તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોબાઇલ મેનિયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘મોબાઇલ મેનિયા’ આ શબ્દ લગભગ બધાં જ મા-બાપ જાણતાં હશે અને પોતાનાં બાળકો માટે આ શબ્દ વાપરતાં હશે કે, મારા બાળકને મોબાઇલ મેનિયા છે એવું ઘણાં બધાં મા-બાપ ફરિયાદ કરતાં હોય છે. તે જ રીતે આજકાલ છોકરાંઓ પણ પોતાનાં મા-બાપ મોબાઇલમાં રચ્યાંપચ્યાં રહે છે તેવી ફરિયાદ કરતાં હોય છે. અત્યાર સુધીમાં આવા ઘણા મોબાઇલ મેનિયાવાળા લોકોને મળવાનું થયું છે, પરંતુ આજે જેને મળવાનું થયું તે તો આ બધામાં મહારાજા હશે તેવું મને લાગ્યું.

જયંતને મોબાઇલ મેનિયા જ છે. તેનાં મમ્મી ફરિયાદ કરતાં હતાં કે આ જયંતને મોબાઇલથી દૂર રાખો, પણ ત્યારે તેમની માગણી વધારે પડતી લાગતી હતી, પરંતુ હવે તો પાક્કી બાબત હતી કે આને લાઇન ઉપર આવવું હોય તો આ મોબાઇલ અને સોશિયલ મીડિયાથી તેણે દૂર રહેવું જ પડશે. જયંત લગભગ ત્રીસ વર્ષનો હતો. તે ખાનગી પેઢીમાં છેલ્લાં દસ વર્ષથી નોકરી કરે છે. માંડ તેનો પગાર બાર હજારે પહોંચ્યો છે, પરંતુ પોતાની પાસે ચાર-ચાર મોબાઇલ રાખે છે. માન્યામાં ન આવે તેવી બાબત હતી. આટલા નાના પગારમાં ચાર મોબાઇલ અને તેનાં ઇન્ટરનેટ કનેક્શન અને આ બધાનો વહીવટ કેવી રીતે કરવાનો? તે જ્યારે જયંતે કહેવાનું શરૂ કર્યું ત્યારે મોબાઇલ મેનિક ખરેખર કેવો હોય તે સામે આવી ગયું.

જયંતના શબ્દો, ‘મને મોબાઇલનાે ગાંડો શોખ છે. હું સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છું. મારી સોશિયલ મીડિયામાં એક આઇડેન્ટિટી છે અને બધા મને એ જ નામે ઓળખે છે.’ જયંત પાસે સોશિયલ મીડિયા, વોટ્સએપ, બ્લેકબેરી મેનેજર અને તેને લગતી ટેક્નિકલ માહિતીઓનો ખજાનો હતો. એક જ નંબર ઉપર બે કે ત્રણ વોટ્સએપ એકાઉન્ટ કેવી રીતે બનાવવાં તેણે વિસ્તારથી સમજાવ્યું. એક જ મોબાઇલમાં બીબીએમ મેસેન્જરનાં એક સાથે છ-છ એકાઉન્ટ કેવી રીતે ઊભાં કરવાં અને તેને એક્ટિવ રાખવાં તે તેણે સમજાવ્યું. બીબીએમ એકાઉન્ટ ઉપર પીન કેવી રીતે મંગાવવી અને એ જ પીન બીજા એકાઉન્ટમાં કેવી રીતે મોકલવી તે તેણે વિસ્તારથી સમજાવ્યું.

તે બીબીએમ એકાઉન્ટ ઉપર ખોટા છોકરીના નામથી એકાઉન્ટ બનાવે અને પછી બીજાને ગ્રૂપમાં સામેલ કરે. છોકરીએ સામેથી મિત્ર બનવા માટે આમંત્રણ આપ્યું હોય એટલે જાણીતી અજાણી ઘણી વ્યક્તિઓ તેમાં ‘ના’ ન પાડે તેવું બનતું. આમ, ઘણાને સામેલ કર્યા બાદ તેમાં પોતાનું નામ બદલી નાખવાનું જેની બીજાને ખબર ન પડે અને આ બધા ગ્રૂપમાં મેસેજ બ્રોડકાસ્ટ કરવાના. શાયરી, જોક, બ્રોડકાસ્ટ કરવાના. જેને સારા લાગે અને મેસેજ મોકલે તો તેની સાથે ક્યારેક વાત કરી લેવાની. આમાંથી વાત આગળ પણ વધે અને જો સામેથી કોઈ બ્લોક કરી દે તેની ચિંતા કરવાની નહીં.

આમ તો તે પહેલાં સાવ ગપ્પાં મારતો હશે તેવું લાગ્યું, પરંતુ જ્યારે તેના મોબાઇલ જોયા તો તેનાં ઘણાં બીબીએમ એકાઉન્ટ જોયાં. ઘણા છોકરીઓના-છોકરાઓના નંબર સેવ કરેલા મળ્યા. તે પોતાને જ્હોન તરીકે ઓળખાવતો હતો. વોટ્સએપમાં તે આ રીતે આઠ ગ્રૂપનો એડમિન હતો અને આ જ રીતે મેસેજ મોકલ્યા કરતો. તેના કહેવા પ્રમાણે રોજના એકાદ લાખ મેસેજ તેના મોબાઇલ ઉપર આવતા હશે. તેણે બે મોબાઇલ ઉપર મોંઘી સ્કીમ રખાવી હતી અને બાકીના બે મોબાઇલ ઉપર થોડી સસ્તી ફક્ત બીબીએમ માટેની સ્કીમ જ રખાવી હતી. તેનાં મમ્મી તેનાથી ખૂબ જ નારાજ હતાં અને તેમના આગ્રહથી તેણે વોટ્સએપ બધું કેન્સલ કરવાનું વિચાર્યું હતું. તેના કહેવા પ્રમાણે જ્યારે તેણે આ વિચાર પોતાના ગ્રૂપમાં રજૂ કર્યાે ત્યારે બધાએ તેને કહ્યું કે જ્હોન તારે તો રહેવાનું જ છે અને જયંત ઉર્ફે જ્હોને ગ્રૂપ ચાલુ જ રાખ્યા.

આ જયંત રોજના ઘણા કલાકો આ મોબાઇલ પાછળ ખર્ચે છે. ટૂંકી આવકમાં આ બધા ખર્ચા કરે છે અને કહે કે સોશિયલ મીડિયા વગર હું રહી ન શકું. તેને પૂછ્યું કે આમાંથી કોઈ લગ્ન માટે ન મળી ગયું. તો તેણે કહ્યું કે એવું ગોઠવાઈ ગયું હતું, પરંતુ ઘરનાઓએ કાસ્ટ અને સમાજની વાતો વચ્ચે લાવીને થવા ન દીધું. છોકરીની તો હા જ હતી. આવા ઘણા કોન્ટેકમાંથી કેટલીક સ્ત્રીઓ સાથે સેક્સ્યુઅલ રિલેશન પણ બંધાયા હતા. જયંત કહે મારો આવો ઇરાદો નહોતો, પણ સામેથી માગણી આવે તો તેને ઠુકરાવી દઉં તેવો પણ નથી. આ બાય પ્રોડક્ટના બળે તે આટલો બંધાણી થઈ ગયો હતો. કદાચ હવે તે માનસિક રીતે બીમાર થઈ ગયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો