તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આધુનિક નારી: કાયદાના રક્ષણ હેઠળ સલામત બની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતની સ્ત્રી દેશની સ્વાધીનતા સાથે નહીં, પણ ક્રમશ: વિકસતા કાયદા સાથે સ્વાધીન થતી ગઈ છે એમ કહેશું તો અતિશયોક્તિ નથી. બહુ નજીકના ભૂતકાળમાં ડોકિયું કરીએ તો સીતા- સાવિત્રીને રોલમોડલ માનતી ભારતીય સ્ત્રી ઘણાં ખરા અંશે એમાંથી બહાર આવી છે. આનું બહુ જ મજબૂત કારણ શિક્ષણ અને કાયદાકીય સુધારામાં પડેલું છે. સ્વતંત્રતા સાથે જ સ્ત્રીઓનો બહોળો વર્ગ સ્વતંત્ર નથી થયો, પણ ક્રમશ: કાયદાથી રક્ષણ મળતું ગયું અને સ્ત્રીજીવન સુરક્ષિત થતું ગયું. આજે આ ખાસ દિવસે સ્ત્રીના પાયાના કાયદા જોઈએ,

સ્વતંત્રતા સાથે જ સ્ત્રીઓનો બહોળો વર્ગ સ્વતંત્ર નથી થયો, પણ ક્રમશ: કાયદાથી રક્ષણ મળતું ગયું અને સ્ત્રીજીવન સુરક્ષિત થતું ગયું. સ્ત્રીને સુરક્ષિત કરતા કાયદા અંગે જાણીએ

* સમાન હક અને તક: રાઇટ ઓફ રેમ્યુનરેશન એક્ટ દ્વારા કામનું સમાન વળતર મેળવવાનો હક છે. આમાં સ્ત્રી-પુરુષના કામનું વળતર પગારના રૂપમાં સમાનતાના ધોરણે જ નક્કી કરવાનું રહે છે.

* કામના સ્થળે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વિરુદ્ધ રક્ષણ આપતો કાયદો: આ કાયદા હેઠળ જે તે કામના સ્થળે એક સુરક્ષા સમિતિની રચના કરવી ફરજિયાત હોય છે અને એ સુરક્ષા સમિતિ ફરિયાદીની ફરિયાદ અંગે તપાસ કરવાની ન્યાયિક સત્તા હોય છે.

* પ્રાઇવસીનો હક : કોઈ પણ સ્ત્રી બળાત્કાર કે અન્ય નાજુક બાબતે તેની અંગતતા જાળવવા કેસ કાર્યવાહી દરમિયાન પોતાનું સ્ટેટમેન્ટ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ રૂબરૂ અથવા સ્ત્રી ઓફિસર સમક્ષ ઇન કેમેરા આપી શકે.

* ઘરેલુ હિંસા સામે રક્ષણ મેળવવાનો હક : આ કાયદો બહુ જ વિશાળ ફલક ધરાવે છે. ઘરેલુ હિંસામાં માત્ર શારીરિક નહીં પણ શાબ્દિક હિંસા પણ યોગ્ય ઠેરવવામાં આવી છે. આ કાયદાના વિવિધ મુદ્દા પર અહીં લખ્યું છે. હજુ આ અંગેની જાણકારી મેળવતા રહીશું.

* પ્રસૂતા સ્ત્રીને મળતા લાભ અંગેનો કાયદો: આ માત્ર નૈતિક લાભ નથી, પણ કોઈ પણ વર્કિંગ વુમનનો હક્ક છે. આ જોગવાઈ દ્વારા પ્રસૂતા સ્ત્રીને પ્રસૂતિ પછીના 12 સપ્તાહનો સમય મળે છે અને ત્યાર બાદ ફરી કામે ચડવાનો હક સુરક્ષિત કરાયો છે.

* ગર્ભ પરીક્ષણના વિરોધનો હક : આ અંગે ગર્ભ પરીક્ષણ કાનૂન છે જ. જીવનના હકનો નાશ ન કરી શકાય કાયદા દ્વારા ભ્રૂણ રક્ષાની જોગવાઈ છે.

* કાનૂની સહાય મેળવવાનો હક : કલ્યાણ રાજ્યના બંધારણીય ભાવને અનુલક્ષીને કોઈ પણ બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી સહિત કોઈ પણ કાનૂની કાર્યવાહી માટે મફત કાનૂની સહાય મળી શકે છે. આ અંગે જે તે અધિકારીની ફરજ છે કે, આ અંગે ભોગ બનનાર સ્ત્રીને માહિતી આપે.

* કસ્ટડી અંગે : કોઈ પણ સ્ત્રીની સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં ધરપકડ કરી તપાસ અંગે લઈ જઈ ન શકાય. સ્પેશિયલ સંજોગોમાં આ અંગે ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટની પરમિશન લેવી પડે.

* સ્ત્રીની ડિગ્નિટી અને ડિસન્સી જાળવવા અંગેનો હક: કોઈ કાર્યવાહીના સંદર્ભે મેડિકલ તપાસ માટે બીજી સ્ત્રીની હાજરીમાં જ તપાસ કરવી જરૂરી બને છે.

* સ્ત્રીના મિલકતના હક: હિન્દુ લો હેઠળ સ્ત્રીને પુરુષની બરાબર મિલકતમાં હકદાર ગણાવાઈ છે. આ તમામ કાયદાઓની વિગતે વાત કરતા રહીશું. મહત્ત્વની વાત એ છે કે, કાયદાની જાણકારી અને એનો હિંમતપૂર્વક છતાં પ્રામાણિકતાપૂર્વકના ઉપયોગ સાથે આજના દિનની શુભકામના.
pratibhathakker@yahoo.com
આગળની સ્લાઇડમાં વાંચો... અરુણિમાની સાહસિકતાને સલામ!
અન્ય સમાચારો પણ છે...