તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ માણવા માટે કેટલાં કારણો હોય?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેક્સ માણવા માટેનાં કારણો જુદાં જુદાં છે. એમાં આનંદથી લઈને પ્રજોત્પત્તિ, અસલામતીથી લઈને જિજ્ઞાસા વગેરેને આવરી લેવાયા છે
આજે નહીં, આજે મને... દુખે છે. મારો સેક્સ પાર્ટનર સેક્સ નહીં માણવા માટે ડઝનબંધ કારણો આગળ ધરશે પરંતુ સેક્સ માણવા માટે તમે બંને કેટલાં કારણો રજૂ કરી શકો છો?

એક? બે? વીસ? 200? કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ સેક્સ માણવા માટે આશરે 237 જેટલાં જુદાં જુદાં કારણો આપ્યાં છે, જેમાં આનંદથી લઇને પ્રજોત્પત્તિ, અસલામતીથી લઇને જિજ્ઞાસા વગેરેને આવરી લેવાયાં છે. અગાઉના સમયની સરખામણીએ અત્યારના લોકો સેક્સમાં રત રહેવાનાં વધુ કારણો આપે છે. તે ઐતિહાસિક માન્યતાઓથી બિલકુલ વિપરીત છે જેમાં સેક્સ માણવાનાં માત્ર ત્રણ ધ્યેય જ દર્શાવવામાં આવ્યાં છે. જેમાં બાળકો પેદા કરવાં, આનંદના અહેસાસ માટે અથવા પ્રેમની અનુભૂતિ માટે.

લોકો સેક્સ શા માટે ઇચ્છે છે તે જાણવું હંમેશાં કંઇ સરળ કાર્ય નથી. મોટાભાગના અભ્યાસોમાં કોલેજના અંડર ગ્રેજ્યુએટ્સનાં મંતવ્યો લેવામાં આવે છે જેમાં ઘણી મર્યાદાઓ રહેવાની સંભાવનાઓ છે. આ યુવાન છોકરાં-છોકરીઓ મોટાભાગે તેમના સંબંધોમાં પ્રતિબદ્ધ નથી હોતાં અને તેઓ તેમની સેક્સ્યુઆલિટી અંગે પૂરતા જાણકાર નથી હોતા. તેઓ કેમ સેક્સ ઇચ્છે છે તે પ્રશ્નનો તેમનો જવાબ મોટાભાગે તેમની પોતાની છબી અને તેમના સામાજિક સંબંધો પર આધારિત રહેવાનો. જેમાં સમય જતાં પરિવર્તન આવવાનું છે.

પરંતુ આવું જ્ઞાન યુગલની સેક્સ લાઇફમાં સુધારો લાવે છે. સેક્સ માટેના હેતુઓમાં રહેલા તફાવતને જાણવા અત્યંત મહત્ત્વના છે. જાતીય સંબંધોમાં શું ચાલી રહ્યું છે તથા સેક્સ્યુઅલ ડિસઓર્ડર્સની સમસ્યાની સારવાર માટે તે જાણવું જરૂરી છે. સેક્સ અંગેના તમારા હેતુમાં જ તમને કોઇ સમસ્યાનું સમાધાન મળી જાય તેવું બને. તમે કેમ સેક્સ માણવા ઇચ્છો છો? આ માટેનાં કારણો મુખ્યત્વે ચાર શ્રેણીમાં વહેંચાયેલાં જોવા મળે છે.

શારીરિક કારણો : આનંદ, તણાવ દૂર કરવા, કસરત, જાતીય ઉત્સુકતા અથવા કોઇ વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ.
ધ્યેય આધારિત કારણો : બાળકો પેદા કરવાં. સામાજિક દરજ્જામાં વધારો કરવા (ઉદા. લોકપ્રિય બનવા) અથવા બદલો લેવા.
ભાવનાત્મક કારણો : પ્રેમ, પ્રતિબદ્ધતા, વફાદારી, કૃતજ્ઞતા વ્યક્ત કરવા.

અસલામતીના કારણોસર : આત્મસન્માન વધારવા. સાથીને અન્ય સાથે સેક્સ માણતો રોકવા અથવા ફરજના અથવા દબાણના (ઉદા. સાથી દ્વારા સતત સેક્સની માગણી થવાના સંજોગોમાં) ભાગ રૂપે.
સામાન્ય રીતે પુરુષ એટલા માટે સેક્સ માણવા ઇચ્છે છે કારણ કે તેમાંથી મળતો આહ્્લાદ અનુભવ તેમને ગમે છે. આ જ પ્રમાણે મહિલાઓને પણ તેમાંથી આનંદ મળે છે પણ તેઓ મહદંશે સેક્સ દ્વારા સંબંધોને વધુ મજબૂત બનાવવામાં રસ ધરાવતી હોય છે. તેમાં શરીર કેન્દ્રિત અને વ્યક્તિ કેન્દ્રિત સેક્સ અનુસાર તફાવત જોવા મળે છે.

{ શરીર કેન્દ્રિત સેક્સ, આ પ્રકારમાં તમે એટલા માટે સેક્સ માણવા ઇચ્છો છો કે તમારા શરીરને તે ગમે છે. તે વખતે તમને તમારા પાર્ટનરની લાગણીઓની સહેજ પણ ચિંતા નથી હોતી.
{ વ્યક્તિ કેન્દ્રિત સેક્સ, આ પ્રકારમાં તમે કોઇ વ્યક્તિ સાથે તાદાત્મ્યથી જોડાવા માગતા હોવ છો. તમે તેની લાગણીઓનું તથા સંબંધોનું પૂરેપૂરું ધ્યાન રાખીને આગળ વધો છો.

પુરુષો મોટાભાગે શરીર કેન્દ્રિત સેક્સથી જ શરૂઆત કરતા હોય છે અને ધીમે ધીમે બદલાય છે. પુરુષ જ્યારે 40, 50 કે 60ના દાયકામાં પહોંચે છે ત્યારે તેના માટે સંબંધોનું મહત્ત્વ વધી જાય છે.
જ્યારે સમય જતાંની સાથે મહિલાઓ પુરુષો જેવી બની જાય છે. એટલે કે પ્રારંભમાં તેઓ સેક્સ દ્વારા સંબંધોને વિકસાવવા તેને વધુ મજબૂત બનાવવા અને તેને જાળવી રાખવા ઇચ્છે છે જ્યારે લાંબાગાળે તેઓ તેમાંથી મળતા આનંદ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

જાતીયતાના બે વિરુદ્ધ ધ્રુવો એવા સ્ત્રી-પુરુષના વિચારો હવે સમાન બની રહ્યા છે. વધુ મહિલાઓ હવે કદાચ શારીરિક આનંદ માટે સેક્સ માણતી હશે પરંતુ તેનાથી વધુ પુરુષો હવે કહેશે કે તેઓ ભાવનાત્મક કારણોસર સેક્સ માણે છે.
અન્ય સમાચારો પણ છે...