તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરાચીવાળાના મેયર કેવા હોય?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાં કરાચીમાં મેયરની ચૂંટણી યોજાઈ ત્યારે જમશેદ નોશેરવારજીને બહુ યાદ કર્યા. અમીર પારસી પિતાના સંતાન, જેમણે પોતાનું જીવન માનવસેવામાં ખર્ચી નાખેલું. 13 વર્ષની ઉંમરે તેમણે એક કસાઈને જોયો, જે એક ગાયને ઘસડીને કસાઈવાડે લઈ જતો હતો. જમશેદના હૃદય પર જાણે પથ્થર પડ્યો અને એ દિવસથી તેમણે માંસ ત્યજી દીધેલું.
કરાચીવાસીઓ આજેય ઇચ્છે છે કે તેમનો નવો મેયર જમશેદ જેવો જ હોય, જેમણે માત્ર એક જ વર્ષમાં કરાચીની સિકલ બદલી નાખી હતી

યુવાનીના દિવસોમાં તેમની મુલાકાત થિયોસોફિકલ સોસાયટીનાં એની બેસન્ટ સાથે થઈ અને જિંદગી બદલાઈ ગઈ. તેઓ માનવીય સેવાના રંગમાં રંગાઈ ગયા. સેવાનું ક્ષેત્ર તેમને રાજકારણમાં લઈ ગયું. રાજકારણ આજે પૈસા અને પ્રભાવનું ઠેકાણું બની ગયું છે, પરંતુ જમશેદ અને અન્યો માટે તે માત્ર પ્રાર્થના હતી.

જમશેદ 12 વર્ષ સુધી કરાચી મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ રહ્યા અને માત્ર એક વર્ષ માટે મેયર તરીકે ચૂંટાયા હતા. તેમણે આટલા ગાળામાં કરાચીની સિકલ બદલી નાખી હતી.

રાજકારણમાં તેઓ ગાંધીવાદી વિચારધારામાં માનતા હતા અને તેમને હિંસા જરાય સહેવાતી નહોતી. ભાગલા પહેલાં કરાચીમાં એક હડતાળ પડી. બ્રિટિશ પોલીસ હડતાળને નિષ્ફળ બનાવવા તલપાપડ હતી. પોલીસે એક બાળકની ધરપકડ કરી લીધી અને ટોળાને વિખેરવા માટે બંદૂકો તાકી રહી હતી ત્યારે જમશેદને એ ઘટનાની જાણ થઈ અને તે તાત્કાલિક ત્યાં પહોંચી ગયા અને લોકોનાં ટોળાં અને પોલીસ વચ્ચે જઈને ઊભા રહી ગયા ને તાડુક્યા કે પહેલાં મારા પર ગોળી ચલાવો. પોલીસની બંદૂકો નીચી થઈ ગઈ. બાળકને પાછું પિતાને સોંપી દેવાયું. ટોળું શાંતિથી વિખેરાઈ ગયું અને પોલીસે પણ ચાલતી પકડી.

1952માં જમશેદ નોશેરવાજી મહેતા પરલોક સિધાવ્યા. તેમના પછી કરાચીમાં 33 મેયર આવ્યા અને ગયા, પરંતુ આજે પણ લોકો જમશેદજીને જ યાદ કરે છે. તેમણે મહિલાઓ માટે મેટરનિટી હોમ, ગરીબ લોકો માટે મફત ડિસ્પેન્સરીઝ, શહેરીજનો માટે પાર્ક, પ્રાણીઓ માટે હવાડા અને હોસ્પિટલ બંધાવી હતી. ભાગલા પડ્યા પછી કરાચીમાં આવનારા શરણાર્થીઓ માટે તેમણે બહુ કામ કર્યું. કરાચીવાસીઓ આજેય ઇચ્છે છે કે તેમનો નવો મેયર જમશેદ નોશેરવાનજી જેવો જ હોય.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો