તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યક્તિમાં દોષ હોવા છતાં તેને ચાહવું તે જ પ્રેમ છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્યારેક પ્રેમ અને આસક્તિ (attachment) વચ્ચે ભેદ પારખવો ઘણો મુશ્કેલ બની જાય છે. હકીકતમાં આ બંને વચ્ચેની ભેદરેખા એટલી પાતળી છે કે ઘણીવાર આપણે આપણી આસપાસ બનતી ઘટનાઓ અંગે લગભગ અજાણ બની જઈએ છીએ. અરે, એટલું જ નહીં, પણ સાચા-ખોટા વચ્ચેનું અંતર પણ આપણે જાણી શકતા નથી, આપણે સમજી શકતા નથી. જોકે અયોગ્ય આસક્તિ તથા સાચા પ્રેમ વચ્ચેનો તફાવત બિલકુલ દીવા જેવો સ્પષ્ટ છે.
આસક્તિ સરળ છે, કારણ કે તે વાસ્તવિક નથી. તે સાચો પ્રેમ નથી. પ્રેમ સરળ નથી, સમાધાન તેની પૂર્વશરત છે. તેમાં રિસામણાં અને મનામણાં કાયમ ચાલતાં રહે છે

આસક્તિ એ જરૂરિયાત છે. આસક્તિ એ વિષયુક્ત છે. તમે જ્યારે તે વ્યક્તિ સાથે હોવ ત્યારે જ તમને સારું લાગે છે, તેનો અર્થ એ કે તમે તેના વગર રહી શકતા નથી. તમે માત્ર તેમના માટે જ આ દુનિયામાં આવ્યા છો તેવું વિચારવું એ આસક્તિ છે.

તમને એવું સતત લાગ્યા કરે છે કે એ વ્યક્તિ વગર તમે બિલકુલ અધૂરા છો. જ્યારે આ સઘળી બાબતો વિચાર્યા વગર કોઈને હૃદયમાં સ્થાન આપવું તે પ્રેમ છે. પ્રેમની ગતિ ધીમી હોય છે, તે અત્યંત નાજુક છે, તેમાં તમે તમારા પ્રિય પાત્રની ગેરહાજરીમાં પણ સ્વસ્થ રહી શકો છો. પ્રેમ સામેવાળી વ્યક્તિને તેની પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા આપે છે. તમારા પ્રિય પાત્ર માટે જે શ્રેષ્ઠ છે તે તેને મળે તેવી ઈચ્છા એ પ્રેમ છે ભલે પછી તમે તેનાથી દૂર થઈ જાવ. ઘણી વાર તમારા માટે જે સારું હોય તે તેના માટે ના પણ હોય તે સમજવું એ પ્રેમ છે.

આસક્તિ એ વળગણ છે
આખો દિવસ હરહંમેશ તમને તેના જ વિચારો આવે છે. આ ઉપરાંત અન્ય સંબંધોના ભોગે પણ તમે જેના પ્રત્યે આસક્ત છો તેની સાથેનો સંબંધ જાળવી રાખો છો. તેમના વિના જીવવું શક્ય જ નથી તેવું તમને સતત ને સતત લાગ્યા કરે છે, તમે સ્વંય તેના વિના ખુશ રહી શકતા નથી તેમ લાગે છે. જોકે, હંમેશાં તે તમને છોડીને ચાલ્યા જશે તેવો ડર પણ તમને સતાવ્યા કરે છે. એ કારણે જ તમારી એ પ્રિય વ્યક્તિ સાથેના ભવિષ્ય બાબતે પણ હંમેશાં તમે ઉચાટમાં રહ્યા કરો છો.

સ્થિતિનો સ્વીકાર કરવો એ પ્રેમ છે
પ્રેમ એ તમારા સંબંધોની બહાર તમને તમારી મરજીથી જીવવાની સ્વતંત્રતા આપે છે. તમે એકલા અને અન્ય મિત્રો સાથે પણ ખુશ રહી શકો છો. તમને તમારા પ્રિય પાત્ર સાથેના ભવિષ્ય અંગે કોઈ ચિંતા સતાવતી નથી, કારણ કે તમને તમારા પ્રેમ પર અતૂટ વિશ્વાસ છે અને તમે ખાતરીપૂર્વક કહી શકો છો કે કોઈ પણ સંજોગોમાં કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તે તમને છોડીને નહીં જાય. એ વ્યક્તિ તમારી સાથે રહેશે એવો તમને પૂરેપૂરો ભરોસો છે.

આસક્તિમાં સામેવાળી વ્યક્તિના દોષ દેખાતા નથી. સામેવાળી વ્યક્તિ એકદમ સંપૂર્ણ છે અને તે ક્યારેય કંઈ ખોટું ના કરી શકે તેમ જ તમે માનો છો. આ વ્યક્તિ તમને દુ:ખ આપે છતાં તમે તેનો બચાવ કરો છો. ટૂંકમાં તમે વાસ્તવિકતા સામે આંખો મીંચી દો છો.

પ્રેમમાં જીવનની વાસ્તવિકતા અંગે ઘણી બધી દલીલો થતી હોવાથી તકરાર થવી પણ સ્વાભાવિક બાબત છે, તેમાં વ્યક્તિમાં ખામી હોવા છતાં તેને સ્વીકારવાની મોકળાશ છે. વ્યક્તિમાં દોષ હોવા છતાં તેને ચાહવું તે જ પ્રેમ છે. તેમાં તમે તમારી સમસ્યા, મતભેદો અને સંબંધોને કઈ રીતે ગાઢ બનાવવાની વાત છે. તે સરળ નથી પરંતુ સતત માનસિક પરિશ્રમનું પરિણામ છે.

આસક્તિ સરળ છે, કારણ કે તે વાસ્તવિક નથી. તે સાચો પ્રેમ નથી. તે અસલામતી અને પોતાની જાત પ્રત્યેના અસંતોષ વચ્ચેની અસ્પષ્ટ ભેદરેખા છે. પ્રેમ સરળ નથી, સમાધાન તેની પૂર્વશરત છે. તેમાં રિસામણાં અને મનામણાં કાયમ ચાલતાં રહે છે. જ્યારે આસક્તિ એ ઉપરછલ્લો સંવાદ છે, તે જોખમી છે.

જ્યારે પ્રેમમાં ત્યાગ અને બલિદાનની ભાવના સમાયેલી છે. પ્રેમમાં તમે સર્વસ્વ નસીબ પર છોડી દો છો. તેમાં તમને ગમે તેટલું દુઃખ પડે તેમ છતાં તમે તેને હસતા મોઢે સહન કરો છો કારણ કે તમને ખબર છે કે તે ફરીથી તમારી પાસે આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો