તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહારમાં દારૂબંધીથી જેલો ઊભરાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બિહારની જેલો દારૂબંધીનો ભંગ કરનારથી ઊભરાઈ રહી છે. 13 હજાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે. દેશમાં કોઈપણ રાજ્યમાં આ પ્રકારે થયેલી ધરપકડમાં આ સૌથી વધુ ધરપકડ છે
ગઈ તા. 1 મેથી બિહારમાં દારૂબંધી અમલી બની છે. ગુજરાતમાંથી પ્રેરણા લઈને બિહાર સરકારે કોઈ વ્યક્તિ છટકબારી શોધી ન શકે તે માટે કડક કાયદાની સાથે અનેક જોગવાઈઓ કરી છે. પરિણામે બિહારની જેલો દારૂબંધીનો ભંગ કરનારથી ઊભરાઈ રહી છે. અત્યાર સુધીમાં 13 હજાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે. દેશમાં કોઈપણ રાજ્યમાં આ પ્રકારે થયેલી ધરપકડમાં આ સૌથી વધુ ધરપકડ છે. 6 હજાર લોકોને જામીન મળ્યા છે. સરકાર દ્વારા 85 હજારથી વધુ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 92 હજાર લીટર દેશી દારૂ અને 11 હજાર લીટર અંગ્રેજી શરાબ મળી આવ્યો હતો. બિહારની દારૂબંધીને સફળ બનાવવા માટે નીતીશકુમાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દારૂબંધીથી ઘણા લોકો નીતીશથી નારાજ પણ છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરે નીતીશની શાખમાં વધારો થઈ રહ્યો છે.
આગળની સ્લાઇડમાં ક્લિક કરી વાંચો વધુ સ્ટોરી.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો