શક્તિપૂજાનું પર્વ નવરાત્રિ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસારરૂપી મહાસાગરને તરી પાર ઊતરવાને માટે આ નવરાત્રિ વિધિવિધાન સાચે જ એક સફળ નૌકા સમાન છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં શક્તિ ઉપાસના માટે આસો નવરાત્રિનું મહત્વ અધિક ફળદાયી મનાયું છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ નવલા દિવસોમાં ભારતભરના અને દેશ-વિદેશમાં વસતા પ્રત્યેક ભારતીય દેવી ઉપાસક-પરિવારોમાં ભક્તિ-શ્રદ્ધાપૂર્વક ઘટ સ્થાપન સહિત માતાજીની પૂજા-આરાધના-સાધના થશે, પ્રાત: અને સાયંકાલિન આરતી થશે. મંગળગીતો અને ગરબા ગવાશે અને સૌ ભક્તજનો આ મંગલમય, મંગલકારી અને ધર્મોલ્લાસના નવરંગોથી મઢેલા ભક્તિ અને શક્તિના સમન્વયરૂપ અનેરા-અનોખા મહોત્સવમાં મહાલશે અને મન મૂકીને માણશે. નવરાત્રિ એટલે મા જગદંબાની આરાધનાનું મંગલમય પર્વ. શક્તિપૂજા એ આપણી સંસ્કૃતિની આગવી અને ઉજજવળ પરંપરા છે. નવરાત્રિના નવલા પર્વમાં શક્તિસ્વરૂપ મા જગદંબા પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ધરાવનાર ભાવિક નર-નારીઓ નવરાત્રિ વિધિ, શક્તિની આરાધના કે ઉપાસના કરે છે. આ વ્રત પાછળનો હેતુ રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરવાનો કે, પોતાની મનોકામનાઓ પરિપૂર્ણ કરવાનો હોય છે. સંસારરૂપી મહાસાગરને તરી પાર ઊતરવાને માટે આ નવરાત્રિ વિધિવિધાન સાચે જ એક સફળ નૌકા સમાન છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં શક્તિ ઉપાસના માટે આસો નવરાત્રિનું મહત્વ અધિક ફળદાયી મનાયું છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ નવલા દિવસોમાં ભારતભરના અને દેશ-વિદેશમાં વસતા પ્રત્યેક ભારતીય દેવી ઉપાસક-પરિવારોમાં ભક્તિ-શ્રદ્ધાપૂર્વક ઘટ સ્થાપન સહિત માતાજીની પૂજા-આરાધના-સાધના થશે, પ્રાત: અને સાયંકાલિન આરતી થશે. મંગળગીતો અને ગરબા ગવાશે અને સૌ ભક્તજનો આ મંગલમય, મંગલકારી અને ધર્મોલ્લાસના નવરંગોથી મઢેલા ભક્તિ અને શક્તિના સમન્વયરૂપ અનેરા-અનોખા મહોત્સવમાં મહાલશે અને મન મૂકીને માણશે. આસો સુદ એકમના દિવસે શુભમુહૂર્તમાં મા જગદંબાની મંગલકારી મૂર્તિનું (કોઇ પણ સ્વરૂપે) ભાવિક ભક્તજનોને ત્યાં ઘટસહિત સ્થાપન કરવા-કરાવવામાં આવે છે. અખંડ ધૂપ-દીપ સમિન્વત પંચોપચાર, ષોડશોપચાર, કે રાજોપચાર પૂજન અને ચંડીપાઠ-પઠન સહિત પ્રત્યેક રાત્રિએ શેરીઓમાં, પાર્ટીપ્લોટ્સમાં મનોરંજક રાસ-ગરબાનું વિવિધ મંડળો દ્વારા ધમાકેદાર સુઆયોજન કરાય છે. જે આબાલવૃદ્ધ સૌ કોઇ માટે મનહર બની રહે છે. દેવોની આરાધનાથી અને સંકલ્પબળના પ્રભાવથી પ્રગટેલાં માની આરાધનાનાં મુખ્યત્વે ત્રણ સ્વરૂપો છે. (૧) મહાકાલી, (૨) મહાલક્ષ્મી અને (૩) મહાસરસ્વતી. તે ઉપરાંત જગતમાં અન્ય માતૃકાઓનો પણ ઉદ્ભવ થયો તેના મહાત્મ્યના સારરૂપ ચંડીપાઠ જે ‘સપ્તશતી’ નામે ઓળખાય છે, તે સાતસો શ્લોકોનો સમૂહ છે. તેનું રસપાન માના સાંનિધ્યની ઝાંખી કરાવી જાય છે. મહર્ષિ ભૃગુએ પણ સપ્તશતી ચંડીપાઠનું સ્થાન પર વિધાન કર્યું છે. મા દુગૉનાં સ્વરૂપોનો મહિમા: નવરાત્રિ પયઁત મા જગદંબાનાં વિવિધ સ્વરૂપો પૈકી કોઇ એક સ્વરૂપની ઉપાસના કરી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. એનાં ઘણાં ર્દષ્ટાંતો ઈતિહાસમાં પણ જોવા મળે છે. નવરાત્રિ ઉપાસના માટે મા દુગૉનાં નવસ્વરૂપો પણ નવદુગૉ તરીકે જાણીતાં છે. જેને માટે ‘દેવી કવચ’માં કહેવાયું છે: રાજરાજેશ્વરી મા જગદંબાના નવરાત્રિ પયઁતના પૂજન, અર્ચન, આરાધના અને સાધનામાં ઉક્ત નવ સ્વરૂપોનો મહિમા શાસ્ત્ર સૂચિત ગણાય છે. મૂળભૂત રીતે શક્તિ તત્વ એક જ છે. સ્વરૂપ ભિન્ન ભિન્ન હોઇ શકે. આ જ તત્વ ઉપાસક માટે, સાધક માટે કોઇ પણ સ્વરૂપે શ્રદ્ધાનું કેન્દ્ર બની રહે તે જરૂરી છે. સાચા અંત: કરણથી, મન-તનની શુદ્ધત્વથી પૂજન-અર્ચન, આરાધના-સાધના કરીએ તો મા જગદંબાની મંગલમય અને મંગલકારી મૂર્તિનું સ્થાપન હૃદયમંદિરમાં અવશ્ય થઇ શકે અને તે થકી સાધકની નવરાત્રિ ઉપાસના અવશ્ય ફળદાયી બની શકે. મા દુગૉમ્બાનાં નવ સ્વરૂપોની ઝાંખી શૈલપુત્રી મા દુગૉમ્બાનું પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી તરીકે ઓળખાય છે, જે ગિરિરાજ હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ. જેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ તેમના મસ્તક પર ચંદ્ર ર્દશ્યમાન છે. તેમનું વાહન વૃષભ છે. નવરાત્રિના પ્રથમ દિવસે આ શક્તિ સ્વરૂપનું પૂજન-અર્ચન થઇ શકે છે. ઉપાસના મંત્રો - ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુક્તિ, મુક્તિ દાયિની, શૈલપુત્રીં નમામ્યહમ્ - ‘ઓમ્ હીઁ, શ્રી કલીઁ શૈલપુત્રયૈ નમ: બ્રહ્નચારિણી માનું બીજું સ્વરૂપ બ્રહ્નચારિણી માતાનું છે. સચ્ચિદાનંદમય બ્રહ્નસ્વરૂપની પ્રાપ્તિ કરાવવી એ એમનો સ્વભાવ છે. તેઓ ગૌરવપૂર્ણ ધરાવનાર અને પૂર્ણ જ્યોતિર્મય છે. જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલ છે. નવરાત્રિના બીજા દિવસે આ શક્તિ સ્વરૂપનું પૂજન-અર્ચન સાધના થઇ શકે છે. ઉપાસના મંત્રો: - શંકરપ્રિયા ત્વં હિ, ભુક્તિ-મુક્તિ દાયિની, શાંતિદા-માનદા, બ્રહ્નચારિણી પ્રણમામ્યહમ્. - ‘ઓમ્ ર્હીં, ર્શ્રીં કલીઁ, બ્રહ્નચારિણ્યૈ નમ:’ ચંદ્રઘંટા માનું ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાનું છે. જેની ઘંટામાં આહ્લાદકારી ચંદ્ર છે. વર્ણ સુવર્ણ જેવો ચમકદાર છે. તેમને દશ ભુજાઓ છે. જેમાં ખડગ, બાણ આદિ શસ્ત્રો છે. નવરાત્રિના ત્રીજા દિવસે આ દુગૉમ્બાનું પૂજન-અર્ચન સાધના થઇ શકે છે. ઉપાસના મંત્રો: - નાના રૂપ ધારિણી, ઇચ્છામયી ઐશ્વર્યદાયિનીમ્ સૌભાગ્યારોગ્ય દાયિની, ચન્દ્રઘન્ટે પ્રણમામ્યહમ્ - ‘ઓમ્ ઐઁ ર્હીં, ચંદ્રઘન્ટે હૂં ફટ્ સ્વાહા.’ કૂષ્માંડા કુત્સિત ઉષ્મા, કૂષ્મા-ત્રિવિધ તાપયુક્ત એવાં દુગૉમાતાનું ચોથું સ્વરૂપ કૂષ્માંડા માતાનું છે. જેમને અષ્ટભુજાઓ છે જેમાં તેમણે અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃતમય કળશ, ચક્ર અને ગદા ધારણ કરેલાં છે. વાઘ પર બિરાજમાન છે. ચતુર્થ દિને તેમનું પૂજન-અર્ચન અને સાધના થઇ શકે છે. ઉપાસના મંત્રો: - ત્રૈલોક્ય સુંદરી ત્વં હિ, દુ:ખ શોક નિવારિણીમ્ પરમાનન્દમયી, કૂષ્માંડે, પ્રણમામ્યહમ્ - ‘ઓમ્ કૂં કૂષ્માંડે મમ્ ધન-ધાન્ય, પુત્ર દેહિ દેહિ સ્વાહા’ સ્કંદમાતા મા ભગવતીનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતાનું છે. ત્રિનેત્રી અને ચાર ભુજા ધરાવનાર મા સિંહ પર સવાર છે. પાંચમા દિને તેમનું પૂજન-અર્ચન-સાધના થઇ શકે છે. પુત્ર-પ્રાપ્તિ માટે માની ઉપાસના વિશેષ ફળદાયી છે. ઉપાસના મંત્રો - શાંતિં કુરૂ સ્કંદમાતે, સર્વ સિદ્ધિપ્રદાયક ભુક્તિ-મુક્તિદાયક દેવી નમસ્તે નમસ્તે સ્વાહા - ‘ઓમ્ ઐઁ કર્લીં, ર્હીં, સ્કંદમાતે હૂં હૂં ફટ્ સ્વાહા’, - ‘ર્હીં ઐઁ, કર્લીં સ્કંદમાતે મમ પુત્રં દેહિ સ્વાહા’ કાત્યાયની દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં પ્રકટ થઇ મા સ્વયં કાત્યાયનીના દીકરી તરીકે પ્રસ્થાપિત રહ્યાં. માનું આ છટ્ટું સ્વરૂપ અતિ ભવ્ય અને દિવ્ય છે. માનું વાહન સિંહ છે. છઠ્ઠા દિવસે તેમની આરાધના કરવાથી રોગ, શોક, ભય, સંતાપ સઘળું નષ્ટ થાય છે. ઉપાસના મંત્રો - વિશ્વકર્ત્રીં, વિશ્વભર્ત્રીં, વિશ્વહર્ત્રીં, વિશ્વપ્રીતા વિશ્વાર્ચિતા, વિશ્વાતીતા, કાત્યાયન સૂતે નમોસ્તુતે - ‘ઓમ્ કાં કાં કાત્યાયની સ્વાહા’ કાલરાત્રિ માનું સાતમું સ્વરૂપ કાલરાત્રિ માતાનું છે. મા કૃષ્ણ વર્ણનાં છે. ત્રણ નેત્રો છે. ગળામાં અલૌકિક માળા ધારણ કરેલી છે. શ્વાસોચ્છ્વાસમાં અગ્નિ જવાળાઓ પ્રકટે છે. ગદર્ભ પર બિરાજિત છે. સાતમા દિવસે માનું પૂજન-અર્ચન-સાધના કરવાથી ભૂત-પ્રેતાદિથી તથા જળથી રક્ષણ થાય છે. ઉપાસના મંત્રો - ‘કામિસ્વરૂપિણી ત્વંહિ, શત્રુસંધ વિદારિણીમ્, ધમૉર્થ કામદાયિનીમ્, કાલરાત્રિં પ્રણમામ્યહમ્ - ‘ઓમ્ કર્લીં કાલરાત્રિં ક્ષૌં, ક્ષૌં મમ સુખ-શાંતિ દેહિ, દેહિ સ્વાહા’ મહાગૌરી માનું આ આઠમું સ્વરૂપ ગૌરવર્ણ છે. વસ્ત્ર, આભૂષણ આદિ શ્વેત છે. સૌમ્ય સ્વરૂપે વૃષભ પર બિરાજિત છે. ચાર ભુજાઓમાં માએ અભયમુદ્રા, ત્રિશૂળ, ડમરુ અને ચોથામાં વરમુદ્રા ધારણ કરેલ છે. આઠમા દિવસે આ સ્વરૂપની આરાધના કરવાથી સઘળાં સંતાપોનું અને પાપોનું શમન થાય છે. ઉપાસના મંત્રો - શાંતિ કુરુ મહાગૌરી સર્વ સિદ્ધિ પ્રદાયક ભુક્તિ, મુક્તિ, દાયક દેવી, નમસ્તે, નમસ્તે સ્વાહા - ‘ઓમ્ કર્લીં,હૂઁ, મહાગૌર્યે ક્ષૌં,  ક્ષૌં, મમ સુખ-શાંતિ કુરુ કુરુ સ્વાહા’ સિદ્ધિદાત્રી માનું નવમું સ્વરૂપ સિદ્ધિ અને મોક્ષ આપનારું હોવાથી ‘સિદ્ધિદાત્રી’ તરીકે ઓળખાય છે. મા કમળના આસન પર બિરાજિત છે. નવરાત્રિના નવમા દિવસે-અંતે આ સ્વરૂપની આરાધના કરનારને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ઉપાસના મંત્રો - શાંતિ કુરુ સિદ્ધિદાત્રી, સર્વ સિદ્ધિ પ્રદાયક, ભુક્તિ-મુક્તિ દાયક દેવી, નમસ્તે નમસ્તે સ્વાહા - ‘ઓમ્ ઐઁ, હ્રીઁ, સિદ્ધિદાત્રયૈ મમ્ સુખ-શાંતિ દેહિ દેહિ સ્વાહા’. નવરાત્રિ, અનિલ કે. ભટ્ટ