તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમ ક્યારે કરવો જોઈએ? લગ્ન પહેલાં કે લગ્ન પછી?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેમ ક્યારે કરવો જોઈએ? લગ્ન પહેલાં કે લગ્ન પછી?
-સવાલ: બે હજારની નોટ બંધ થવાની છે?
- સંજય રાવળ, (ખંભાત)
જવાબ: અલ્યા સરખી ચાલુ તો થવા દો.

-સવાલ: મારી પડોશણ એના પતિને રોજે ફટકારે છે. તો એ બિચારાને કેવી રીતે બચાવું? 
- શ્વેતા સોમેશ્વર, (અંજાર)
જવાબ: મેનકાબહેન ગાંધીને કહો. એ અબોલ પશુઓ માટે ઘણું કામ કરે છે.

સવાલ: પ્રેમરોગ થયો છે એની ખબર કઈ રીતે પડે?
- નરેન્દ્ર પ્રજાપતિ, (આદિપુર)
જવાબ: એમઆરઆઈ-સીટી સ્કેન કરાવવાં પડે.

સવાલ: હું કોણ છું?
- દરજી જગદીશ, (વાંકાનેર)
જવાબ: તમારું આધાર કાર્ડ ચેક કરી લો.

સવાલ: નરેન્દ્ર (મોદી), અમરેન્દ્ર (બાહુબલી) અને મહેન્દ્ર (ધોની) આ ત્રણેયમાં શું ફેર?
- કલ્પેશ શાહ, (રાજકોટ)
જવાબ: દાઢીનો. ઘોળી દાઢી, આછી દાઢી, વગર દાઢી.

સવાલ: સ્ત્રીઓ સિરિયલ કેમ વધારે જુએ છે?
- જયદીપ સુથાર, (અમદાવાદ)
જવાબ: દાગીના અને ડ્રેસીસની નવી ફેશન ચેક કરવા.

સવાલ: લોકો ફેસબુક પર ચેટિંગ કેમ કર્યા કરે છે?
- ઝાકિર ગમેટી, (રાજકોટ)
જવાબ: ડેટિંગનું સેટિંગ કરવા.

સવાલ: પાણીની ટાંકી અને પેટ્રોલની ટાંકીમાં શું ફરક છે?
- સાગર ચૌચેટા, (આદિપુર)
જવાબ: પહેલીમાં નવાય બીજી નવરાવી નાખે.

સવાલ: એવી કઈ વસ્તુ છે જેને દાંત છે, પણ ખાઈ નથી શકતી?
- જી. ચુડાસમા, (બગસરા)
જવાબ: દાંતિયો.

સવાલ: પ્રેમ ક્યારે કરવો જોઈએ? લગ્ન પહેલાં કે લગ્ન પછી?
- પ્રીતેશ બોપલિયા, (મોરબી)
જવાબ: બબાલ ન થવાની હોય તો ગમે ત્યારે કરાય.

સવાલ: તમે કોમેડી જવાબ જ કેમ આપો છો?
- મુનાફ ભોરણિયા, (વાંકાનેર)
જવાબ: ટ્રેજડી જવાબ આપું તો મને ગેસ થઈ જાય છે.

સવાલ: તમને કંટાળો આવે ત્યારે શું કરો છો?
- જાહ્નવી ગોહિલ, (પાલિતાણા)
જવાબ: સવાલો પૂછવા માંડું છું.

સવાલ: ગધેડાને કેમ ચાર પગ હોય છે?
- પ્રથમ માલવિયા, (અમદાવાદ)
જવાબ: ઘણા ગધેડાં બે પગવાળાં પણ હોય છે.

સવાલ: મેં દાઢી-મૂછ વધારી તો બધા મને ‘કેમ વધારી?’ એવું પૂછે છે. શું જવાબ આપું
.- હર્ષલ બ્રહ્મભટ્ટ, (નિકોલ)
જવાબ: આચાર્ય રજનીશને કોઈએ પૂછેલું કે, ‘તમે દાઢી-મૂછ કેમ વધારો છો?’ તો એમણે જવાબ આપેલો, ‘હું વધારતો નથી. તમે કાપો છો.’

સવાલ: GSTનું ફુલ ફોર્મ કહો.
- ઘનશ્યામ બોરીકર, (અ’વાદ)
જવાબ: ગાલ સૂજશે તમારા.

સવાલ: કેસર કેરીમાં કેસર કેમ નથી હોતું?
- ઝરણા શાહ, (અમદાવાદ)
જવાબ: મૈસૂર મસાલા ઢોંસામાં મૈસૂર પણ ક્યાં હોય છે.

સવાલ: મનગમતું કરવાનો સમય ન મળતો હોય તો?
- હેમાક્ષી રાવલ, (અમદાવાદ)
જવાબ: જે કરતાં હોવ અેને મનગમતું કરો.

સવાલ: ‘કોંગ્રેસ આવે છે’ એટલે?.
- મહેશ નાયક, (હાંસાપોર, નવસારી)
જવાબ: કોંગ્રેસ કબૂલે છે કે અમે ‘ગયેલા’ છીએ.

સવાલ: ગુજરાતીઓ કેમ પૈસા ખાય છે?
- આલાપ તન્ના, (હૈદરાબાદ)
જવાબ: એમને એ ‘પચે’ છે એટલે.

સવાલ: કાગડો દહીંથરું લઈ જાય તો કાગડી શું લઈ જાય?
- દેવયાની દવે, (મુંબઈ)
જવાબ: ગાંઠિયો (શોભાનો).
અન્ય સમાચારો પણ છે...