તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેડિકલનું ભણતાં ભણતાં બની મિસ વર્લ્ડ માનુષી છિલ્લર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વની સૌંદર્યસમ્રાજ્ઞી બનીને લાઇમલાઇટમાં આવનારી માનુષી છિલ્લરે દેશવાસીઓનાં દિલ જીતી લીધાં છે. ચીનનાં સનાયામાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં 118 સુંદરીઓને હરાવીને માનુષીના માથે મિસ વર્લ્ડ 2017નો તાજ મુકાયો ત્યારથી તેના પર અભિનંદન-વર્ષા થઇ રહી છે. 20 વર્ષની માનુષી છિલ્લર 67મી મિસ વર્લ્ડ બની છે. 5.9 ફીટ હાઇટ ધરાવતી માનુષી મેડિકલની વિદ્યાર્થીની છે. તે ભવિષ્યમાં કાર્ડિયાક સર્જન બનીને ગામડામાં દવાખાનું ખોલવા ઇચ્છે છે.


હરિયાણાના સોનીપતમાં 14 મે, 1997ના રોજ માનુષીનો જન્મ થયો. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી માનસીએ કૂચીપુડી નૃત્યની તાલીમ લીધી છે. તેને પેરાગ્લાઇડિંગ, બંજી જંપિંગ અને સ્કૂબા ડાઇવિંગનો પણ શોખ છે. નવરાશના સમયે સ્કેચિંગ અને પેઇન્ટિંગ ઉપરાંત ઘોડેસવારી પણ કરે છે. તેના પિતા ડો. મિત્રા બાસુ છિલ્લર સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનમાં વિજ્ઞાની છે. જ્યારે માતા નીલમ છિલ્લર એસોસિએટ પ્રોફેસર છે. 


એક ઇન્ટરવ્યૂમાં માનુષીએ કહ્યું, ‘મિસ વર્લ્ડ બનવું એ મારું બાળપણનું સપનું હતું, પણ મારાં માતા-પિતા ડોક્ટર હોવાથી તેમનું કામ જોઈને હું પણ ડોક્ટર બનવા ઇચ્છતી હતી, પરંતુ મિસ વર્લ્ડ બનવાનું સપનું પણ મનમાં સળવળતું હતું. હું મેડિકલના અભ્યાસમાં વ્યસ્ત થવાની સાથે મિસ ઇન્ડિયા કોમ્પિટિશન પણ જીતી.’


લાઇફસ્ટાઇલ, લુક્સ, બોડી લેંગ્વેજ અને ડોક્ટરીના અભ્યાસ અને ક્લાસીસની વચ્ચે માનુષીએ મિસ વર્લ્ડના કપરાં ચઢાણ ચડવાનાં હતાં. આ સ્પર્ધા જીતવા માટે માનુષીએ ડિસિપ્લિન્ડ લાઇફ બનાવી. મિસ વર્લ્ડની તૈયારી વિશે તે કહે છે, ‘મેં અહીં સુધી પહોંચવામાં ખૂબ મહેનત કરી છે. મને સ્વીટ ખૂબ ભાવે છે. ખાસ તો લાડુ મને પ્રિય છે, જે ખાવા માટે મને ના કહેેવામાં આવી હતી. કોમ્પિટિશન જીતવા મેં રાત-દિવસ એક કરી દીધાં હતાં. હું બાળપણથી જ મિસ વર્લ્ડના શોઝ જોતી અને તેમને ઓનલાઇન ફોલો કરતી હતી. આ ગ્લેમરની સાથે તમારી આંતરિક સુંદરતા પણ દર્શાવે છે.’ 


માનુષી ભારતની પહેલી મિસ વર્લ્ડ રીટા ફારિયાને આદર્શ માને છે. એણે મહિલાઓના પિરિયડ્સ દરમિયાન હાઇજીન સંબંધિત કેમ્પેઇનમાં મહિલાઓને જાગૃત કરવાનું કામ કર્યું છે. માનુષી કહે છે, ‘પહેલાં મિસ ઇન્ડિયા અને પછી મિસ વર્લ્ડની સફર મારા માટે રોમાંચક રહી. મને ચાર મહિનામાં અલગ-અલગ ક્ષેત્રના દિગ્ગજ લોકોને મળવાની તક મળી.’ 67મી મિસ વર્લ્ડ બન્યા પહેલાં માનુષી ભારતની 54મી ‘મિસ ઇન્ડિયા’, ‘પ્રિયદર્શની ચેટર્જી’ અને ‘મિસ હરિયાણા’ પણ બની છે. તેણે મિસ ફોટોજનિક અેવોર્ડ પણ પોતાના નામે કર્યો છે. અનેક સકારાત્મક ભૂમિકા સાથે સંકળાયેલી આ વિશ્વસુંદરીને અનેક અભિનંદન.

 

અન્ય સમાચારો પણ છે...