તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્સમાંથી રસ ઊડી જવાનાં ત્રણ કારણો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેક્સમાંથી રસ ઊડી જવાનાં ત્રણ કારણો
દાંપત્યજીવનમાં કે લાંબાગાળાના સંબંધો દરમિયાન જાતીય ઉન્માદો, આવેગો કે આકર્ષણોને લાંબો સમય સુધી ટકાવી રાખવા એ કઠિન કાર્ય છે. પતિ-પત્ની વચ્ચે લાંબો સમય સુધી જાતીય આકર્ષણ જાળવી રાખવા અંગે માણસની વર્તમાન દોડ-ભાગની જિંદગીમાં કારકિર્દીથી લઇને નાણાકીય જવાબદારીઓ સુધીની અનેક સમસ્યાઓ તેને મૂંઝવે છે, આને કારણે બે વિજાતીય વ્યક્તિઓને નિકટ લાવનાર શરૂઆતનું આકર્ષણ ધીમે ધીમે નષ્ટ:પ્રાય થવા લાગે છે.

સેક્સમાંથી સાવ રસ ઊડી જવાનો કે તેમાં ઘટાડો થવાનાં કારણો કયાં કયાં છે, આવું શા માટે થાય છે તે અંગે ગયા અંકમાં પણ આપણે વાત કરી હતી. બીજાં ત્રણ કારણ કયાં છે તેની અહીં માહિતી અપાઇ છે.
ચોથી સમસ્યા: તમને તમારું શરીર નથી ગમતું
ઉકેલ: તમને જે ગમે તેની પર ધ્યાન આપો

ઘણા એવા લોકો છે જેમને પોતાના શરીર પ્રત્યે અણગમો જોવા મળે છે. ગર્ભાવસ્થા બાદ વધેલું વજન ઘટાડવામાં નિષ્ફળતા કે જીમ જવાનું બંધ કરવા જેવાં અનેક કારણોને લીધે તમને મનમાં વસવસો રહ્યા કરતો હોય એવું બને. જેને લીધે તમે સ્વયં પ્રત્યેનો આદર ગુમાવી બેસો છો. અને આ ગ્રંથિને લીધે તમે તમારું શરીર અન્ય સમક્ષ રજૂ કરવામાં ક્ષોભ અનુભવો તે સ્વાભાવિક છે.
આત્મવિશ્વાસમાં વધારો કરવા માટે તમે તમને ગમતી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અથવા તો તમારા પાર્ટનરના શરીરનાં અંગોનું રસપાન કરો. તમે જેની સાથે છો તેનાં કયાં અંગો તમને સૌથી વધુ આકર્ષે છે તેનો વિચાર કરો, તેના શરીરમાં કઇ એવી બાબત છે જે તમને ઉત્તેજિત કરે છે? આ બાબતો અંગે વિચાર કરીને તમે તમારા શરીર પ્રત્યેના અણગમાને દૂર કરી શકશો અને સારી રીતે સમાગમની મજા માણી શકશો.

પાંચમી સમસ્યા: પીડા થાય છે
ઉકેલ: તેની ચર્ચા કરો
ઘણી વાર તમે મૂડમાં હોવ છતાં તમારું શરીર સાથ ના આપે તેવું બને. તેનું કારણ સેક્સ દરમિયાન થતી પીડા છે. મોટાભાગની મહિલાઓ આ અંગે પોતાના પાર્ટનરને કહેવામાં ખચકાટ અનુભવે છે. ઉંમરની સાથે સાથે જ એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો થવાને કારણે યોનિ સહિત જાતીય પરાકાષ્ઠાની ક્રિયા પર અસર થાય છે. જ્યારે કોષો શિથિલ અને પાતળા બની જાય અને તેમાં લોહીનો પ્રવાહ ઘટી જાય ત્યારે સેક્સ પીડાદાયક બની રહે છે.

જોકે આ માટેની દવાઓ ઉપલબ્ધ છે. ઘણા દર્દીઓને હું વેજિનલ એસ્ટ્રોજન લેવાનું સલાહ આપું છું. આ ઉપરાંત દવાની દુકાન પર વેજિનલ લ્યુબ્રિકન્ટ્સ પણ ઉપલબ્ધ છે. આમ છતાં જો પીડાનો અનુભવ થાય તો તમારે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ. જેથી તમારા ડોક્ટર તેનું ચોક્કસ નિદાન કરી તમને કોઇ ઉકેલ જણાવી શકે.
છઠ્ઠી સમસ્યા: તમે હજી મૂડમાં નથી આવી શકતા
ઉકેલ: કારણ શોધવાનો પ્રયાસ કરો
 
કામોત્તેજનામાં ઘટાડો થવાનું કારણ માત્ર વધતી ઉંમર ના હોઇ શકે. તે શરીરની અન્ય કોઇ સમસ્યાનું પરિણામ હોઇ શકે. ડિપ્રેશન, ઉચાટ તથા અંત:સ્રાવોમાં થતા અસંતુલનને કારણે પણ શિશ્નોત્થાનની સમસ્યા સર્જાઇ શકે છે. પુરુષોમાં શિશ્નોત્થાન નહીં થવાની સમસ્યા એ ડાયાબિટીસ કે હૃદયની કોઇ બીમારીનો સંકેત હોઇ શકે. આ ઉપરાંત ડિપ્રેશનની કે બ્લડ સુગરની સારવાર માટે લેવાતી દવાઓ પણ જાતીય આવેગોમાં ઘટાડો કરી શકે છે. તમારી રોજિંદી ટેવો પણ સેક્સ કરવાની ક્ષમતા પર માઠી અસર કરી શકે છે. એક્સરસાઇઝ કરવાની ટેવ પણ ક્યારેક જાતીય ઇચ્છાઓ માટે અવરોધક બની શકે છે. ઉદાહરણ તરીકે વધુ પડતો સમય ટુવ્હીલર પર ગાળવાથી કામોત્તેજના પર અસર થઇ શકે છે. તેનું કારણ તમારી ગ્રંથિઓ અને ધમની પર દબાણ સર્જાય છે જેથી લોહીનો પ્રવાહ અવરોધાય છે. આ સમસ્યાની યોગ્ય સારવાર શક્ય છે.
 
આ ઉપરાંત પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. પૂરતો આરામ કરવાથી માનસિક તંદુરસ્તી જળવાઇ રહે છે. તમારા જીવનમાં સેક્સ એ સૌથી મહત્ત્વની બાબત છે. જો તમે સમય ફાળવો અને તેને અગ્રતા આપો તો લાંબાગાળાના સંબંધોમાં જાતીય સંતોષ એ તમારા જીવનને સુખી અને સંતોષમય બનાવશે.{
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો