૨૦૧૧નું વર્ષ કળા-સાહિત્યક્ષેત્રે લઇ આવ્યું માઠા સમાચાર

2011 year literature the bad news
Jwalant Chhaya

Jwalant Chhaya

Dec 28, 2011, 03:21 AM IST
2011 year literature the bad newsકળા-સાહિત્યના ક્ષેત્રમાં ૨૦૧૧નું વર્ષ સારા કરતાં માઠા સમાચારો લઇને વધુ આવ્યું. આ વર્ષે જે જે હસ્તીઓએ વિદાય લીધી એમનું લિસ્ટ જોતાં ખ્યાલ આવે કે ચિત્રકળા, સંગીત, ગાયન, લેખન વગેરે કેટલાંય ક્ષેત્રો રાંક થયાં છે. હા, પદ્મ પુરસ્કારોથી લઇને પુલિત્ઝર પ્રાઇઝ સુધીના પુરસ્કારોમાં રત્નોની પરખ થઇ, તેનાથી આપણા આઘાતોને થોડી શાતા વળી છે ખરી. આ વર્ષે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની દોઢસોમી જન્મ જયંતી ઊજવાઇ, તો રાષ્ટ્રગીતની પણ સોમી જયંતી ઊજવાઇ. પરંતુ આ વર્ષે જમા કરતાં ઉધારનું પાસું નમતું રહ્યું. આલેખન : જવલંત છાયા મારિયો મિરાન્ડાનું અવસાન, ક્રૂર ‘સ્ટ્રોક’ કુદરતનો પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કાર્ટૂનિસ્ટ મારિયો મિરાન્ડાનું ૮૫ વર્ષે અવસાન થયું. તેમણે સજેઁલાં પાત્રો કાર્ટૂન થકી જાણીતાં બન્યાં હતાં. તેમનાં કાર્ટૂન્સમાં ઘણી બધી બાબતે ભારતનું પ્રતિબિંબ દેખાતું. ગોવા અને મુંબઇની સંસ્કૃતિને એમણે બખૂબી જીવંત કરી હતી. ગોવામાં આવેલા મારિયોના નિવાસસ્થાનમાં એક સમયે શ્યામ બેનેગલે ‘ત્રિકાલ’ ફિલ્મનું શુટિંગ કર્યું હતું. - અલવિદા જગજિત સિંઘ : કહાં તુમ ચલે ગયે... વિશ્વભરના ગઝલચાહકો માટે ગઝલનો પર્યાય જ જગજિત સિંઘ હતા. એમની કેટલીયે ગઝલોએ ચાહકોની સાંજમાં ચાર ચાંદ લગાવ્યા છે, પરંતુ જીવનમાં એક પછી એક આઘાતો સહન કરીને પણ આ મખમલી અવાજના માલિક ગાયે જતા હતા. એકાએક આવેલા બ્રેઇન સ્ટ્રોકે એમને કોમામાં લાવી દીધા અને પાછળથી આ જ સ્થિતિમાં ૧૦ ઓક્ટોબરે એમનું અવસાન થયું. - મકબુલ ફિદા હુસૈન : આખરી અલવિદા મકબુલ ફિદા હુસૈન. જબરદસ્ત પ્રેમ અને પાર વિનાનો તિરસ્કાર, એ બંને આ કળાકારે સહન કર્યા છે. ફિલ્મોનાં હોર્ડિંગ્સ ચીતરવાથી એમણે કારકિર્દીની શરૂઆત કરેલી. પાછળથી એમણે જે ‘પ્રકાર’નાં ચિત્રો દોરવા માંડ્યાં અથવા અલગ એંગલથી કહીએ તો એમનાં ચિત્રોનું ‘જે પ્રકારનું અર્થઘટન’ કરવામાં આવ્યું એણે આ મહાન ચિત્રકારને આમ આદમીની આંખમાં જાણે ગુનેગાર બનાવી દીધા. એમના પર આક્ષેપ હતો કે એમણે હિન્દુ દેવ-દેવીઓનાં નગ્ન ચિત્રો દોયાઁ છે. આને કારણે કેટલીયે વાર એમનાં ચિત્રપ્રદર્શનોમાં તોડફોડ થઇ. પરંતુ કળારસિકોને આની કોઇ અસર ન થઇ. આંતરરાષ્ટ્રીય કળાબજારમાં એમનાં ચિત્રો ભારે ઊંચી કિંમત વેચાતાં. ગુજરાત માટે ખાસ પ્રેમ રાખનારા આ માથાફરેલા સર્જકનો માધુરી દીક્ષિત પ્રત્યેનો પ્રેમ જાણીતો હતો. એમણે ગજગામિની, મીનાક્ષી જેવી ઉમદા ફિલ્મો બનાવી, પણ ભારતના કમનસીબે એમની એ ફિલ્મો સમજનારા અહીં બહુ ઓછા લોકો હતા. આખરે પોતાના પર ચાલતા કેસોથી કંટાળીને તેઓ કતાર જઇને વસ્યા અને ત્યાંનું નાગરિકત્વ પણ સ્વીકાર્યું. ભારતે જોકે એમને ભરપૂર પ્રેમ પણ કર્યો છે અને એમની સર્જકતાની કદર પણ કરી છે. આથી જ ભારત સરકારે એમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા. તેઓ ચિત્રકાર અને ફિલ્મ મેકર ઉપરાંત ઉમદા ફોટોગ્રાફર પણ હતા. છેલ્લા દિવસોમાં આપણે ત્યાં એવી પણ ચર્ચા ચાલી હતી કે હવે ગઇગુજરી ભૂલીને હુસૈનસા’બને માનભેર પાછા લાવવા જોઇએ. પરંતુ ચર્ચાઓ એની જગ્યાએ જ રહી અને તેઓ ૯ જુને ૯૫ વર્ષની વયે દુનિયા છોડી ગયા. - પદ્મ પુરસ્કારોમાં ગુજરાતીઓ ભારતનાં પહેલા મહિલા ફોટોગ્રાફર તરીકે જેમનું બડા આદરથી નામ લેવાય છે, તેવાં હોમાય વ્યારાવાલાને આ વર્ષે ભારત સરકારે દેશના બીજા સર્વોચ્ચ સિવિલિયન પુરસ્કાર એવા પદ્મવિભૂષણથી નવાજ્યાં. અત્યારે ઉંમરના નેવુંના દાયકામાં રહેલાં હોમાયબહેને મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નેહરુ સહિતના મહાનુભાવોની તસવીરો લીધી છે. જ્યારે ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત નિબંધકાર પ્રવીણ દરજીને પણ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા. - સર્જકતા પોંખાઇ ચિમનભાઇ પી. ત્રિવેદી તથા અનંતરાય મ. રાવળને આ વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક અપાયો. યુવા કવિઓ અનિલ ચાવડા, ધ્વનિલ પારેખ, હરદ્વાર ગોસ્વામી અને કવિ-નાટ્યકાર સૌમ્ય જોશીને ‘ગૌરવ’ પુરસ્કારથી નવાજાયા. વરિષ્ઠ સાક્ષર અને કવિ ભાનુપ્રસાદ પંડ્યાને સોમનાથ ખાતે ‘નરસિંહ મહેતા’ પુરસ્કાર અપાયો. કવિ અદમ ટંકારવીને ‘કલાપી’ પુરસ્કારથી સન્માનિત કરાયા. સાવરકુંડલાના કવિ ભરત વિંઝુડાને ‘કુમાર’ ચંદ્રક અપાયો. - ભારતીય તબીબને પુલિત્ઝર પ્રાઇઝ મૂળ દિલ્હીના અને હાલ અમેરિકામાં વસતા કેન્સર સર્જન ડૉ. સિદ્ધાર્થ મુખર્જીને તેમના કેન્સર પરના સંશોધનાત્મક પુસ્તક ‘ધ એમ્પરર ઓફ ઓલ મલાડિઝ : અ બાયોગ્રાફી ઓફ કેન્સર’ માટે આ વર્ષે પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું. કોઇ ભારતીયને પત્રકારત્વમાં શ્રેષ્ઠ ગણાતું આ પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું હોય એવો આ સંભવત: પહેલો કિસ્સો છે. ડૉ. મુખર્જી અત્યારે અમેરિકાની કોલિમ્બયા યુનિવર્સિટીમાં પ્રોફેસર અને સ્ટાફ ફિઝિશિયન છે. - દિલીપ ધોળકિયા અને અજિત મર્ચન્ટ : બે ધરખમ સર્જકોની વિદાય વર્ષના પ્રારંભે જ ગુજરાતી સુગમ સંગીતના સિદ્ધકંઠ-સિદ્ધસ્વર ગાયક-સ્વરકાર અને ‘તારી આંખનો અફીણી’ના ગાયક દિલીપ ધોળકિયાએ વિદાય લીધી. હજી તો ગુજરાતીઓને આ આઘાતની કળ વળી ન વળી, ત્યાં ૮ માચેઁ અજિત મર્ચન્ટના અવસાનના સમાચારે સંગીતરસિકોને રડાવ્યા. ગુજરાતને ભવાઇના વેશ, ‘ઘનશ્યામ ગગનમાં ટમટમ તારા ટમકે’, ‘નૈણા મત વરસો’ જેવી રચનાઓ આપનારા સંગીતકાર જ નહીં, પરંતુ દેશને જગજિત સિંઘની ભેટ આપનાર સ્વરકાર અને ‘તારી આંખનો અફીણી’ ગીતને સ્વરદેહ આપનાર અજિતભાઇ હતા. આ વ્યક્તિત્વોએ પણ આ વર્ષે આપણી વચ્ચેથી વિદાય લીધી સંગીતના શોખીનોને આ વર્ષે બીજો ત્રેવડો આઘાત પંડિત ભીમસેન જોશી, ઉસ્તાદ સુલ્તાન ખાં અને ભૂપેન હઝારિકાના નિધનથી લાગ્યો. ‘રાગ દરબારી’ જેવી કલાસિક સેટાયર નોવલ લખનારા હિન્દી સર્જક શ્રીલાલ શુક્લે પણ આ વર્ષે ફાઇનલ એક્ઝિટ લીધી. ભારતના વોલ્ટ ડિઝની ગણાતા અનંત પૈએ પણ આ વર્ષે મોટું ગામતરું કર્યું. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર-સાહિત્યકાર-તંત્રી ભૂપતભાઇ વડોદરિયા, લોકપ્રિય નવલકથાકાર પ્રિયકાન્ત પરીખ અને ગુજરાતી સોનેટમાં ધરખમ પ્રદાન કરનારા કવિ નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’નું પણ આ વર્ષે અવસાન થયું.
X
2011 year literature the bad news
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી