સફળતામાં છકી ન જવું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

PSC વર્ગ 1/2નું અંતિમ પરિણામ તાજેતરમાં પ્રસિદ્ધ થયું. અસફળ મિત્રોની નિરાશાને નાથવા કંઈક નક્કર પ્રતિભાવરૂપે અને GPSCમાં નિષ્ફળ રહેલી UPSC જેવી સ્પર્ધામાં ભવ્ય સફળતા મેળવી શકે છે તેવી અનેક ઘટનાઓના સાક્ષી સ્વરૂપે આ લેખ પ્રસ્તુત છે.  

સપને ઉસી કે સચ હોતે હૈં 
જિનકે સપનોં મેં જાન હોતી હૈ, 
સિર્ફ પંખોં સે કુછ નહીં હોતા 
હોંસલોં સે ઉડાન હોતી હૈ.

આ શેર આત્મબળ, હિંમત, સંકલ્પબળ આત્મશ્રદ્ધાને કાર્યક્ષમતાથી વિશેષ દરજ્જો આપે છે. ઘણીવાર આપણને આસપાસના વાતાવરણમાં સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે કોઈ ધંધાકીય સાહસ કે અન્ય કોઈ મુશ્કેલ કાર્ય હોય, આપણાથી દેખીતી રીતે ઓછી ક્ષમતા ધરાવતા લોકો મેદાન મારી જતા હોય તેવું લાગે છે. ત્યારે આપણને તેની ક્ષમતા વિશે શંકા જાગે છે અને સાથે સાથે તેણે ધ્યેયને પામવા માટે કોઈ અનૈતિક રસ્તો અપનાવ્યો હશે તેવું અનુમાન કરવાનું સૂઝે છે, પરંતુ ખરેખર તેની કાર્યક્ષમતાને માપદંડમાં તેની આત્મશ્રદ્ધા, હિંમત, લડી લેવાની હિંમતની સાથે સાથે ટકી રહેવાની ધીરજનું પરિબળ આપણે જોઈ શકતા નથી.
 
આ જ પરિબળ મુશ્કેલ ધ્યેયને પામવાનું બ્રહ્માસ્ત્ર બની જાય છે. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મેરેથોન દોડ જેવી હોય છે. 

પરીક્ષામાં સફળ થયા બાદ નોકરીમાં પણ અગ્નિપરીક્ષાનો સામનો કરવા સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારે તૈયાર રહેવાનું હોય છે. હિંમત અને કૌવતવાળા માણસો અગ્નિપરીક્ષામાં સળગીને રાખ થતા નથી, પરંતુ વધુ તેજસ્વી બનીને પુનઃસ્થાપન કરે છે. આપણે મુખ્યત્વે ધ્યેયપ્રાપ્તિ માટે  દૃષ્ટિ બદલવાની જરૂર છે.

નજર કો બદલો, નજારે બદલ જાયેંગે, 
સોચ કો બદલો સિતારે બદલ જાયેંગે, 
કશ્તિયા બદલને કી જરૂરત નહીં હૈ, 
દિશા કો બદલો, કિનારે બદલ જાયેંગે.

જીત કે હાર, સફળતા અને નિષ્ફળતા એ ક્યારેય કાયમી સ્થિતિ નથી. ‘થાકો નહીં નિષ્ફળતાથી એનો પણ આરો હોય છે,   છકો નહીં સફળતાથી આ નશો ઉતારનારો હોય છે. કુદરતની કોર્ટમાં એવોય એક ધારો હોય છે કે વારો આજે તમારો તો કાલે મારો હોય છે.’

પરીક્ષાની તૈયારીની સાથે સાથે પ્રેરણાદાયી સાહિત્ય મનના કૂવાઓને Recharge કરવાનું કાર્ય રોજ 10-15 મિનિટ કરવું જોઈએ. પ્રેરણાદાયી સાહિત્ય લક્ષ્યને સતત આપણી નજર સામે રાખવા અને આત્મવિશ્વાસને બુલંદ કરવાનું કાર્ય કરે છે.घणरव्सपवे्मव्म ક્યારેક લોખંડના તાળાને घगपपपपઘણघपના ઘા મારવાથી ખોલી શકાતું નથી, પણ નાનકડી ચાવી તાળાને આસાનીથી ખોલી શકે છે. કારણ કે ચાવી તાળાના હૃદય સુધી પહોંચે છે. પ્રેરણાદાયી સાહિત્ય સ્વપ્નસિદ્ધિરૂપી તાળું ખોલવાની ચાવી છે. આપણી ઇચ્છાઓને સળગતી રાખવા અને સ્વપ્નને ચમકતું-દમકતું રાખવાનું કાર્ય ધ્યેયસિદ્ધિ માટેનું પ્રથમ કદમ છે.  

સ્પાર્ક પ્લગ : ‘ઝઝૂમવાની શક્તિઓનું જેણે સ્ટીફન હોકિંગ્સકરણ (મહાન ભૌતિક વિજ્ઞાની) કર્યું હોય એને કયો સંઘર્ષ ડગમગાવી શકે?

pankaj.3008@yahoo.com
અન્ય સમાચારો પણ છે...