તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાનની બજિયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાતિમા સુરૈયા બદાયૂમાં જન્મ્યાં અને પછી તેમનું આખું ખાનદાન હૈદરાબાદ દક્ષિણ ચાલ્યું ગયું. એ લોકો ત્યાંના બની ગયા. 47 વર્ષ પછી તેમના સમગ્ર ખાનદાને પાકિસ્તાન ભણી કૂચ કરી. અહીં તેમના પરિવારના દરેક વ્યક્તિએ ખૂબ નામના હાંસલ કરી. ઝોહરા નિગાર 50ના દાયકાની પ્રખ્યાત શાયર બની અને ભારતના દરેક મુખ્ય મુશાયરામાં બોલાવવામાં આવી.
ફાતિમા સુરૈયા યોગ્ય શિક્ષણ મેળવી શક્યાં નહોતાં, પણ પોતાના કૌશલ્યવાન હાથોથી તેમણે શિક્ષણના અભાવને ઢાંકી દીધો
તેમનાં ભાઈ-બહેનોમાંથી અનવર મસૂદે થિયેટરમાં, ઝુબૈદા તારિકે ટેલિવિઝન પર ફૂડમેકિંગ શૉમાં નામના મેળવી. ફાતિમા સુરૈયા ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી. પિતાના આકસ્મિક નિધન બાદ તેમણે નાના ભાઈ-બહેનોના શિક્ષણ અને કારકિર્દીનું ધ્યાન રાખવા ઉપરાંત જિંદગીનો સંઘર્ષ વેઠવાનું બીડું ઉઠાવી લીધું.

થોડાં વર્ષોનું કડવું દાંપત્યજીવન વિતાવીને ઘરે પાછાં ફર્યાં તો પછી ક્યારેય ભૂલથીય એ જખમોનો ઉલ્લેખ ન કર્યો, જે પીડાઓ તેમણે બહુ ધીરજથી વેઠી હતી. તે પોતાનાં નાનાં ભાઈ-બહેનોની બજિયા (દીદી) બન્યાં અને પછી સમગ્ર શહેરની બજિયા કહેવાયાં. પરિસ્થિતિવશ તેઓ યોગ્ય શિક્ષણ મેળવી શક્યાં નહોતાં, પરંતુ પોતાના કૌશલ્યવાન હાથોથી તેમણે શિક્ષણના અભાવને ઢાંકી દીધો.
આર્ટ અને ક્રાફ્ટના ક્ષેત્રમાં તેમની બરાબરી કરવાનું મુશ્કેલ હતું. યુવતીઓ માટે તે એક પ્રેરણામૂર્તિ હતાં. સખત મહેનત અને લગનથી તેમણે સેંકડો યુવતીઓને ગુડિયા (ઢીંગલી) બનાવતા શીખવાડ્યું. લહેરિયા દુપટ્ટા રંગવાનું, તેની પસંદગી કરવી, કતરણોથી રંગબેરંગી ખૂબસૂરત બટવા બનાવવાનું શીખવ્યું. વાનગીઓ બનાવવાનું, અથાણાં, ચટણી, મુરબ્બા બનાવવાની વિવિધ પદ્ધતિઓ તેમને પોતાની માતા અને નાની પાસેથી વારસામાં મળી હતી.
ટેલિવિઝન થકી તેમણે બહુ નામના મેળવી અને અત્યંત સફળ સિરીઝ લખી. ત્યાર પછી બજિયાએ કલમ ઉઠાવી અને એ.આર. ખાતૂનની જાણીતી નવલકથાઓ અફશાં, શમા અને ઉરુસા ઉપરાંત અન્ય પણ કેટલાંક મહિલા સામયિકોનાં નાટકોનું રૂપાંતરણ કર્યું. બજિયા થોડા દિવસો પહેલાં જ અલવિદા કહી ગયાં. તેઓ એ જમાનાની પેદાશ હતી, જ્યારે નિષ્પક્ષતા અને દિલદારીનો રિવાજ હતો. એ ગંગા-જમના તહઝીબે ફાતિમા સુરૈયા જેવા જવાહર પેદા કર્યા.
અન્ય સમાચારો પણ છે...