી નાખતા હોઈએ છીએ.
આપણી એકાગ્રતા જળવાતી નથી અને તેને કારણે મન સતત અન્ય દિશાઓમાં ભટકતું રહે છે. સ્માર્ટફોનના એક નોટિફિકેશનને કારણે ભટકેલા મનને પાછું પોતાના કામમાં કેન્દ્રિત કરવામાં આશરે 10થી 12 મિનિટ લાગી જતી હોય છે. આ ભટકાવની સીધી અસર આપણી ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી પર પડી રહી છે. નવું વિચારવાની કે સમજવાની આપણી માનસિકતા ખતમ થઈ રહી છે. આને કારણે માહિતી તો મળી જાય છે, પરંતુ આપણી સર્જનાત્મક માંસપેશીઓ ઢીલી પડતી જાય છે.

આમ, આપણે સ્માર્ટફોનના ગુલામ બનવાને બદલે સ્માર્ટફોનને આપણો ગુલામ બનાવવો જોઈએ. 21મી સદી ક્રિએટિવિટી અને ઇનોવેશનની સદી છે. આ સદીમાં ક્રિએટિવ લોકો જ રાજ કરશે. આ સ્થિતિમાં સ્માર્ટફોન આપણને કેટલા સ્માર્ટ બનાવી રહ્યો છે, તે વિચારવાનો વિષય છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો