તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિઝિટર વિઝા સ્ટુડન્ટ વિઝામાં કન્વર્ટ કરવા છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવાલ: મેં એમસીએ કર્યું છે અને ત્રણ વર્ષનો આઇટી (સોફ્ટવેર ડેવલપમેન્ટ)નો અનુભવ છે, તો મારે શિકાગો, ઇલોચોનિસ - અમેરિકામાં બે વર્ષનો વર્ક અનુભવ લેવા જવું હોય, તો મારે કેટલા પૈસા અર્થાત્ રૂપિયા ભેગા કરવા પડે? મને અંગ્રેજી ભાષા બરાબર ફાવતી નથી.
-એક વાચક, અમદાવાદ
 
જવાબ : અમેરિકામાં બે વર્ષ રહેવું હોય તો સૌ પ્રથમ અંગ્રેજી ભાષા પરફેક્ટ આવડવી જોઈએ. બીજું તમારા અનુભવ પ્રમાણે એચ-1બી વિઝા માટે આવતા વર્ષે પ્રયત્ન કરાય, પરંતુ તે માટે તમારે મુંબઈ કોન્સ્યુલેટમાં અંગ્રેજી ભાષામાં ઇન્ટરવ્યૂ આપવો પડશે. વિઝિટર વિઝા માટે અંગ્રેજી ભાષા જાણવી જ જોઈએ તેવો કોઈ નિયમ કે જરૂરિયાત નથી.
 
સવાલ: હું છેલ્લાં 34 વર્ષથી એસ્ટ્રોલોજર તરીકે પ્રેક્ટિસ કરું છું અને અમેરિકન ફેડરેશન ઓફ એસ્ટ્રોલોજર ઇન્ક.નો મેમ્બર છું. મને 10 વર્ષના અમેરિકાના વિઝિટર વિઝા મળેલા. તે દ્વારા હું ત્રણ વખત અમેરિકા જઈ આવ્યો છું. તો હવે મારે અમેરિકામાં વધુ સમય એસ્ટ્રોલોજર તરીકે રહેવું હોય તો શું કરવું? 
-એક વાચક, અમદાવાદ

જવાબ: વિઝિટર વિઝા ઉપર ત્યાંનાં એરપોર્ટની પોર્ટ ઓફ એન્ટ્રી વખતે જેટલા સમયનો વિઝા મળે તેનાથી એક પણ દિવસ વધુ રહેવાય નહીં. તમે ત્રણ વખત જઈ કેટલો સમય રહ્યા તેના ઉપર તમારી હવે પછીની વિઝિટનું નક્કી કરી શકાય. વારંવાર જનારાનો વિઝા એરપોર્ટ ઉપર કેન્સલ કર્યાના ઘણા કેસીસ બન્યા છે, તેથી તમારે આ વિઝા દ્વારા ત્યાં કામ કરવા રહેવાય નહીં. સાવચેતી રાખો.
 
સવાલ: મને દસ વર્ષનો વિઝિટર વિઝા મળ્યો છે અને હું હાલમાં બેચલર ઓફ ડેન્ટલ સર્જરીના ત્રીજા વર્ષમાં સ્ટડી કરું છું. હું સ્ટડી કમ્પ્લીટ કર્યાં પછી અમેરિકા વિઝિટર વિઝા ઉપર જઈ ત્યાં મારો વિઝા સ્ટુડન્ટ વિઝામાં કન્વર્ટ કરું તો ત્યાં વધુ અભ્યાસ શક્ય છે.
-એક વાચક, અમદાવાદ

જવાબ : હા, શક્ય છે, પરંતુ આ પ્રયાસ કરવામાં જોખમ પણ છે. મારા મતે તમે જો અમેરિકા જઈ સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરો તો જાતે કશું જ કામ કરતાં નહીં, પરંતુ અમેરિકામાં આ કામના નિષ્ણાતની સલાહ પ્રમાણે જ આગળ વધજો. નહીં તો તમને એફ-1 સ્ટુડન્ટ વિઝા નહીં મળે અને તે રિજેક્ટ થશે. આવું થાય તો તમારી પાસે જે વિઝિટર વિઝા છે તે પણ જતા રહેશે. માટે વિચારીને કરજો.
 
સવાલ: મેં બી.ઈ. મિકેનિકલ પૂરું કર્યું છે. મેં એક હાઈસ્કૂલમાં પાર્ટટાઇમ ટીચર તરીકે ત્રણ વર્ષ સુધી કામ કર્યું છે જે સ્કૂલને કેમ્બ્રિજ બોર્ડ આસિસ્ટ કરે છે. મારે આ બેઇઝ ઉપર કોઈ કન્ટ્રીમાં કામ કરવું છે, તો મને કોઈ કન્ટ્રી તક આપે?
-એક વાચક, રાજકોટ

જવાબ : તમે ગ્રેજ્યુએશન દરમિયાન ત્રણ વર્ષનો ટીચિંગનો અનુભવ પ્રાપ્ત કર્યો છે. સામાન્ય રીતે ગ્રેજ્યુએશન પછી બે વર્ષનો અનુભવ તમારા વિષયમાં હોય તો વધુ અનુકૂળતા રહે. તમે માસ્ટર્સ ડિગ્રી માટે અમેરિકા કે કેનેડા કન્ટ્રીમાં સ્ટડી પૂર્ણ કર્યા પછી જો જોબ મળે તો કામ કરી શકો.
 
સવાલ: હું ન્યૂઝીલેન્ડમાં સ્ટડી કરું છું અને બે મહિના પછી અભ્યાસ પૂરો થશે. ન્યૂઝીલેન્ડ ઘણો નાનો દેશ છે. અહીં કોઈ તકો નથી, કોઈ એડવાન્ટેજીસ નથી, કોઈ સારી કંપની મળે નહીં. અહીં ન્યૂઝીલેન્ડમાં રહેવું અને સર્વાઇવ થવું ઘણું અઘરું છે. અહીં ઘણા પ્રોબ્લેમ્સ હોઈ હું અમેરિકા કે ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા માટે સ્ટડી કર્યા પછી એપ્લાય કરવા માગતો હોઈ તે શક્ય છે? મેં ન્યૂઝીલેન્ડ માટે બેન્કલોન લીધી છે અને અહીં જોબ મળી નથી, તેથી મારા માથે મોટું દેવું છે. મને આવક માટે બેસ્ટ ઓપ્શન કહેશો?
-એક વાચક, ન્યૂઝીલેન્ડ

જવાબ : કેટલાક સ્ટુડન્ટ્સ કે તેમનાં પેરેન્ટ્સ કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં સ્ટડી કરવા કે કરાવવા માગતાં હોય છે. તેમને જરૂરી કે પૂરેપૂરી માહિતી કે સાચી સલાહ નહીં મળવાના કારણે જે કન્ટ્રીમાં એડમિશન મળે તે કન્ટ્રીમાં જાય છે. જ્યારે તમે ન્યૂઝીલેન્ડનો પ્રયત્ન કર્યો ત્યારે જ અમેરિકાના સ્ટુડન્ટ વિઝા માટે પ્રયત્ન કરવાની જરૂર હતી. ઘણા લોકો અમેરિકાના સ્ટડીઝના ખર્ચ કરતાં બીજા કન્ટ્રીનો ખર્ચ ઓછો આવતો હોઈ બીજા કન્ટ્રી પસંદ કરે છે. તમારે હજુ બેન્કની લોન ચૂકવવાની બાકી છે અને અમેરિકા કે ઓસ્ટ્રેલિયા માટે પણ લોન કે પૈસાની સગવડ કરવી પડશે. ઓસ્ટ્રેલિયા કરતાં અમેરિકા વધુ ઉચિત છે.
 
ravalindia@gmail.com
અન્ય સમાચારો પણ છે...