તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાસ-ગરબા રમીને રહો રિલેક્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ દિવસ પછી સમગ્ર વિશ્વમાં ‘લોંગેસ્ટ ડાન્સિંગ ફેસ્ટિવલ’ તરીકે પ્રચલિત થયેલા નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાસ-ગરબા રમીને મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસ કઈ રીતે જાળવી શકાય એ અંગે જાણીએ...
નવલી નવરાત્રિ રૂમઝૂમતી બારણે ટકોરા મારતી ત્રણ દિવસ પછી આવી પહોંચશે. શક્તિ અને ભક્તિના આ ઉત્સવને વધાવવા માટે ઉત્સાહથી ઉછળતી યુવતીઓની સાથોસાથ મીડલ એજ અને મોટી ઉંમરની મહિલાઓ પણ થનગની રહી છે. બીબાંઢાળ જિવાતી જિંદગીને જોશથી ભરી દેવા માટે આ વર્ષે તમે ગરબે ઘૂમવાનું નક્કી કરી લીધું છે કે નહીં? થોડાક ફ્લેશબેકમાં જઈને વિચારો કે છેલ્લે તમે નવરાત્રિમાં ગરબે ઘૂમવાની મજા ક્યારે માણી હતી? અને એ વખતે તમારી ફિઝિકલ ફિટનેસ અને મેન્ટલ હેલ્થનું લેવલ કેવું હતું?
નવરાત્રિમાં ગરબે ઘૂમવાની પ્રાચીન પરંપરા કહો કે સામાજિક રિવાજ ગણો, પણ તેની પાછળ ચોક્કસ આશય રહેલો છે. ગરબે ઘૂમવાથી તમને સતત પોઝિટિવ એનર્જી મળે છે. ગોળાકારે ઘૂમીને સૂફી નૃત્ય કરતાં કલાકારને જેવો નિજાનંદ મળે છે બિલકુલ એવો જ આનંદ નવરાત્રિ દરમિયાન તમને દુનિયાનાં દુ:ખ દર્દ ભુલાવી દે છે.

નિરાશાને જોજનો દૂર ધકેલી દેતી નવરાત્રિમાં સોળે કળાએ ખીલતી યુવતીઓ નવ નવ રાત સુધી સાન-ભાન નેવે મૂકીને, નૃત્યની અલગારી મસ્તીમાં મસ્ત બની જાય છે. તો માતાજીની આરાધના કરવા પ્રૌઢ મહિલા રાસ-ગરબા, બેઠા ગરબા, જપ, અનુષ્ઠાન વગેરે કરી માતાજીની કૃપા મેળવીને માનસિક સુખ-શાંતિનો અહેસાસ મેળવે છે. તો આ ઉત્સવમાં ખેલૈયાઓએ માત્ર પોતાની મજાની જ નહીં, પણ પરિવારજનોની પણ ચિંતા કરવી જોઈએ. મોડી રાત સુધી ભલે ગરબે ઘૂમો, પણ પરિવારજનોના સંપર્કમાં રહેવું. શહેરથી દૂર પાર્ટીપ્લોટમાં ગરબા રમવા એકલા અને અજાણ્યા લોકો સાથે ન જવું. બને તો પરિચિત ગ્રૂપમાં જવું. ઉપરાંત તમારી સાથે રહેલી ફ્રેન્ડ્સ, મિત્રોના ફોન નંબર પણ પરિવારજનોને આપવા જોઈએ.
યોગ્ય પહેરવેશની પસંદગી
રાસ-ગરબા રમવા જતી યુવતીઓએ વધારે પડતું એક્સપોઝ થાય તેવી બેકલેસ ચોલી બને તો એવોઇડ કરવી અને પરિધાનની યોગ્ય પસંદગી કરવી. જેમાં વધુ ગરમી ન થાય, વજનમાં હળવા પરિધાનને મહત્ત્વ આપવું જોઈએ.
દીકરી હોય કે દીકરો, દરકાર જરૂરી
નવરાત્રિમાં રાત્રે દીકરી બહાર જાય ત્યારે પેરેન્ટ્સને ચિંતા થાય એ સ્વાભાવિક છે, પરંતુ ટીનએજર સંતાનનાં માતા-પિતાનું વર્તન કેટલીક સમજણ માગી લે છે. સંતાન સાથે જો કમ્યુનિકેશનનો તંતુ મજબૂત હશે તો એ ક્યાંય પણ જશે એને પોતાની જવાબદારીનું ભાન રહેશે.
ફિઝિકલ ફિટનેસ માટે આટલું કરી શકાય
મોડી રાત સુધી ગરબા રમવાથી ઉજાગરા થાય તેમ છતાં શરીરની ઊર્જા જાળવી રાખવા છ કલાક જેટલો આરામ કરવો જ જોઈએ. ગરબે ઘૂમ્યા પછી ભૂખ લાગે ત્યારે જંકફૂડ ખાઈને બીમારી નોતરવી નહીં. એટલે ફિઝિકલી ફિટ રહેવા માટે બહારનું ખાવાનું ટાળવું તેમજ પાણી વધારે પીવું જોઈએ. નવરાત્રિમાં અભ્યાસની સાથોસાથ રાસ-ગરબાની રમઝટ બોલાવીને સ્ટુડન્ટ્સ અભ્યાસનો સ્ટ્રેસ દૂર કરી શકે છે. સ્ટ્રેસ હોવા છતાં મનને હળવું કરવા રાસ-ગરબા દ્વારા એન્જોયમેન્ટ જરૂરી છે. જોકે, આ માટે આ રીતે ટાઇમ મેનેજમેન્ટ કરવું પડે.
એક્ઝામની સાથે એન્જોય કરો
* ટેન્શન દૂર કરવા બે કલાક જેટલું સેલબ્રિેશન કરવું.
* ટીવી જોવા માટે સમય ફાળવ્યો હોય તો એના બદલે નવરાત્રિમાં બે કલાક ગરબા રમી શકાય.
* મોડી રાત સુધી ગરબા ન રમવા, જેથી કરીને બીજા દિવસે બરાબર વાંચી શકાય.
* છેલ્લા દિવસોમાં નવી બુક્સ રિફર ન કરવી.
* નવરાત્રિ દરમિયાન રાત્રે લાઉડ સ્પીકરના અવાજથી ખૂબ ડિસ્ટર્બન્સ થતું હોવાથી દિવસ દરમિયાન ખોટો સમય વેડફ્યા વિના જરૂરી અભ્યાસ કરી લેવો.
* ક્યારે શું રિવાઇઝ કરવું તેનું પહેલાંથી જ પ્લાનિંગ કરવું અને એને ફોલો કરવું.
ટાઇમ મેનેજમેન્ટ આ રીતે કરવું
છ કલાક ઊંઘ અને બે કલાક રૂટિન વર્ક માટે ફાળવી શકાય. સવારે ચાર વાગ્યાથી દસ વાગ્યા સુધી વાંચવું, એ પછી સવારે 10થી 12 બ્રેક લઈ ભોજન અને બીજા રૂટિન કામ કરવા. બારથી બપોરે રાત્રે આઠ વાગ્યા સુધી વાંચવું. એ દરમિયાનમાં પંદરેક મિનિટ ટી બ્રેક લઈ શકાય. એ પછી રાત્રે નવથી અગિયાર વાગ્યા સુધી નવરાત્રિ એન્જોય કરી શકાય.
અન્ય સમાચારો પણ છે...