તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમે જ તમારા ડૉક્ટર બનો: ‘મેજિક ઑફ વૉકિંગ’ની અમૂલ્ય વાત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તમે જ તમારા ડૉક્ટર બનો: ‘મેજિક ઑફ વૉકિંગ’ની અમૂલ્ય વાત
પ્રાર્થના
God! All I ask
The heaven above and road below
To walk and to talk with you in silence
- Poet Robert Stevenson
હે ઈશ્વર મને કોઈ ચીજની અબળખા નથી.
મને પ્રેમિકા
કે મિત્રની પણ જરૂર નથી. તેનો પરચો થઈ ગયો છે. તેની વફાદારી માપી લીધી છે. મને ચાલવા માટે બે પગ આપ. મારા બે પગે જે સાથ
આપ્યો છે તેવો કોઈએ આપ્યો નથી
- કવિ રોબર્ટ સ્ટીવનસન
મારી પાસે છેક 1967થી આઉટ ઑફ પ્રિન્ટ થયેલું અમૂલ્ય પુસ્તક ‘ધ મેજિક ઑફ વૉકિંગ’ છે. તેની અમૂલ્ય વાત કરવી છે અને તમને જ ‘ચાલવા’ના વ્યાયામનો ‘જાદુ’ સમજાવીને તમને તમારા ડૉક્ટર બનાવવા છે. મારી એક સાદી વાત ચાલવા જાઓ ત્યારે ધ્યાનમાં રાખજો. કવિ વિલિયમ હેઝલીટે લખેલું કે ચાલવા જાઓ ત્યારે જીભ મોઢામાં રાખજો. ચાલતી વખતે મિત્ર કે પત્ની કે પ્રેમિકા સાથે ગપ્પાં ન મારતાં.
કવિ હેઝલીટે કહેલું Walking is a Friend in my retreat, whom I whisper ‘Solitude' is sweet.- એકાંતવાસ અને એકાંતમાં ચાલવામાં ચાલવાની ક્રિયા મારી મિત્ર જેવી છે. એકાંતમાં હું પ્રથમવાર મારી જાતને ઓળખી તેની સાથે મધુર મધુર વાત કરું છું.

શિકાગો યુનિવર્સિટીના અવકાશ વિજ્ઞાની ડૉ. એસ. ચંદ્રશેખરને નોબેલ પ્રાઈઝ મળેલું ત્યારે અમે તેમને મળવા ગયા. તેમણે કીમતી વાત કરી. તેમણે કહેલું કે ‘મને ઊંઘ ન આવે તો હું મોડી રાત્રે પણ ચાલવા નીકળી પડું છું. અમુક કોયડાના ઉકેલ ચાલતાં ચાલતાં મળી આવે છે. ચાલવાનો એ જાદુ છે કે ચાલવાથી ઊલટાની બુદ્ધિની ગતિ ઊંચે મસ્તક સુધી જાય છે.’
અમેરિકાના ફિલસૂફ સ્ટિફન ગ્રેહામે તેનાં પુસ્તકો મોટે ભાગે જંગલમાં જઈ ત્યાં વૃક્ષો નીચે પાંદડાં પડ્યાં હોય ત્યાં ચોખવાળી કરીને નીચે બેસી પુસ્તકો લખ્યાં છે. હું કોલકાતામાં બેલુર મઠ ગયો ત્યારે ખબર પડી કે રામકૃષ્ણ પરમહંસ ગંગા નદી કાંઠે લખવા બેસી જતા.

કવિ રોબર્ટે એક કવિતામાં તેના પગને બહુ મહત્ત્વ આપ્યું છે. ઓહ ગોડ! યુ હેવ ગિવન મી હેવન એબોવ એન્ડ રોડ બીલો ટુ વૉક. હે ઈશ્વર તેં મને સારાં કર્મો કરી ઊંચે સ્વર્ગ જવાનું નક્કી રાખ્યું છે પણ મારી સારી તંદુરસ્તી માટે મને બે પગ આપ્યા છે! એક અંધ કવિએ લખેલું ‘થેંક્સ ગોડ તેં આંખો લઈ લીધી પણ ચાલવા માટે પગ સાબૂત છે. હું પગ થકી જોઈ શકીશ!’

-જગતભરમાં ધાર્મિક રીતે પણ ચાલવાને મહત્ત્વ આપેલું છે. અમિતાભ બચ્ચન માથે પૂજા સામગ્રી ઉપાડીને પગે ચાલીને એક ડુંગરની યાત્રાએ ગયેલો. તમામ હિન્દુ જ નહીં પણ ઈસ્લામનાં ધાર્મિક સ્થળોએ પગે ચાલીને યાત્રા કરવાનું મહત્ત્વ છે. ઈઝરાયલમાં નઝારેથથી તેલ અવીવના નેશનલ પાર્ક સુધી 21-11-2015ના 40 માઈલનું ધાર્મિક વૉકિંગ રાખેલું. તેને વૉક ઑફ ધ જીસસ (Jesus) ટ્રેઈલ નામ આપેલું.

-છેલ્લાં તેર વર્ષથી ‘વલ્ડ રેસ વૉકિંગ’ સ્પર્ધા ચાલે છે. તેમાં પ્રથમ આવનારને 2 લાખ ડૉલરનું ઈનામ મળે છે. 3000 મીટર ચાલવાની રેસ છે. એરિસ્ટોટલ નામના ગ્રીક ફિલસૂફ એથેન્સમાં તેની સ્કૂલના બગીચામાં ચાલતાં ચાલતાં લેક્ચર આપતા. તેને પેરિપેટેટિક્સ (Peripatitics) કહે છે. પોણો કલાક ચાલતાં ચાલતાં લેક્ચર આપી તે ચાલીને બોલવાના ‘પાપ’નો પસ્તાવો કરવા બીજો પોણો કલાક તદ્દન મૂંગા ચાલતા. હંમેશાં ચાલવાનો ફાયદો લેવો હોય અને ફેફસાં, હૃદય, પેટ અને આંતરડાને વ્યાયામ આપવો હોય તો મૂંગા મૂંગા ચાલવું.

-કવિ વિલિયમ વર્ડ્ઝવર્થ તેની આખી જિંદગીમાં 175000 માઈલ ચાલેલા. બેસીને લખવાના ‘ગુના’ (પાપ) ને બદલે શરીરને ચાલવાની શિક્ષા કરતા. કવિ વિલિયમ વર્ડ્ઝવર્થ કહેતા કે કવિતાઓ તો ચાલતાં ચાલતાં મારા મગજમાં લખાઈ જતી. ચાલુ ત્યારે કવિતા જલદી સ્ફુરતી. ચાર્લ્સ ડિકન્સ નામના નવલકથાકાર કોઈ સારી નવલકથા લખતા પહેલાં 20-20 માઈલ ચાલવા જતા. વહેલે પરોઢિયે લંડનની સ્ત્રીઓ ચાર્લ્સ ડિકન્સ તેમના ઘર પાસેથી નીકળે ત્યારે સમય-ઘડિયાળના ટાઈમને મેળવતા. ચાર્લ્સ ડિકન્સના મિત્રોને ચિંતા થતી કે ચાર્લ્સ ડિકન્સને ચાલવાનો મેનિયા (ગાંડપણ) લાગુ પડ્યો છે! ડિકન્સે કહેલું કે ‘મેં એક ડઝન કરતાં વધુ નોવેલો ચાલતાં ચાલતાં મગજમાં લખી હતી. તે કહેતા કે ઘણી વખત હું સારી નવલકથા લખીને લાંબું ચાલવા જતો. ‘વૉકિંગ વોઝ એ રિલીફ!’

-ફરવા જવું તે યાત્રાએ જવા બરાબર છે. તે સમયે કશાય દુન્યવી વિચાર ન કરવા. મહાન ગ્રીક ફિલિસોફર હેન્રી ડેવિડ થોરો કહેતા કે તમે ફરવા જાઓ ત્યારે તમે કોઈ પણ સ્થળે જાઓ તે યાત્રા બની જાય છે. કારણ કે શરીરને પવિત્ર રાખવા માટે તમે જે પ્રવૃત્તિ કરો તે યાત્રા બની જાય છે. તે કહેતા કે દરેક હોલી લેન્ડ (પવિત્ર સ્થળ-યાત્રા સ્થળ) હું ચાલતી વખતે મારી આજુબાજુ રચી નાખું છું. અને જેમ જેમ હું ચાલતો જાઉં છું તેમ તેમ મારી આજુબાજુ નવા નવા પ્લોટ રચતો જાઉં છું. હેન્રી ડેવિડ થોરોની આ વાત સાચી છે.

-સોરેન કર્કગાર્ડ નામના કોપનહેગન
(ડેન્માર્ક)ના ફિલોસોફર કહેતા કે જિંદગીમાં મારે બે મહત્ત્વની ‘ઈશ્વર પૂજા’ કરવાની રહેતી. એક પૂજા એટલે લેખન અને બીજી પૂજા એટલે ફરવા જવું. હું વહેલી સવારે નિયત લેખન લખીને પછી નવા વિચારો માટે લાંબું ફરવા ચાલી નીકળતો.

-લુડવીગ વાન બીથોવન (સંગીતકાર) લગભગ 250 વર્ષ પહેલાં જર્મનીમાં જન્મેલા મહાન સંગીતકાર, જેઓ શેરીમાં સંગીત સંભળાવીને ગુજરાન ચલાવતા. તે કહેતા કે મારા મગજને અપવિત્ર વિચારોથી મુક્ત કરવા હું ચાલતો અને મને નવું નવું સંગીત સ્ફુરતું.

-આલ્ડસ હકસલે નામના સાહિત્યકાર કહેતા કે ‘પર્વતોમાં ફરવા ચાલ્યો જા. એ દેવળ કે મંદિરની યાત્રા કરતાં અદકેરી ઈશ્વર પૂજા છે અને છેલ્લે ‘મેજિક ઑફ વૉકિંગ’ પુસ્તકનું આ સૂત્ર આરોન સુસમેન અને મિસ રૂથ ગુડે આપ્યું છે તે લખી લેજો. વૉકિંગ ઈઝ ટ્રાન્ક્વિલાઈઝર- મનને શાંત કરવાની મફતની દવાનું નામ વૉકિંગ છે. ડૉક્ટર વગરની સાયકોથેરપી છે. અને વૉકિંગ ઈઝ એ મૂવિંગ મેડિટેશન! (ચાલવું એ શરીરના વ્યાયામ સાથેનું મેડિટેશન (યોગ) છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો