તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાથ માણવામાં અમને આનંદ આવતો નથી!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા પતિની બહારગામ બદલી થઈ છે. એમને જ્યાં રહેવાનું છે, ત્યાં કોઈ પ્રકારની સગવડ નથી. આથી મારા પતિ મને સાસુ-સસરા સાથે રહેવાનું કહે છે. જ્યારે મને થાય છે કે હું સાથે હોઉં તો એમને થોડી રાહત રહે. મારે સાથે રહેવા માટે એમને કેવી રીતે સમજાવવા? - રશ્મિ કશ્યપ, અમદાવાદ ઉત્તર : તમારા પતિને સમજાવો કે તેઓ એકલા આ રીતે હેરાન થાય તેના બદલે જો તમે સાથે રહેતાં હો તેમની કાળજી રાખી શકો. સાસુ-સસરા તો પોતાની રીતે પોતાની સંભાળ રાખી શકશે. તમે જો થોડા દિવસ પતિ સાથે રહો તો પતિને ઘર વ્યવસ્થિત કરી આપી અને પછી જરૂર જણાય તો પાછાં સાસુ-સસરા સાથે રહેવા આવી શકો છો. આમ, બંને પરિવાર સચવાશે અને તમને પતિ સાથે રહેવા મળશે.  પ્રશ્ન : મારાં લગ્ન થયાં ત્યારથી અમે અનેક પ્રયત્નો કર્યા છતાં સાથ માણવાનો સંપૂર્ણ આનંદ માણી નથી શક્યાં. અમારાં લગ્નને એક વર્ષ થવા આવ્યું છે. અમે જ્યારે પણ વધારે પ્રયત્ન કરીએ છીએ ત્યારે મને ખૂબ જ તકલીફ પડે છે. અમારે શું કરવું? - જાગૃતિ મહેતા, રાજકોટ ઉત્તર : લાગે છે કે તમે બંને સાથ માણવા પૂર્વેની ક્રીડાથી અજાણ છો. સાથ માણવાની શરૂઆત કરતા પહેલાં એકબીજાને આલિંગન, સ્પર્શ કે ચુંબન વગેરે કરવાથી એકબીજાની ઇચ્છા જાગૃત કરવાની સાથે ઉત્તેજના પણ અનુભવી શકાય છે. તમે હવે જ્યારે સાથ માણો ત્યારે આ રીતે પહેલાં એકબીજાને શારીરિક તેમજ માનસિક રીતે તૈયાર કર્યા બાદ સંબંધ બાંધશો તો તમને તકલીફ નહીં પડે અને તમે બંને સહજીવનનો સંપૂર્ણ આનંદ માણી શકશો.  પ્રશ્ન : હું જ્યાં જોબ કરું છું ત્યાં એક યુવાન મને ગમે છે. મેં એને મારી લાગણી વિશે જણાવવાનો અનેક વાર પ્રયત્ન કર્યો, પરંતુ એ કોઈ રીતનો પ્રતિભાવ નથી આપતો. મને કેવી રીતે ખ્યાલ આવે કે એને મારા પ્રત્યે લાગણી છે કે નહીં? - કોમલ શાહ, નવસારી  ઉત્તર : તમે તમારા કોઈ સહકાર્યકર દ્વારા તમારી વાત એ યુવાન સુધી પહોંચાડી શકો અને જો ઓફિસમાં કોઈને જાણ થાય એવું ન ઇચ્છતાં હો તો આજકાલની ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકો છો. તમે મોબાઇલથી એસએમએસ અથવા તો ઈ-મેઇલ મોકલીને પણ તમારી લાગણી વ્યક્ત કરી એનો પ્રતિભાવ મેળવી શકો છો.  પ્રશ્ન : મારા પતિ લગ્ન પહેલાં એક યુવતીને પ્રેમ કરતા હતા. એની સાથે કોઈ કારણસર લગ્ન ન થઈ શક્યાં અને હવે અમારાં લગ્નને એક વર્ષ થઈ ગયું હોવા છતાં એ એમની પ્રેમિકાને મળે છે. મને પણ એટલો જ પ્રેમ કરે છે અને માન આપે છે, પરંતુ પ્રેમિકા સાથે એમનો સંબંધ યથાવત્ છે. મારે શું કરવું? - જીગીષા શાહ, અમદાવાદ ઉત્તર : તમારા પતિ તમને પ્રેમ અને માન આપે છે, એનો અર્થ એ કે એ તમને ચાહે છે. પત્ની તરીકે તમે એમની પ્રથમ પસંદ છો. એ કદાચ હજી એમની પ્રેમિકાની મોહજાળમાંથી મુક્ત નહીં થઈ શક્યા હોય. તમે એમને શાંતિથી સમજાવો અને કહો કે પત્ની તરીકે તમારો અધિકાર છે કે પરસ્ત્રી સાથે તમારા પતિ સંબંધ રાખે એ તમને પસંદ નથી.  પ્રશ્ન : મારાં નણંદને મારા મામાનો દીકરો ખૂબ જ પસંદ છે, પરંતુ મારા મામાના દીકરાનો સ્વભાવ ખૂબ શાંત છે અને મારાં નણંદનો સ્વભાવ ઉગ્ર છે. આ કારણસર હું નથી ઇચ્છતી કે મારા મામાના દીકરાનું જીવન વિના કારણે ખરાબ થાય. મારે એમને કેવી રીતે સમજાવવાં?- રીમા પટેલ, સુરત  ઉત્તર : તમારા વિચારો યોગ્ય છે, કેમ કે તમે તમારા ભાઈના સ્વભાવથી અને નણંદના સ્વભાવથી પરિચિત હો તેટલી બીજા કોઈને જાણ ન હોય. તમારા ભાઈને સમજાવો કે જો તમારા સાસરિયાંમાંથી કોઈ આ વાત રજૂ કરે તો ના કહી દે. બને તો નણંદનાં લગ્ન વહેલી તકે અન્ય કોઈ પાત્ર સાથે થઈ જાય એવો પ્રયત્ન કરો. 

અન્ય સમાચારો પણ છે...