તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાનો દુખાવો અને સેક્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એવી માન્યતા છે કે જાતીય સમાગમ સાથે સંકળાયેલી માથાના દુખાવાની ફરિયાદો મોટાભાગે મનોવૈજ્ઞાનિક હોય છે અથવા તો બહાનાંના સ્વરૂપમાં હોય છે અને મહદંશે મહિલાઓ તરફથી થતી હોય છે, પરંતુ હકીકતમાં તે સાચું નથી. સમાગમની થોડીક ક્ષણો અગાઉ ઉદ્ગભવતો અસહ્ય માથાનો દુખાવો જાતીયક્રિયા સાથે સંકળાયેલા હળવા શિરદર્દ તરીકે ઓળખાય છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે જાતીયક્રિયાઓ સાથે સંકળાયેલો માથાનો દુખાવો સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં ચાર ગણો વધુ જોવા મળે છે
જે શારીરિક સમસ્યાને કારણે સર્જાય છે. તે બહાનાંબાજી નથી કારણ કે જે લોકો તેનાથી પીડાતા હોય છે તે લોકો પણ અન્ય લોકો જેટલી જ સેક્સ માણવાની પ્રબળ ઇચ્છા ધરાવતા હોય છે. (તેનો અર્થ એ નથી કે જાતીયક્રિયાઓને ટાળવા માટે ઘણીવાર લોકો શિરદર્દનું બહાનું આગળ નથી ધરતા).

પરંતુ સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે જાતીયક્રિયાઓ સાથે સંકળાયેલો માથાનો દુખાવો સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં ચાર ગણો વધુ જોવા મળે છે. તેનો ભોગ કાર્ટૂનમાં દર્શાવાતી નીરસ, વધુ પડતી ટાપટીપવાળી ગૃહિણીઓ નથી બનતી પરંતુ સામાન્ય કરતાં વધુ વજન ધરાવતા આધેડ વયના અને જેમને થોડાક અંશે બ્લડપ્રેશર રહેતું હોય અને આધાશીશી જેમને વારસામાં હોય તેવા પુરુષો બને છે.
મુખ્યત્વે દુખાવાના ચાર પ્રકારો છે, સંશોધકો એ જાતીયક્રિયા સાથે સંલગ્ન વિવિધ પ્રકારના માથાના દુખાવા તારવ્યા છે. આ તમામ થવાનાં કારણો અને ઉપચારો અલગ છે. સ્નાયુ સંકોચાવવાથી થતો માથાનો દુખાવો: આ પ્રકારનો દુખાવો સમાગમ દરમિયાન સ્નાયુઓ પર તણાવ પેદા થવાથી થાય છે.
આ પ્રકારનું શિરદર્દ મોટાભાગે માથા તથા ગરદનની આસપાસ અનુભવાય છે અને જેમ જેમ જાતીય સમાગમનો આવેગ વધે છે તેમ તેમ તેમાં વધારો થતો અનુભવાય છે. પરાકાષ્ઠા વખતે માથામાં તેની પીડા એટલી અસહ્ય બની જાય છે કે તેના કારણે ઊબકા આવવા, ઊલટી થવી કે દૃષ્ટિમાં ઝાંખપ લાગવી વગેરે જેવી તકલીફો સર્જાય છે. સ્નાયુઓને આરામ આપવાની પદ્ધતિ અજમાવવાથી તેમાં રાહત અનુભવાય છે.

વેસ્ક્યુલર હેડેક: જાતીય સમાગમ દરમિયાન લોહીના દબાણમાં થયેલા વધારા (હાઇ બ્લડપ્રેશર)ને કારણે આ પ્રકારનું શિરદર્દ થાય છે. આ પ્રકારનું શિરદર્દ ગંભીર હોય છે. તેમાં જાતીયક્રિડાની પરાકાષ્ઠા વખતે એકાએક થતી તીવ્ર વેદના માથું ફાડી નાખે તેવી હોય છે. આ માટે સામાન્ય રીતે બ્લડપ્રેશર માટે ડોક્ટર દ્વારા અપાતી પ્રોપેનોલોલથી રાહત મળે છે.
આ ઉપરાંત આધાશીશી (માઇગ્રેન)ના ઉપચારમાં વપરાતી અન્ય દવાઓ પણ ઉપયોગી નીવડે છે. પોસ્ટ હેડેક્સ: આ પ્રકારનો દુખાવો મગજ અને કરોડરજ્જુમાં રહેલી અંત:ત્વચા ફાટી જવાને કારણે થાય છે. બેસીને કે ઊભા રહીને સંભોગ કરવાથી આમ થવાની શક્યતા રહેલી છે. આનો યોગ્ય ઉકેલ એ છે કે સૂવાની મુદ્રામાં સમાગમ માણો. જેને કારણે આ મુશ્કેલીમાંથી બચી શકાય છે.
આમ છતાં જો અા પ્રકારની તકલીફ અનુભવાય તો તમારે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઇએ. નશીલી દવાઓને લીધે થતો માથાનો દુખાવો: શીર્ષક પરથી જ ખ્યાલ આવે છે કે આલ્કોહોલ કે નશીલી દવાઓ લીધા બાદ સેક્સ માણવાને કારણે આ પ્રકારના માથાનો દુખાવો થાય છે.
આલ્કોહોલ ખાસ કરીને રેડ વાઇનને લીધે વેસ્ક્યુલર અથવા આધાશીશી થાય છે અને કોકેઇન કે મારિજુઆના જેવી અન્ય નશીલી દવાઓ બ્લડપ્રેશરમાં વધારો કે ઘટાડો કરી માથાના દુખાવા માટે જવાબદાર બને છે તે સર્વવિદિત બાબત છે. તેનો ઉકેલ તમારા શયનખંડમાંથી નશીલી દવાઓનો હંમેશાં માટે નિકાલ કરો. શિરદર્દ એ પીડાદાયક હોવા છતાં તેનાથી કોઇ નુકસાન થતું નથી. તે ભાગ્યે જ કોઇ ગંભીર સમસ્યાને લીધે થાય છે.
આમ છતાં સમાગમ દરમિયાન ઊબકા, ઊલટી કે અસ્વસ્થતા અનુભવતા હોવ તો તમારા ડૉક્ટરનો તરત જ સંપર્ક કરો. જે કદાચ તમને સીરમ પ્રોલેક્ટાઇન પરીક્ષણ માટે સલાહ આપશે. જો પરીક્ષણમાં તેનું સ્તર સામન્ય કરતાં ઘણું વધારે જણાય તો પીચ્યુટરી ગ્રંથિમાં કોઇ ગાંઠ કે નહીં તે જાણવા સીટી સ્કેન કરાવવો આવશ્યક બની જાય છે.
dr9157504000@shospital.org
અન્ય સમાચારો પણ છે...