તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજય માલ્યાનો સિદ્ધાંત - દેવું કરી ઘી પીવો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજય માલ્યા પાસે જો કંઈ શીખવા જેવું હોય તો તે એ છે કે સરકારી પૈસે તાગડધિન્ના કઈ રીતે કરવા? લીકર કિંગનું બિરુદ મેળવનાર અને અત્યંત નાની વયે પોતાના પિતા વિઠ્ઠલ માલ્યાના અચાનક અવસાન બાદ વારસામાં કંપની મેળવનાર વિજય માલ્યા આજે નાદાર જેવી હાલતમાં છે અને કંપની પણ ગુમાવી બેઠા છે. પોતાની અત્યંત વૈભવી જીવનશૈલી માટે પ્રખ્યાત માલ્યા હવે સરકારના કરોડો-અબજો ડુબાડીને લંડનમાં સ્થિર થવા જઈ રહ્યા છે.

પોતાની અત્યંત વૈભવી જીવનશૈલી માટે પ્રખ્યાત માલ્યા હવે સરકારના કરોડો અબજો ડૂબાડીને લંડનમાં સ્થિર થવા જઈ રહ્યા છે

કિંગ ફિશર એરલાઇન્સ ડૂબી ગઈ તેની સાથે સેંકડો કર્મચારીનાં નાણાં પણ ડૂબી ગયાં. આ લોકો માટે કોઈ બોલનાર નથી. હૈદરાબાદ યુનિવર્સિટી અને જેએનયુ માટે કાગારોળ મચાવવામાં આવી રહી છે. દેશના અનેક ઉદ્યોગપતિઓએ સરકારી બેન્કો પાસેથી લોન લઈને અબજોની લૂંટ ચલાવી છે તે વિશે તમામ રાજકીય પક્ષો કુલડીમાં ગોળ ભાંગી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...