નિકટ જતાં ગભરાઇ જાય છે પત્ની

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રશ્ન :હું જ્યારે પણ મારી પત્નીની નિકટ જવાનો પ્રયત્ન કરું, ત્યારે એ એકદમ ગભરાઇ જાય છે અને એનું શરીર સંકોચી લે છે. આવું કેમ બનતું હશે? અમારા લગ્નને છ મહિના જ થયાં છે. ઉત્તર :તમે કદાચ સમાગમ પૂર્વેની ક્રીડા માટે સમય ઓછો ફાળવ્યો હોવો જોઇએ. સ્ત્રીઓ અંતરંગ પળ માણવા માટે તરત તૈયાર થઇ શકતી નથી. તેમને તૈયાર કરવી પડે છે, અન્યથા દુખાવો કે ક્યારેક રક્તસ્રાવની સમસ્યા થઇ શકે છે. તમારાં પત્ની સાથે આવું બન્યું હોય તો પહેલાં થોડો સમય ફાળવી એમને તૈયાર કરો. પ્રશ્ન :મારી સમસ્યા એ છે કે હું જ્યારે પણ ઉત્તેજના અનુભવું ત્યારે મારા પતિ શાંત થઇ ગયાં હોય છે. આ કારણસર મને કાયમ અધૂરી રહી ગયાની લાગણી થાય છે. મારે એમને આ વાત કેવી રીતે જણાવવી? ઉત્તર :તમે જે રીતે પ્રશ્ન કર્યો છે એ જ રીતે તમારા પતિને પણ આ બાબતે શાંતિથી વાત કરો. તેમને જણાવો કે તમે ક્યારે ઉત્તેજિત થાવ છો અને કઇ ક્રિયાથી તમને વધારે ઉત્તેજના થાય છે. એ રીતે વર્તવાથી તમને બંનેને સંતોષનો અનુભવ થઇ શકશે. પ્રશ્ન :મારે બે દીકરીઓ છે. મારાં સાસુ મને વારંવાર દીકરાને જન્મ આપવા માટે જણાવે છે. મારા પતિ મને સાથ આપે છે, પણ મારા સાસુ સમજવા તૈયાર નથી. શું કરું? ઉત્તર :જો તમારા પતિનો સાથ હોય તો તેમને કહો કે તેઓ એમને સમજાવે. વળી, દીકરો જન્મશે કે દીકરી એ સ્ત્રી કરતાં પુરુષ પર વધારે આધાર રાખે છે. તમે તમારા પતિને કહો કે તેઓ પોતાની તબીબી તપાસ કરાવે. પ્રશ્ન :અમે સંયુક્ત પરિવારમાં રહેતાં હોવાથી અંગત ક્ષણોની તક ઓછી મળે છે. ઘણી વાર તો કેટલાય દિવસો નીકળી જાય છે. મારાથી રહેવાતું નથી. શું કરવું? ઉત્તર :સંયુક્ત પરિવારમાં આ સમસ્યા થોડાઘણા અંશે રહેવાની. જોકે તમે બંને સમજીને તમારી રીતે એકબીજા માટે સમય ફાળવી લો તે વધારે જરૂરી છે. આ માટે તમે બંને જ્યારે પણ સમય મળે ત્યારે તેનો ઉપયોગ કરવાનું શીખી લો. પ્રશ્ન :મારા પતિ એટલા બધા સક્રિય છે કે એમને ક્યારેક કાબૂમાં રાખવાનું મુશ્કેલ પડે છે. એમને સાથ આપતાં આપતાં હું થાકી ગઇ છું. તેઓ કહે છે કે એ મને જોવામાત્રથી ઉત્તેજના અનુભવે છે. આવા સંજોગોમાં શું કરવું? ઉત્તર :ઘણા પુરુષો સ્ત્રીની કલ્પનામાત્રથી વધારે પડતા ઉત્તેજિત થઇ જતાં હોય છે. તમે તમારા પતિને સમજાવો કે તેઓ પોતાના આવેગ પર થોડું નિયંત્રણ રાખતાં શીખે. શક્ય હોય તો કોઇ સારા સેક્સોલોજિસ્ટને બતાવવાનું કહો. પ્રશ્ન :મારી બહેનના લગ્ન થયાં ત્યાર પછી જાણવા મળ્યું કે એના પતિ સંતાનને જન્મ આપી શકવાની ક્ષમતા ધરાવતા નથી. એના પરિવારજનો સંતાન માટે આગ્રહ કરી રહ્યાં છે. મારી બહેને શું કરવું જોઇએ? ઉત્તર :આજકાલ અનેક પદ્ધતિઓ વિજ્ઞાનમાં વિકસાવાયેલી છે, જેના દ્વારા સ્ત્રી માતૃત્વ ધારણ કરી શકે છે. તમારાં બહેન-બનેવીને કોઇ ગાયનેકોલોજિસ્ટને બતાવો. તેઓ આ સમસ્યાનું ચોક્કસ નિદાન કરી ઉપાય જણાવશે. કોને કહું?