તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશ અભ્યાસ દરમિયાન પડતી મુશ્કેલીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘The most difficult thing is the decision to act, the rest is merely tenacity.’- Amelia Earhart
ટાભાગે ગુજરાતથી જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે જાય છે તેઓ તેમજ તેમના વાલીઓએ અભ્યાસ દરમિયાન તેમને સામાન્ય રીતે વિદેશમાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને કેવી રીતે તેમને દૂર કરવી તે વિગતે જોઈશું.
 
લેંગ્વેજ ડિફિકલ્ટી: ગુજરાતમાંથી વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને સામાન્ય રીતે શરૂઆતમાં ભણવામાં તકલીફ પડે છે, કારણ કે અંગ્રેજી ભાષા તેઓની માતૃભાષા નથી.
અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હોવાને કારણે વિદ્યાર્થીઓ લેક્ચર્સ અને ટ્યુટોરિયલ્સ સાથે વાતચીત કરી શકતા નથી, સાથે સાથે સામાન્ય પબ્લિક સાથે પણ વાત કરવામાં તકલીફ પડે છે.
 
મોટાભાગની વિદેશની યુનિવર્સિટીઓમાં સારો લેંગ્વેજ સપોર્ટ મળતો હોય છે અને ત્યાંની લોકલ કોમ્યુનિટી સાથે વાતચીત કરવાથી પણ અંગ્રેજી ભાષા સુધારી શકાય છે.
Making friends: પહેલો દિવસ કોલેજ કે યુનિવર્સિટીમાં કોઈ પણ દેશમાંથી અન્ય દેશમાં ગયેલા વિદ્યાર્થીઓ માટે થોડો મુશ્કેલીભર્યો હોય છે, પરંતુ ત્યાં એકલા રહેવાને બદલે ત્યાંના લોકલ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવી.
 
માત્ર તેઓ સાથે ‘Hello’ બોલવાથી પણ તે સારો પ્રતિભાવ આપશે અને સાથે સાથે સ્પોર્ટિંગ ક્લબ કે સ્ટુડન્ટ સોસાયટી સાથે જોડાવાથી પણ મિત્રો બનાવી શકાય છે.

વિવિધ સાંસ્કૃતિક ધોરણો: બધા જ દેશોનું કલ્ચર અલગ અલગ હોય છે અને તે કલ્ચરમાં ઢળવું એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ હોય છે. ઘણા દેશોમાં અમુક ટૂંકા શબ્દોનો અર્થ સમજવો પણ વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે પઝલ સમાન હોય છે. ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓએ ત્યાંની લોકલ પબ્લિક સાથે વાતચીત કરવાથી જે-તે દેશના કલ્ચર વિશે જાણી શકાય છે. જે તે દેશના સામાજીક માળખા વિશે જાણકારી મેળવવી.
 
હોમસિકનેસ: દરેક વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ માટે પોતાના ઘરને યાદ કરવું એ સ્વાભાવિક છે, પરંતુ વિદેશમાં ઘણી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે અમુક ચોક્કસ દેશોના વિદ્યાર્થીઓનાં ગ્રૂપ કે ક્લબ હોય છે જે વિદ્યાર્થીની એકલતા દૂર કરવામાં મદદ કરે છે.
 
લેટેસ્ટ અપડેટ: QS World’s Best Student City 2017ની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં ટોપ 100માં પહેલા નંબર પર Montreal-Canada, બીજા નંબર પર પેરિસ અને ત્રીજા સ્થાન પર લંડનનો સમાવેશ કરવામાં આવેલ છે. કેનેડાના Toronto 12 અને Ottawa 26 નંબર પર ટોપ 100માં સામેલ છે. પહેલી વખત ભારતનાં બે શહેર મુંબઈ અને દિલ્હીને QS World’s Best Student City 2017માં સ્થાન મળ્યું છે. ટોપ 100માં USAનાં 12 શહેરો, Uk અને ઓસ્ટ્રેલિયાનાં 7 અને કેનેડાનાં 5 શહેરોનો સમાવેશ થાય છે. આ સર્વે પરથી ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓને કયા શહેરમાં ભણવા માટે જવું જોઈએ તે નક્કી કરવામાં સરળતા રહેશે. 
 
prasanna@educationworld.co.in
અન્ય સમાચારો પણ છે...