પુરુષોના જાતીય જીવનને જોમવંતું બનાવવાના ઉપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અહીં જે સૂચનો આપ્યાં છે તે વધુ સેક્સ માણવા માટે નહીં પરંતુ કામેચ્છાને વધુ પ્રબળ બનાવવા માટે ઉપયોગી છે. તેમ કેટલીકવાર સેક્સ માણો છો તે મહત્ત્વનું નથી. સેક્સ માણતા પહેલાં, સેક્સ માણતી વખતે અને માણ્યા પછી જો તમે સંતોષની લાગણી અનુભવતા હોવ તો તમારી કામેચ્છા તંદુરસ્ત છે તેમ કહી શકાય. કામેચ્છાને કેવી રીતે પ્રબળ બનાવવી તેનાં સૂચનો આ પ્રમાણ છે.

* શારીરિક ક્રિયાઓનું મહત્ત્વ
સેક્સ અંગેની સહેજ પણ ઇચ્છા ના થતી હોય તેવા સમયે શારીરિક ક્રિયાઓ મહત્ત્વની બની જાય છે. શારીરિક શ્રમ પડે તેવી કોઇ રમત પર હાથ અજમાવો અથવા તમારા સાથી જોડે અથવા એકલા વોકિંગ કરવા નીકળી પડો. તમારી જાતને સામાન્ય કરતાં વધુ પડકારજનક કામ સોંપો. જેના લીધે તમારામાં નવા જોમનો સંચાર થશે. આ જોમથી તમારો આત્મવિશ્વાસ વધશે જેની અસર કામેચ્છા પર પણ થશે.

* વાસ્તવિક અપેક્ષાઓ રાખો
દરેક સમાગમ વખતે સંપૂર્ણ આનંદ મળે તે જરૂરી નથી. આ બાબતને આત્મસાત્ કરી લેવાથી જાતીય કાર્યક્ષમતાનું દબાણ ઘટી જશે. આશરે 40થી 50 ટકા જેટલા સમાગમ જ પરસ્પર સંતોષદાયક નીવડતા હોય છે. જો કોઇ વખતે સમાગમ દરમિયાન પૂરતો સંતોષ ના મળે તેવા સમયે ગંભીર થવાને બદલે તેને હળવાશથી લેશો તો તેનાથી તમારા જીવનસાથી પર હકારાત્મક અસર થશે અને તે ફરી વખત વધુ ઉત્સાહથી તમારી સાથે જોડાશે.

* કલ્પનાઓથી ઉત્સાહ વધારો
જાતીય જીવનને વધુ રસપ્રદ બનાવવા માટે તમારા જીવનસાથી સાથે મળીને શૃંગારરસથી ભરપૂર સાહિત્ય, ફિલ્મો વગેરેનો આસ્વાદ માણો. વિવિધ કામોત્તેજક કલ્પનાઓ કરી એકમેકને આકર્ષવા સતત પ્રયાસ કરો. તમારી જીવનસંગિનીનાં સ્વપ્ન પુરુષ વિશે જાણવાનો પ્રયાસ કરો, તેની સાથે વધુ મુક્ત બનવાનો પ્રયત્ન કરો.

* સમગ્ર શરીર પર ધ્યાન કેન્દ્રિત કરો
મોટાભાગના પુરુષો માત્ર સ્ત્રીનાં ગુપ્તાંગો પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. શરીરનાં અન્ય અંગોને પણ સહેલાવવાને કારણે સ્ત્રીમાં આત્મવિશ્વાસ વધી જાય છે અને તેને વધુ આનંદની અનુભૂતિ થાય છે.

* તમારી ઇચ્છાઓ જણાવો
મોટાભાગના લોકો પોતાની જાતીય ઇચ્છાઓ વિશે ચર્ચા કરવામાં સંકોચ અનુભવતા હોય છે. ખાસ કરીને જ્યારે તેઓ સેક્સને અવગણતા હોય તેવા સમયે. જો તમે તમારી જાતીય ઇચ્છાઓ વિશે કે કામેચ્છા પ્રદીપ્ત કરવા શું કરવું અનુકૂળ છે તે અંગે જીવનસાથીને ના કહી શકતા હોવ તો સેક્સ અંગેનાં ડઝનથી પણ વધુ પુસ્તકોમાંથી કોઇ એક લઇ આવો અને તમારા જીવનસાથી જોડે બેસીને વાંચો. તે તમારી સમસ્યાને હળવી બનાવશે.

* મિત્રો સાથે સહેલગાહે જાવ
જ્યારે તમે તમારા મિત્રો સાથે ડિનર પર કે કોઇ પાર્ટીમાં જાવ છો ત્યાં તમને અત્યંત ખુશ અને હળવા મૂડમાં જણાતાં નવાં નવાં યુગલો જોવા મળશે. જેનાથી તમે આનંદ અનુભવશો.

* વિશેષજ્ઞની મદદ લો
જો તમે સેક્સને લગતી કોઇ સમસ્યા અનુભવતા હોય તો કોઇ પણ ખચકાટ વગર સેક્સોલોજિસ્ટનો સંપર્ક સાધી તેની પાસે સમસ્યાનો ઉકેલ મેળવો.
dr9157504000@shospital.org
અન્ય સમાચારો પણ છે...