તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેવું મન એવી મોસમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યહ મૌસમ ભીગા ભીગા હૈ,
હવા ભી જ્યાદા જ્યાદા હૈ,
ક્યૂ ન મચલેગા દિલ મેરા,
તુમકો પાને કા ઇરાદા હૈ...

મન મોર બની થનગનાટ કરવા લાગે એવી આ મસ્ત મોસમનું ડાયરેક્ટ ડાયલિંગ મન સાથે છે. આવું કેમ? આવો તેનાં કારણો જાણીએ

મસ્તાની મોન્સૂન સિઝનમાં દરેક વ્યક્તિને પોતાના પ્રિયજનને પામી લેવાની ઇચ્છા જાગે છે. મનની આ અષાઢી મોસમમાં પ્રેમની લાગણી પ્રગાઢ બને છે. આમ તો વર્ષાઋતુને આદિકાળથી રોમાન્સની ઋતુ માનવામાં આવે છે. તો ઓન ધ અધર એન્ડ, સિંગલ વ્યક્તિને પાર્ટનરની ખોટ સાલવા લાગે છે અને એકલતા, ભય જેવી નેગેટિવ લાગણી મનને નડવા-કનડવા લાગે છે. સામાન્ય રીતે મોટા ભાગની વ્યક્તિ એમ કહેતી જોવા મળે છે કે ‘કામ કરવાનું કંઈ મન નથી થતું’. બારિશની બુંદોથી નવપલ્લવિત થયેલી સકળ સૃષ્ટિ સોળ વરસની કન્યાની જેમ આળસ મરડીને બેઠી થઈ જાય છે. આવા મદહોશીભર્યા માહોલમાં માણસ લાગણીથી ભીનો ભીનો થઈને લોંગ ડ્રાઇવ પર જવાનું, પ્રકૃતિ અને પ્રિયજનની નજીક રહેવાનું પસંદ કરે છે. વરસાદના ઉન્માદમાં પ્રિયની યાદ ભળે અને પછી મનમાં જાગેલો વિષાદ આંખમાંથી વહેતો થાય. આવા મૂડ સ્વિંગ કેમ થાય છે? મગજમાં થતાં ‘કેમિકલ લોચા’ વિશે અને મોન્સૂનમાં મહિલાઓ પોતાના અને પરિવારના સ્વાસ્થ્યની વિશેષ કા‌ળજી કઈ રીતે રાખી શકે એ અંગે નિષ્ણાતો પાસેથી જાણીએ.

મોન્સૂનમાં મૂડ સ્વિંગ કેમ થાય છે?

મેન્ટલ હેલ્થ જાળવી રાખવા માટે ચોમાસામાં પણ પુષ્કળ પાણી પીવું અને કસરત કરવી જોઈએ.

ચોમાસામાં વાદળછાયા વાતાવરણમાં સૂર્યપ્રકાશ ઓછો મળે છે અને ઠંડકવાળું વાતાવરણ હોવાથી સિઝનલ ચેન્જ ‌આવતા હોય છે. ‌તેની સાથે એડજસ્ટ કરવું મન માટે થોડું સ્ટ્રેસફુલ બને છે. વધારે ઠંડક વરસાદની હોય કે શિયાળાની તે ડિપ્રેશન આપે છે, તેથી કામ કરવાનું મન નથી થતું અને કંટાળો આવે છે. અપૂરતા સૂર્યપ્રકાશને લીધે મૂડ ડાઉન રહે છે. વળી, મગજના ‘સિરેટોનિન’ જેવા ન્યુરો કેમિકલ્સમાં ફેરફાર થતો હોય છે. તેમની માત્રામાં વધઘટ થતી જોવા મળે છે. આના લીધે મૂડ સ્વિંગ થાય છે. આ સિવાય પિરિયડ્સ દરમિયાન મહિલાઓમાં હોર્મોન્સનો ફેરફાર થતો હોવાથી પણ તેના મૂડમાં પરિવર્તન આવતું હોય છે. શરીર, આત્મા અને મન ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે, તેથી નોર્મલ વ્યક્તિએ મૂડ સ્વિંગ અને ડિપ્રેશન માટેનું કારણ શોધ‌‌વું જોઈએ અને માનસિક રીતે બીમાર વ્યક્તિએ યોગ્ય ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આ ઉપરાંત ‘વિટામિન બી-12’ના સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ.
- ડૉ. તૃપ્તિ પટેલ, સાઇક્યિાટ્રિસ્ટ, સુરત

ચોમાસામાં ચોખ્ખાઈનું ધ્યાન રાખવું

લીલાં શાક અને ફળોનો ઉપયોગ વધારે કરવો. તેમાં રહેલાં ફાઇટો કેમિકલ્સ મૂડ ચેન્જમાં મદદરૂપ બને છે.

ચોમાસામાં ભેજ અને બાફવાળું વાતાવરણ હોવાથી સૌથી વધુ વાઇરલ ઇન્ફેક્શન થાય છે. ખાસ કરીને પ્રેગ્નન્ટ સ્ત્રીએ સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી. શરદી-ખાંસી ન થાય તેનું ધ્યાન રાખવું. હેલ્થ અને હાઇજિન એકબીજા સાથે સીધો સંબંધ ધરાવે છે. તેથી આસપાસનું વાતાવરણ ચોખ્ખું રાખવું. આ સિઝનમાં ડાયેરિયા અને વોમિટિંગ વધારે થાય છે. આનાથી સગર્ભા સ્ત્રીએ ખાસ બચવું જોઈએ. બહારનો ખોરાક ન ખાવો, બહારના સલાડનો પણ ઉપયોગ ન કરવો અને ઉકાળેલું પાણી પીવું. ઘરનો બનાવેલો તાજો ખોરાક જ લેવો. ટાઇફોઇડ અને કમળા જેવા રોગોનો ભોગ બની જવાય છે. આવું થાય ત્યારે છાશ અને લીંબુ પાણીનો ઉપયોગ કરવો. કોઈ પણ ઉંમરની સ્ત્રીને ફંગલ ઇન્ફેક્શન થાય છે અને મૂત્રને લગતી સમસ્યાઓ સર્જાય છે, તેથી અન્ડર ગારમેન્ટ દિવસમાં બે વાર બદલવા જોઈએ. ઉપરાંત મચ્છર ન કરડે એનું ધ્યાન રાખવું. એ માટે ફુલ સ્લીવનાં કપડાં અને મોસ્કીટો રિપેલન્ટનો ઉપયોગ કરવો.
- ડૉ. ચૈતસી શાહ-દેસાઈ, સ્ત્રીરોગ નિષ્ણાત, અમદાવાદ
વધુમાં વધુ અજવાળામાં રહેવાની કોશિશ કરો

સેરોટોનિનનું કામ ફીલગુડ કરાવવાનું છે અને ઓછા પ્રકાશમાં એનું પ્રમાણ ઘટવાથી ડલનેસ ફીલ થાય છે.

ચોમાસામાં પ્રકાશ ઓછો મળે ત્યારે મસ્તિષ્કની પિનિયલ ગ્રંથિમાંથી ઝરતાં અને ઊંઘ સાથે સંકળાયેલાં ન્યુરોકેમિકલ ‘મેલૅટોનિન’નું પ્રમાણ વધે છે માટે ઊંઘી જવાનું મન થાય છે અને સુસ્તી અનુભવાય છે. ઓછા સૂર્યપ્રકાશમાં શરીરમાં મૂડ, ઊંઘ અને પાચનક્રિયાનું સંચાલન કરતા મગજનો હાઇપોથેલૅમસ નામનો ભાગ પણ બરાબર કામ નથી કરતો જેના કારણે અનઇઝીનેસ અનુભવાય છે.
- ડૉ. સ્વાતિ શાહ, ન્યુરોફિઝિશિયન, અમદાવાદ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો