તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Fitness Article Of Leeza Shah For Weight Loss, Madhurima

વજન ઉતારવાની દવા લીધા પછી તે વધે ખરું?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રશ્ન : મારે ખજૂરના ગુણ સમજાવશો. શિયાળા દરમિયાન ખજૂર ખાવી સારી? ખજૂર કેટલી ખવાય?
ઉત્તર : ખજૂર ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેમાં આયર્ન ભરપૂર છે. વિટામિન અને મિનરલ્સ ઘણા આવેલા છે. ખજૂર રેગ્યુલર ખાવાથી કોલેસ્ટેરોલ ઓછું થાય છે અને સ્વાસ્થ્યના અનેક ફાયદા થાય છે.
ખજૂરના ફાયદા
- ખજૂરમાં કોલેસ્ટેરોલ નથી અને તેમાં ફેટ પણ ઓછી છે. તેમાં વિટામિન અને મિનરલ્સ વધારે છે.
- તેમાં પ્રોટીન વધારે પ્રમાણમાં હોવા ઉપરાંત વધુ ફાઇબર્સ હોવાથી કબજિયાત, હાઇ કોલેસ્ટેરોલની તકલીફમાં ફાયદાકારક છે. તેમાં વિટામિન બી1, બી2. બી3 અને બી5 આવેલાં છે. વિટામિન એ1 અને સી પણ આવેલાં છે.
- તેનો સૌથી મોટા ફાયદો એ છે કે ઇન્સ્ટન્ટ એનર્જી મ‌ળે છે કારણ કે તેમાં નેચરલ સુગર આવેલી છે. જેમ કે, ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ. તેનો વધુ ફાયદો મેળવવા દૂધમાં ભેળવીને લેવાથી દૂધમાં ગળપણનો ઉમેરો કરવો પડતો નથી. સ્વાદ સાથે પોષણ પણ મળે છે.
- ખજૂરમાં સોડિયમ અને પોટેશિયમ આવેલાં છે માટે તે નર્વ સિસ્ટમને બેલેન્સ કરવાનું કામ કરે છે. પોટેશિયમ જોઇતી માત્રામાં રેગ્યુરલી લેવામાં આવે તો તે વ્યક્તિને સ્ટ્રોકથી દૂર રાખે છે. ઉપરાંત, દિવસની બે-ત્રણ ખજૂર નિયમિત ખાવાથી LBL કોલેસ્ટેરોલ ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
- ઓછું લોહી હોય તેમને ખજૂર ખાસ ખાવાનું કહેવામાં આવે છે. પંદર-સોળ વર્ષની છોકરીઓએ દરરોજ ખજૂર ખાવી જોઇએ. ઉપરાંત, મેનોપોઝ દરમિયાન પણ બેથી ત્રણ ખજૂર ખાવાથી એનિમિયાના પ્રોબ્લેમ્સ દૂર થાય છે.
- સતત થાક લાગવો, આંખોની નીચે કાળા કુંડાાળા હોવા વગેરે તકલીફો ઉપરાંત, ત્વચા સારી રાખવા પણ ખજૂરના ડ્રાયફ્રૂટ રોલ ખાવાથી ફાયદો થાય છે.
- ખજૂર ખાવાથી સ્ટેમિના વધે છે. થાક લાગવો, બેચેની લાગવી, પગ દુખવા વગેરે તકલીફ પણ દૂર થાય છે.
- વધુ પડતા પાતળા લોકો જો રોજ થોડી ખજૂર ખાય તો વજન વધારવામાં મદદરૂપ થઇ શકે છે.
- ખજૂર આંતરડાના કેન્સર સામે રક્ષણ આપે છે. તેમાં રહેલા ફાઇબર્સને લીધે કબજિયાત થતી નથી. દૃષ્ટિ સારી થાય છે.
- ખજૂરના રોલ્સ બનાવીને ખાંડ વગર ખાઇ શકાય છે. ઉપરાંત, રોજ સવારે ભૂખ્યા પેટે બે-ત્રણ ખજૂર ખાવાથી પણ ફાયદો થાય છે.
- રોજ સવારે અથવા જ્યારે પણ કસરત કરવાની શરૂ કરો તે પહેલાં બેથી ત્રણ ખજૂર ખાવાથી કસરત કરવા દરમિયાન એનર્જી વધારે રહેશે.
- ઘણી વાર જમ્યા પછી ગળ્યું ખાવાની ઇચ્છા થતી હોય છે. આવા સમયે એકાદ ખજૂર ખાવાથી સંતોષ થશે અને વજન વધશે નહીં.

પ્રશ્ન : હમણાં દવાઓ લઇને વજન ઉતારવાનો ટ્રેન્ડ છે. તેમાં ડાયેટિંગ નહીં કરવાનું. દિવસમાં બે વાર પાઉડર લેવાનો અને ઘરે બનાવેલી રસોઇ ખાઇ પણ શકાય. મારી દીકરીનું વજન નેવું કિલો છે. તેને આવી દવા આપીને વજન ઉતારી શકાય? આવી દવાઓની સાઇડ ઇફેક્ટ થાય? તે લેવાની બંધ કર્યા પછી વજન વધી જાય ખરું?

ઉત્તર : જે પરિણામ આપણે રોજિંદા ખોરાકમાંથી મેળવી શકીએ તે મેળવવા આટલા બધા પૈસા ખર્ચીને આપણા શરીરને નુકસાન કરવાથી શો લાભ થાય તે જ સમજાતું નથી. આ દવાઓ શરીર માટે ખૂબ નુકસાનકારક હોય છે. ઘણી વાર તેની સાઇડ ઇફેક્ટમાં વારંવાર ડાયેરિયા થવા, ઊબકાં આવવા અથવા પરસેવો થઇ જવો જેવી થતી હોય છે. ઘણી દવાઓથી ડિપ્રેશન આવી જાય છે અથવા તેનાથી કેટલાક લોકોને બ્લડપ્રેશર વધી જતું જોવા મળે છે. તમે તો તમારી દીકરીને આવી દવાઓ આપવાનું વિચારો છો. તે ઘણું ખરાબ કહેવાય. તમારી ફરજ એ છે કે દીકરીને સાચી, સમજણપૂર્વક જમવાની પદ્ધતિ શીખવો. તમારા ઘરમાં ખોરાક જ ઓછા તેલમાં બનાવો તો વજન વધવાનો પ્રોબ્લેમ થશે નહીં. વળી, આ દવાઓની કિંમત પણ વધુ હોય છે. જ્યારે દવા બંધ થશે ત્યારે વજન વધશે. ઓછા તેલવાળો ખોરાક તો કાયમ ખાઇ જ શકીએ છીએ.