આરએસએસ: એક દેશભક્ત સામાજિક સંગઠન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીબીસીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિશ્વનું સૌથી મોટું સામાજિક સંગઠન લાગે છે, જે ગણતરીની મિનિટોમાં કોઇપણ માનવસર્જિત કે કુદરતી આપત્તિ વખતે લોકોની સેવા કરવા દોડી જાય છે. ખુલ્લા મેદાનમાં લાગતી આરએસએસની શાખાઓમાં રમતો રમતાં-રમતાં અને દેશભક્તિનાં ગીતો ગાતાં-ગાતાં બાળકો-યુવાનોને દેશભક્તિ અને સેવા-સંસ્કારના પાઠ ભણાવવામાં આવે છે.
૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું તે વખતે આરએસએસના સ્વયંસેવકો દિલ દઇને સરકાર અને લશ્કરની મદદે દોડી ગયા હતા. સ્વયંસેવકોની આવી અદ્ભુત દેશભક્તિથી ખુશ થઇને તે વખતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ સંઘને ૨૬ જાન્યુઆરી, ૧૯૬૩ની રાષ્ટ્રીય પરેડમાં જોડાવા માટેનું નિમંત્રણ પાઠવ્યું હતું.
માત્ર બે દિવસ પહેલાં જ સૂચના મળવા છતાં આરએસએસના ૩૦૦૦ જેટલા પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકો એ પરેડમાં જોડાયા હતા. એ વખતે કેટલાક કોંગ્રેસી નેતાઓ પં.નહેરુએ સંઘને આપેલા નિમંત્રણથી ચિડાયા હતા ત્યારે પંડિત નહેરુએ એમ કહીને એમને ચૂપ કરી દીધા કે તમામ દેશભક્ત નાગરિકોને એ પરેડમાં સામેલ થવા નિમંત્રણ આપ્યું હતું.
વધારે વાંચવા માટે તસ્વીરો ફેરવતાં જાવ...