તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમૃદ્ધ કલા વારસાનો નિજાનંદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતનો મહામૂલો કલા વારસો લાઇમલાઇટમાં છે. તેથી સાંસ્કૃતિક સ્થાપત્ય કલાના વૈભવના વારસાને નિહાળવા વિદેશમાંથી હજારો પ્રવાસીઓ ગુજરાતમાં આવે છે. આપણી વસુંધરામાં ‘સોમનાથ’ છે, જે બાર જ્યોતિર્લિંગમાનું એક છે. ચારધામમાનું એક ‘દે‌વભૂમિ દ્વારકા’, ‘રાણીની વાવ’ ને પાવાગઢ-ચાંપાનેર બંને વર્લ્ડ હેરિટેઝમાં સ્થાન પામેલ છે. એક બાજુ મોઢેરાનું સૂર્યમંદિર છે તો બીજી બાજુ ગીરનું અભયારણ્ય આપણી શાન છે. ગુજરાતમાં દરિયાઈ પ્રકૃતિ પણ અનહદ છે, જેનો લાવો લૂંટવા જેવો છે. પ્રવાસીઓ અહીં હોંશે હોંશે આવે છે અને કલા નીતરતા ઝરૂખામાં બેસી ગૌરવાન્વિત થાય છે. અહીં અડાલજની વાવમાં વિદેશી મહિલા આ કલા ખચિત વારસા પ્રત્યે પોતાની જાતને ન્યોછાવર કરી મંદ મંદ મુસ્કુરાહટ સાથે પોઝ ખેંચાવે છે. એ જ બતાવે છે કે ગુજરાતના કલા વારસા પ્રત્યે ગુરુત્વાકર્ષણ વધ્યું છે. આ અમૂલ્ય લોક કલા વારસાની આપ પણ મુલાકાત લેતા રહો ને નિજાનંદ માણો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો