તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈધીસાહેબનું ગુજરાતીપણું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈધીસાહેબનું ગુજરાતીપણું
બીબીસી ચેનલ ફોરમાંથી અંગત મિત્ર શશિ સિંહનો ફોન આવ્યો કે હું કરાચી આવી રહી છું. અમે અબ્દુલ સત્તાર ઈધી પર ફિલ્મ બનાવવા આવી રહ્યાં છીએ. મેં કહ્યું કે તમારું ભાવભીનું સ્વાગત છે, જરૂર આવો. શશિ આવ્યાં અને તે મારી સાથે રહ્યાં. તેમના ક્રૂ મેમ્બર્સને હોટલમાં રાખ્યા. ઈધીસાહેબ અને બિલ્કીસ ઈધીની સાદગી અને પોતાપણાની લાગણીથી તેઓ બેહદ ઓળઘોળ થઈ ગયેલાં.

શશિ કહેવા લાગ્યાં કે જરૂરિયાતમંદ લોકો માટે ઈધીસાહેબની દરિયાદિલીનું એક કારણ તેમનું ગુજરાતીપણું હતું. તમે અમારા ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ જાવ, લોકો પોતાની આજુબાજુના અન્ય લોકોની મદદ કરશે, ઉપયોગી બનશે. ગુજરાતી લોકો દરિયાદિલ હોય છે. ઈધીસાહેબ 1928માં ગુજરાતમાં જ જન્મ્યા હતા. તેઓ જિંદગીમાં જે કંઈ પણ બન્યા તેનો શ્રેય તેમનાં માતાને જાય છે. તેઓ શાળાએ જતાં ત્યારે તેમનાં માતા તેમને રોજ બે પૈસા આપતાં, એક પૈસામાંથી તેમણે ચણા-ચાટ, આઈસક્રીમ વગેરે ખાતા અને બીજો પૈસો કોઈ ગરીબ, ભૂખ્યા કે ફકીરને આપી દેવાનો રહેતો.

ઈધીએ આ જ સંસ્કારનો વારસો જાળવ્યો. ભાગલા વખતે અન્ય લોકોની જેમ તેઓ પણ પાકિસ્તાન આવી ગયા. 19 વર્ષનો એક નિ:સહાય છોકરો, જેણે માતા ગુમાવી દીધાં હતાં. તે ફાટેલાં ચંપલ અને ગંદાં કપડાં પહેરીને ગલી ગલી ફરીને કાપડ વેચતો હતો કાં પછી કોઈ દુકાન પર કમિશન એજન્ટી કરતો. તે જે કંઈ કમાતો તેમાંથી ખપજોગું લઈને બાકીની રકમ આજુબાજુના જરૂરિયાતમંદોને વહેંચી દેતો. આ વાત તેને માતાએ શીખવી હતી.

1951માં મફતમાં ઈલાજ કરતું દવાખાનું ખોલ્યું અને જ્યારે વિદાય લીધી ત્યારે કલ્પનાય નહોતી કરી એવી લીલી વાડી છોડીને ગયા. 88 વર્ષની ઉંમરે ઈધીસાહેબે અલવિદા કહી દીધી. તેઓ એવા પહેલા નાગરિક હતા, જે કોઈ સરકારી હોદ્દે ન હોવા છતાં સરકારી માન-સન્માન સાથે અંતિમયાત્રા યોજવામાં આવી હતી. તેમનું પાર્થિવ શરીર તોપગાડી પર રાખીને કબ્રસ્તાન લઈ જવાયું, ગાર્ડ ઑફ ઓનર અને 21 તોપોની સલામી આપવામાં આવી. એક માનવતાભરી માતાના સંસ્કાર કહ્યાગરા સંતાનને ક્યાંથી ક્યાં લઈ ગયા!
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો