તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંગલ પેરેન્ટને સપોર્ટ કરતી સોશિયલ સિસ્ટમ્સ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
34 વર્ષની વર્કિંગ વુમન સાવની સાત વર્ષની પુત્રી સાન્વીની માતા છે. તેના લાઇફ પાર્ટનરનું કાર એક્સિડન્ટમાં અકાળે અવસાન થાય છે અને સાવની તેના વગર સાવ સૂની પડી જાય છે. તેને શરૂઆતમાં એક વર્ષમાં એકલતાભરી નીરસ, માયૂસ જિંદગીને મેનેજ કરવામાં થોડી મુશ્કેલી પડે છે. વળી, એકલેપંડે દીકરી સાન્વીને ઉછેરવાનું કામ તેના માટે અઘરું બની જાય છે. એ દરમિયાન તે સોશિયલ મીડિયા દ્વારા સિંગલ પેરેન્ટિંગ ગ્રૂપ અને સપોર્ટ સિસ્ટમ વિશે માહિતી મેળવે છે.

તે એનો સહારો લે છે અને ચોગમ પથરાયેલી ઉદાસી ફગાવીને તે સાથીદાર વિના પણ સુખ નામના પ્રદેશમાં વિહરવા લાગે છે. સાવની છેલ્લાં છ વર્ષથી સિંગલ પેરેન્ટની ભૂમિકા સરસ રીતે નિભાવીને ખુશખુશાલ જિંદગી જીવી રહી છે. આપણા સમાજમાં સાવની જેવી અનેક સિંગલ મોમ જોવા મળે છે. સાથીદાર ગુમાવી ચૂકેલી સાવની સહિતની અનેક સિંગલ મધર, કોઈ કારણસર ડિવોર્સ લઈને સ્વતંત્ર જિંદગી જીવતાં હોય એવાં કપલ્સ, કરિયર ઓરિએન્ટેડ મહિલા મેરેજના ચક્કરમાં પડ્યા વગર સરોગસીથી માતા બની હોય અથવા તો પોતાની મરજીથી બાળક એડોપ્ટ કર્યું હોય એવા કિસ્સા આપણી આસપાસ જોવા મળે છે.
 
તદુપરાંત હવે તો ફિલ્મમેકર કરણ જોહરની જેમ સ્વેચ્છાએ સરોગસીથી બનેલા સિંગલ ડેડીની સંખ્યા પણ ધીમે ધીમે વધતી જાય છે. આવા સંજોગોમાં તેઓ સિંગલ પેરેન્ટિંગ ગ્રૂપ અને અન્ય સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને સિંગલ પેરેન્ટ તરીકેની ભૂમિકા સફળતાથી નિભાવી શકે છે. વહાલસોયા સંતાનના ઉછેર, અભ્યાસ સહિતની ઘર-બહારની તમામ જવાબદારી સિંગલ પેરેન્ટે એકલા હાથે ઉઠાવવી પડે છે. તેમણે માતા-પિતા બંનેની ભૂમિકા નિભાવીને સંતાનમાં વિશ્વાસ, વાત્સલ્ય અને સમજણનો સેતુ રચવાનો હોય છે.

આમાં ચિલ્ડ્રન સેન્ટર જેવી કેટલીક સપોર્ટ સિસ્ટમ અથવા તો સિંગલ પેરેન્ટિંગ ગ્રૂપનો સહારો લઈ શકાય. આના દ્વારા તે પોતાની પ્રોફેશનલ લાઇફ અને પર્સનલ લાઇફ વચ્ચે બેલેન્સ સાધી શકે છે. વળી, બાળક માતા કે પિતાની જીવનમાં ખોટ નથી અનુભવતું અને યોગ્ય વિકાસ સાધી શકે છે.સંતાનને માત્ર સ્કિલ ડેવલપમેન્ટ જ નહીં, પણ મૂલ્યો અને રીતભાત પણ પ્રેમપૂર્વક ધીરજથી સમજાવવા માટે અને એવો માહોલ પૂરો પાડવા માટે પાસ-પડોશ, સામાજિક માળખું, બાળક અને સિંગલ પેરેન્ટ માટેની સપોર્ટ સિસ્ટમ હોવી જરૂરી છે.

-સોશિયલ સપોર્ટ સિસ્ટમ
લાઇબ્રેરી: ઘરની આસપાસની ડેવલપ્ડ લાઇબ્રેરી બાળક માટેની સૌથી સારી સપોર્ટ સિસ્ટમ છે. લાઇબ્રેરી તરફથી અવારનવાર ચિત્ર દોરવાનું કે કંઈક ક્રાફ્ટ બનાવવાનું આયોજન થતું હોય છે. ઘણી લાઇબ્રેરીમાં અલગથી ટોય્ઝ વિભાગ આવેલો હોય છે. ત્યાં બાળકો એક્ટિવ રહી શકે છે અને સિંગલ પેરેન્ટ એ સમય દરમિયાન હળવાશ મેળવી શકે છે. ઘેર આવીને બાળક પણ ખિલખિલ રહી શકે છે. સાવની પણ દીકરી સાન્વીને લઈને નિયમિત તેના ઘરની બાજુમાં આવેલી લાઇબ્રેરીમાં પહોંચી જાય છે.

ક્રાફ્ટ સેશન પૂરી થયા પછી પણ સાન્વી આ બાળવિભાગમાં છૂટથી રમે છે, હસે છે, મજા કરે છે.  સિંગલ પેરેન્ટને ઉપયોગી એવી યોગ્ય સપોર્ટ સિસ્ટમ આપવી આખા સમાજની જવાબદારી બને છે. આટલો સપોર્ટ પણ એમને ઘણું પ્રોત્સાહન પૂરું પાડે એમ છે. હજુ આપણે ત્યાં આવી સપોર્ટ સિસ્ટમ દિવસના માત્ર થોડા કલાક જ પૂરતી છે. જો તે ચોવીસે કલાક હોય તો બાકીના કલાકો સિંગલ પેરેન્ટ હસી-ખુશીથી જીવન વિતાવી શકશે.
 
સિંગલ પેરેન્ટિંગ ગ્રૂપ્સ
અમદાવાદ, સૂરત જેવાં મોટાં શહેરોમાં વિવિધ સિંગલ પેરેન્ટિંગ ગ્રૂપ્સ છેલ્લાં પાંચ-સાત વર્ષથી શરૂ થયાં છે. આવાં ગ્રૂપ્સની સારી બાબત એ છે કે એકસરખી પરિસ્થિતિવાળાં સિંગલ પેરેન્ટ સરળતાથી હળીભળી શકે છે. તેમનાં સંતાનો એકબીજાના મિત્રો બની શકે છે. દર મહિને-પંદર દિવસે ગ્રૂપ મેમ્બર્સ સાથે મળીને પિકનિક, પાર્ટી ઉપરાંત ઉમદા સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે. ગેધરિંગ દરમિયાન સિંગલ પેરેન્ટ પોતાને પરેશાન કરતાં પ્રોબ્લેમ્સમાંથી મુક્તિ મેળવે છે. આથી તેઓ અને તેમનાં સંતાનો પણ ખુશ રહે છે. દરેક શહેરમાં આવા સિંગલ પેરેન્ટિંગ ગ્રૂપ્સ શરૂ થવાં જોઈએ.
 
 
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો