તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધીથી પરેશાન થયા બેંકરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા થોડાક સમયથી આખા દેશમાં નોટબંધી ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય માણસોથી માંડીને બેંકના કર્મચારીઓ પણ નોટબંધીમાં અટવાયા
નોટબંધીને કારણે દેશના સામાન્ય લોકોને તકલીફ તો ઊભી થઈ જ છે. આ ઉપરાંત દેશના નાગરિકો સાથે જો કોઈ હેરાન થયું હોય તો તે છે બેંકના કર્મચારીઓ. એનું કારણ એ જ કે નોટબંધીને કારણે જ બેંક કર્મચારીઓએ 9 નવેમ્બરથી 19 નવેમ્બર સતત 10 દિવસ 14થી 16 કલાક કામ કરવું પડ્યું. આ દરમિયાન અનેક અપશબ્દોનો તેમણે સામનો કરવો પડ્યો. સતત આટલું કામ કરવાથી બેંકરો સ્ટ્રેસમાં પણ આવી ગયા, કેટલાક ડિપ્રેશનનો પણ ભોગ બન્યા. આ સિવાય નોટબંધીમાં એવીય વાતો જાણવા મળી કે બેંકો પાસે જે જૂની નોટો આવતી હતી તે એટલી દુર્ગંધ મારતી હતી કે, જાણે એવું લાગે કે મરેલા પશુનું ચામડું તેમના હાથમાં આવી ગયું. કેટલાક લોકો બેંકરોને સતત ધમકી આપતા રહ્યા. કેટલાક અનેક પ્રકારની ઓળખાણ શોધતા રહ્યા પણ કોઈએ તેમનાં વખાણ તો કર્યાં જ નહીં.
આગળની સ્લાઇડમાં વધુ વાંચો....
અન્ય સમાચારો પણ છે...