તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેશિંગ લુક પ્રદાન કરતાં ડ્રાઉઝર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડેશિંગ લુક પ્રદાન  કરતાં ડ્રાઉઝર
શીર્ષક વાંચીને બે મિનિટ માટે એમ લાગ્યુંને કે આ ટ્રાઉઝરના સ્થાને ડ્રાઉઝર છપાઈ ગયું છે? પણ ના, ખોટું નથી છપાયું. ડ્રાઉઝરની જ વાત આજે તમને કરવી છે, જે ફેશન વર્લ્ડમાં લેટેસ્ટ ઇનથિંગ ગણાય છે. આજકાલ મોટા ભાગની યુવતીઓના વોર્ડરોબમાં તમને એકાદ ડ્રાઉઝર તો જોવા મળશે જ. તમને થશે કે ડ્રાઉઝરની પ્રસ્તાવના તો ખૂબ કરી, પણ ડ્રાઉઝર એટલે કેવો ડ્રેસ? ડ્રાઉઝર એટલે ડ્રેસ અને ટ્રાઉઝરનું મિશ્ર સ્વરૂપ. ટ્રાઉઝર અથવા પેન્ટ સાથે લોંગ ટોપ, એલાઇન કુર્તી અથવા કુરતો પહેરો એ ડ્રાઉઝર. અત્યારની યુવતીઓમાં ડ્રાઉઝરની ફેશન ખૂબ ટ્રેન્ડી બની છે.

ની-લેન્થથી લઈને એન્કલ લેન્થ હોય એવું લોંગ ટોપ કે કુરતી અને તેની સાથે મેચિંગ ટ્રાઉઝર અથવા પેન્ટ અને જો કોઈ અલબેલીને વધારે સ્ટાઇલિશ દેખાવું હોય તો તેની સાથે મેચિંગ દુપટ્ટો નાખી દે એક સાઇડના ખભા પર. એકદમ ડેશિંગ લુક લાગશે.  ઘણી યુવતીઓ ડ્રાઉઝરમાં ટોપને આગળથી શોર્ટ અને પાછળથી લોંગ રખાવે છે, તો કોઈ વળી અેન્કલ લેન્થ અનારકલીને સાઇડમાં એવી રીતે કટ રખાવે છે કે ટ્રાઉઝર પર કરવામાં આવેલી એમ્બ્રોઇડરી તરત જ નજરે ચડે. ક્યારેક ટોપની ની-લેન્થ અને છતાં અનઇવન સ્ટાઇલ તો કોઈક ઓફ શોલ્ડર લોંગ ફ્રોક સાથે ડ્રાઉઝર પહેરે છે.

કોઈ વળી સ્લીવલેસ કુરતી પર શિફોન અથવા લાઇટવેટ મટીરિયલમાંથી બનાવેલી લોંગ કોટિ પહેરે છે. જેના પર બોર્ડર લગાવેલી હોય અથવા એમ્બ્રોઇડરી કરેલી હોય. ઘણી વાર ફ્રોક સ્ટાઇલ ડ્રાઉઝરમાં સ્લીવના સ્થાને માત્ર સિંગલ પટ્ટી જ રાખવામાં આવે છે. સ્પેશિયલ પ્રસંગે પહેરવા માટે હેવી એમ્બ્રોઇડરી કરેલા અને સિલ્ક અથવા સાટિનમાંથી તૈયાર કરેલા ડ્રાઉઝર, તો ઓફિસવેરમાં પહેરવા માટે સિમ્પલ લોંગ શર્ટ સાથે લોંગ કોટિ ધરાવતા ડ્રાઉઝર અનોખો લુક આપે છે. ડ્રાઉઝર કોટન, સાટિન, લિનન, રેયોન વગેરે મટીરિયલમાંથી પણ તૈયાર કરવામાં આવે છે, જેનો ફ્લો સારો પડતો હોવો જોઇએ. અનેકવિધ કલર્સ અને મટીરિયલમાં મળતા આવા ડ્રાઉઝરને તમે તમારા વોર્ડરોબમાં સ્થાન આપ્યું કે નહીં?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો